09/02/2026
~~~~~~~📢*જાહેર સૂચના*📢~~~~~~~
🇮🇳*(સ્વદેશી મેળા અંગે)*🇮🇳
*ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી આજીવિકા દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા ટૂંકા સમયગાળામાં દિન–૭ માટે સ્વદેશી મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.*
દેવગઢબારિઆ તાલુકાની આસપાસ તેમજ દેવગઢબારિયા નગરપાલિકા વિસ્તારમાં રહેતા જે રહેવાસીઓ ભારતીય સ્વદેશી ચીજવસ્તુઓની બનાવટ/ઉત્પાદન કરતા હોય, તેઓને આ સ્વદેશી મેળામાં સ્ટોલ નિઃશુલ્ક (ફ્રી) આપવામાં આવશે, જેથી તેઓ પોતાની બનાવટનું પ્રદર્શન તથા વેચાણ કરી શકે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*આ સ્વદેશી મેળામાં નીચે મુજબની સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી શકાશે:*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
કાપડની થેલી (સિલાઈ કામ ) હાથકામ તથા હસ્તકલા ઉત્પાદનો માટીનાં વાસણો (કુંભારી કામ) ખાદી, હેન્ડલૂમ તથા હસ્તવણાટ કપડાં
દેશી સાબુ, અગરબત્તી, દીવો, મોમબત્તી, આયુર્વેદિક તથા હર્બલ ઉત્પાદનો દેશી ખાદ્ય પદાર્થો (નાસ્તા, મસાલા, પાપડ, અથાણાં વગેરે) લાકડાં અને વાંસમાંથી બનાવેલ વસ્તુઓ ઘરગથ્થું સ્વદેશી ઉપયોગી વસ્તુઓ આથી, ઇચ્છુક વ્યક્તિઓએ પોતાનું નામ નીચે જણાવેલ સરનામે રૂબરૂ આવી નોંધાવી જવું.નક્કી કરેલ સમયમર્યાદા બાદ પ્રાપ્ત થનાર અરજીઓનો કોઈ વિચાર કરવામાં આવશે નહીં..
*દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સ્વદેશી મેળામાં ખાણી પીણીના સ્ટોલ કરી શકશે જેની નોંધ ખાસ કરાવવાની રહશે*
💢*સંપર્ક*💢
*તારીખ 13/02/2026 સુધીમાં શહેરી આજીવિકા મિશન કચેરી, દેવગઢબારિયા નગરપાલિકા ખાતે મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાનો સંપર્ક કરવો*
🙏🏻*દેવગઢ બારીઆ નગરપાલિકા ટીમ*🙏🏻