10/04/2025
અનંત અંબાણીએ પોતાના જન્મદિવસે દેવદૂતો ને આપી વનતારા વિઝીટની ભેંટ....!
આનંદભાઈ અંબાણીએ પોતાની પદયાત્રા જામનગર થી શરૂ કરી અને દ્વારકા ખાતે જગત મંદિરમાં પૂર્ણ કરેલી એ અવસર પર દેવદૂતોએ તેમનું સ્વાગત કરેલું. અને અનંતભાઈ,નીતાબેન તથા અંબાણી પરિવાર ખૂબ જ પ્રેમથી બાળકોને મળ્યા અને એ મિલન સાર્થક થવા અને એ સંબંધોને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે અનંતભાઈએ સંસ્થા પર પધારવાનો વચન આપેલું છે. અને સાથે સાથે પોતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને વનતારા વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ફોર એનિમલ જોવા જવાનું અમૂલ્ય નિમંત્રણ આપ્યું હતું.
*****************************************
આ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને ગઈકાલે દેવદૂતોને લઈ વહેલી સવારથી જ વન તારા પહોંચી ગયેલા અને ત્યાંની પ્રાણીઓની અદભુત દુનિયા જોઈ હૃદય હર્ષ અને પ્રેમથી છલકાય ઉઠ્યુ...! પુરા વિશ્વમાંથી આવેલા હિંસક તથા અહિંસક પ્રાણીઓની જે માવજત તેની રહેઠાણની સુંદર જાળવણી તથા તેના આહાર વિહાર ની વ્યવસ્થા જોઈ એમ થયું કે આ પ્રાણીઓ માટેના મસીહા બની અને અનંતભાઈ ઉતરી આવ્યા છે ! સિંહ માટે એસી રૂમ ની વ્યવસ્થા, હાથી માટે સ્પા તેમજ મસાજ ની વ્યવસ્થા તેમજ દરેક પ્રાણીઓ માટે તેમની બધી વિગતો તથા જરૂરિયાતોને ડિજિટલાઇઝ કરવામાં આવેલી છે જેમાં તેમની દરેક માહિતી મળી જાય અને તેમના રૂટિન ટાઈમ ટેબલ જળવાય.
*****************************************
આપણા દેવદૂતોનું પણ વનતારામાં ખૂબ જ માન સન્માન સાથે જતન કરવામાં આવ્યું. તેમને ક્યાંય કોઈ તકલીફ ન પડે એ રીતનું આયોજન વનતારા ના સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલ. મહારાજા સ્ટાઇલ થી ભોજન જેમાં સ્ટાર્ટર, એપેટાઈઝર,સૂપ,મુખ્ય ભોજન તથા સ્વીટ સાથે શુદ્ધ તથા સાત્વિક ભોજન નો બાળકોને આનંદ આપ્યો. દરેક પોઈન્ટ પર બાળકો માટે ઠંડા પીણા તથા નાસ્તાની વ્યવસ્થા હતી. જે સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લી રાખેલી અને તે પણ સદંતર નિશુલ્ક! બાળકોની મુલાકાતની વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલી. વનતારા ના તમામ સભ્યો બાળકો સાથે પ્રેમથી હળી મળીને રહ્યા અને ખૂબ જ આનંદથી બાળકોને નાની નાની બાબતો પ્રાણીઓ વિશેની સમજાવેલી. વાતાવરણની દિવ્યતા જાળવવા માટે તેમજ પ્રાણીઓમાં પણ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવવા માટે મહાદેવનું મંદિર, અંબામાનું મંદિર,અને હનુમાનજીનું મંદિર પણ છે. હાથીઓ પાસે ખાસ હનુમાન ચાલીસા વગાડવામાં આવતી હતી.
તાજા કલમ: વનતારામાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સદંતર મનાઈ હોવાથી વધુ ફોટોસ નથી મૂકી શક્યો તેનો રંજ છે.