19/08/2021
મઘા નક્ષત્રનું મહત્વ:
આજથી મઘા નક્ષત્રનો પ્રારંભ, આ સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી ગણાય છે વરદાન સમાન.
મઘા નક્ષત્ર 30 ઓગસ્ટ સુધી ચાલશે
શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે
વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
નિર્ણય સિંધુ પંચાગમાં જણાવ્ય અનુસાર ખંભાત માં દરેક ઘરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા, અને હાલમાં પણ અમુક ઘરો માં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાતવાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.
સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2021 એ બપોરે 1:18 થી 30/08/2021 એ રાત્રી ના 9:18 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ?આંખોને લગતાં કોઈ પણ રોગ માં આ મઘા નક્ષત્રના પાણી ના બે બે ટીપા નાખી શકાય, પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે. આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.
આધ્યાત્મિક બાબતે મઘા નક્ષત્ર ના પાણીનો ઉપયોગ શું ?પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે, મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે, જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે, શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે. આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. માટે 17/08/2021 થી 30/08/2021 સુધી મઘા નક્ષત્ર ના આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને લોકો એ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોય એટલું આ પાણી નો સંગ્રહ કરી બારમાસ માટે ઉપયોગમાં લઈ શકાય છે.