16/04/2026
"સાહેબ, જ્યારે ઊંધો ગેસ ચડે ને, ત્યારે છાતી બેય બાજુથી એવી દબાય કે એમ જ થાય કે હમણાં હાર્ટ એટેક આવી જશે! બસ હવે પૂરું થઈ ગયું હોય એવું જ લાગે.",
નમસ્કાર મિત્રો, હું ડો. વિશાલ પંડ્યા. આજે મારે તમને એક એવી વાત કરવી છે જે સાંભળીને કદાચ તમને તમારા ઘરની કે તમારા પોતાના શરીરની પીડા નજર સામે દેખાવા માંડશે. મારી પાસે રાજકોટ બાજુના પડધરી તાલુકાના ફજુડી ગામથી જીગ્નેશભાઈ આવ્યા હતા. એમની આંખોમાં જે ડર હતો ને, એ જોઈને કોઈ પણ માણસનું હૃદય પીગળી જાય. એમને સમસ્યા હતી 'ઊંધા ગેસ'ની, પણ આ કોઈ સામાન્ય ગેસ નહોતો, આ તો જીવ લઈ લે એવી ગભરામણ હતી.
તમે કલ્પના કરો કે એક માણસને શાંતિથી બેસવું હોય પણ બેસી ન શકે. પેટમાં એટલો ભાર લાગે કે જાણે પથ્થર મૂક્યો હોય. કાઈ પણ ખાવાનું મન જ ન થાય. સામે સરસ મજાની થાળી પડી હોય પણ મોઢામાં કોળિયો મૂકતા ડર લાગે.
જીગ્નેશભાઈ કહેતા હતા કે સાહેબ, કાઈ ગમે જ નહીં, પાચન જ ન થાય. જરાક તીખું કે તળેલું ખાઈ લે તો તરત જ છાતીમાં બળતરા ઉપડે અને ગભરામણ શરૂ થઈ જાય. ભૂખ મરી જાય અને જીવનનો સ્વાદ સાવ ફીકો પડી જાય, એવી હાલત એમની થઈ ગઈ હતી.
સૌથી વધારે દર્દ તો ત્યારે થાય જ્યારે રાત્રે કે દિવસે અચાનક ગેસ ચડે. જીગ્નેશભાઈ કહે છે કે છાતીમાં બેય બાજુથી એવું દબાણ આવે કે પરસેવો છૂટી જાય. માણસને એમ જ થાય કે આ ગેસ નથી, આ તો નક્કી હાર્ટ એટેક જ છે. એ ગભરાઈને ભાગે, સીધા દવાખાને જાય. એક વાર નહીં, બે વાર નહીં, પણ પાંચ-સાત વખત તો એમને તાત્કાલિક ઈસીજી (ECG) કઢાવવા ભાગવું પડ્યું હતું,.
મનમાં ફાળ પડે કે હમણાં હૃદય બંધ પડી જશે, પણ રિપોર્ટ કરાવે તો એમાં કાઈ આવે નહીં. ડોક્ટર કહે હૃદય સારું છે, પણ દર્દીનો જીવ તાળવે ચોંટી ગયો હોય એનું શું?
આ તકલીફમાં માણસ માત્ર શરીરેથી જ નહીં, પૈસેથી પણ તૂટી જાય છે. જીગ્નેશભાઈએ મને કહ્યું કે સાહેબ, છેલ્લા છ મહિનામાં મેં મોટા મોટા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બતાવ્યું, ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું. રોજની ત્રણ-ચાર ગોળીઓ ગળવી પડતી હતી. જો ગોળી બંધ કરે તો તરત તકલીફ પાછી આવી જાય, સહન જ ન થાય. માત્ર છ મહિનામાં એમણે રિપોર્ટ અને દવાઓ પાછળ પૂરા એક લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હતો. વિચારો, એક સામાન્ય માણસ માટે એક લાખ રૂપિયા એટલે કેટલી મોટી રકમ! છતાંય પરિણામ શૂન્ય, દુઃખ એનું એ જ.
પછી એમણે મારો વિડીયો જોયો અને આયુર્વેદ પર વિશ્વાસ મૂકીને આપણી પાસે આવ્યા. અમે એમની નાડી તપાસી અને મૂળ કારણ પકડ્યું. આ ઊંધો ગેસ કોઈ મોટી બીમારી નહોતી, પણ એમની પાચનશક્તિ સાવ નબળી પડી ગઈ હતી. અમે એમને સમજાવ્યું કે જ્યાં સુધી પાચન નહીં સુધરે ત્યાં સુધી ગેસ નહીં મટે. અમે એમની શુદ્ધ દેશી આયુર્વેદિક સારવાર શરૂ કરી અને પંચકર્મ કરાવ્યું.
અને મિત્રો, ચમત્કાર જુઓ! જે માણસ રોજની ચાર ગોળીઓ ખાતા હતા,
આપણી દવા શરૂ થઈ એટલે તરત જ એ બધી ઈંગ્લીશ ગોળીઓ બંધ થઈ ગઈ. જીગ્નેશભાઈને આજે માત્ર બે મહિનાની સારવારમાં 80 થી 90 ટકા આરામ થઈ ગયો છે. હવે એમને કકડીને ભૂખ લાગે છે. જે ખાય છે એ બધું પચી જાય છે અને પેટ એકદમ સાફ આવે છે. જે છાતીમાં દબાણ અને એટેકનો ડર હતો, એ હવે ગાયબ થઈ ગયો છે.
લોકો કહે છે કે આયુર્વેદ દવા ગરમ પડે, પણ જીગ્નેશભાઈ ખુદ કહે છે કે સાહેબ તમારી દવા જરાય ગરમ નથી પડી,. આજે એમના ચહેરા પર જે સંતોષ છે, જે સ્મિત છે, એ જ મારી સાચી કમાણી છે. એમને હવે 100 ટકા સંતોષ છે અને કહે છે કે વહેલું નિદાન થાય તો આયુર્વેદથી સો ટકા સારું થાય છે,.
ડો . વિશાલ પંડયા ( M.D.Ayurved ) મો - 94844 94574
વૉટ્સએપ - 93277 52537
આ વાત માત્ર જીગ્નેશભાઈની નથી, આ વાત આપણા સમાજના એવા લાખો લોકોની છે જે ગેસ અને એસીડીટીને સામાન્ય ગણીને પીડા સહન કર્યા કરે છે. જો તમારા પરિવારમાં કે ઓળખીતામાં કોઈને પણ છાતીમાં ગભરામણ થતી હોય કે ગેસને લીધે એટેક જેવો ભય લાગતો હોય, તો આ મેસેજ એમના સુધી જરૂર પહોંચાડજો. કદાચ તમારો એક શેર કોઈના લાખો રૂપિયા બચાવી શકે અને એમને નવું જીવન આપી શકે.
આ વીડિયો પૂરો જોવા માટે નીચે કૉમેન્ટ માં લિંક આપી છે તે ક્લિક કરો
⭐️⭐️⭐️⭐️⭐️