25/12/2025
પરમ પૂજ્ય દ્વારકા શારદાપીઠાધિશ્વર
અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યશ્રી
સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ
એ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તથા
શ્રી નારાયણ ગીર ગૌશાળા ની પાવન મુલાકાત લઈ
આશીર્વચન તથા માર્ગદર્શક પ્રવચન દ્વારા
ઉપસ્થિત ભક્તજનોને આત્મિક પ્રેરણા આપી.
આ ગૌરવસભર અવસરે
હાલોલના માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથ સિંહ પરમાર,
શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી
શ્રી રાજેશભાઈ રાજગોર,
ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પંચાલ તથા શ્રી સુનીલભાઈ શાહ,
સાથે શ્રી નારાયણ પરિવારના ભક્તજનો
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
પરમ પૂજ્ય મહારાજશ્રીના પાવન આશીર્વાદોથી
સેવા, સંસ્કાર અને સંકલ્પના કાર્યોને
નવ પ્રેરણા અને નવી દિશા પ્રાપ્ત થઈ.
Jaydrathsinhji Parmar Shree Narayan Eye Hospital Shree Narayan Eye Hospital