19/02/2025
4 ફેબ્રુઆરી વિશ્વ કેંસર દિવસ નિમિતે કેંસર ન સ્ત્રી દર્દીઓ માટે જામનગર કેંસર રિસર્ચ ઇંસ્ટિટ્યુટ ની આગવી પહેલ
જામનગર કેન્સર રિસર્ચ ઇંસ્ટિટ્યુટ 35 વર્ષ થી કેન્સર અંગે જાગરૂકતા ફેલાવી તેનુ વહેલુ નિદાન કરી કેન્સર મુક્ત સમાજ્ની રચના કરવાના ઉદેશ્યથી કાર્યરત છે.
જે બહેનોને કેન્સર થાય અને તેમાં કિમોથેરાપી લેવાથી માથાના વાળ ઉતરી જાય છે બહેનો માટે માથાના વાળ એ એક ઘરેણાં સમાન છે તેમની એક આગવી ઓળખ ઉભી કરે છે વાળ વગર બહેનો સામાજિક પ્રસંગોમાં બીજા કોઈ કામકાજમાં બહાર નીકળવાનું ટાળે છે અને તેને લીધે પછી તેમની ઉપર માનસિક અસર થાય છે. તે દૂર કરવા માટે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જામનગર કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીઓ માટે તેમની સ્ટ્રેસફુલ લાઇફમાંથી બહાર કાઢવા માટે નો આ નમ્ર પ્રયાસ છે જેમાં કોઇ પણ સ્ત્રી વાળ આપી અને પોતાનો ફાળો નોંધાવી શકે છે. આ વાળની અમે વીગ બનાવીએ છીએ. તેવુ ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન સાવલા ની યાદી મા જણાવેલ છે.
જે કેન્સર કેન્સર ગ્રસ્ત મહિલા ના વાળ ઉતરી ગયા હોય અને તેમને વિગની જરૂર હોય તો તેમણે અમારા કોર્ડીનેટર દિશાબેન કુકડીયા ૯૬૩૮૭૩૦૫૨૯ નો કોન્ટેક્ટ કરી તમારું નામ તથા નંબર નોંધાવી દેવા અને એ પછી તમને વીગ માટે બોલાવવામાં આવશે. જેની અંદાજીત કિમત લગભગ રૂ. 4000 થી ઉપરની છે અને તે અમે કેન્સર ગ્રસ્ત સ્ત્રી દર્દીઓને જામનગર કેન્સર રિસર્ચ ઇંસ્ટિટ્યુટ તરફથી ફ્રીમાં આપવામાં આવશે. તેમ સેક્રેટરી શ્રી ભુપેશભાઇ ની યાદી જણાવે છે.
જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તરફથી દરેક બહેનોને વિનંતી છે કે જો આપ વાળ ડોનેટ કરવા માંગતા હો પણ યાદ રહે કે 12 ઇંચ થી લાંબા વાળ હોય તો જ વીગ માટે કામ આવે છે અમારા કોર્ડીનેટર ચંદ્રિકાબેન દુધૈયા 7016547399 નો સંપર્ક કરવો. આ ઉપરાંત ભૂમિ ચાવડા – દ્વીજા બ્યુટી પાર્લર ૬૨ દિગ્વિજય પ્લોટ જામનગર નો 884 989 7597 સવારે ૧૦ થી 12 કલાક દરમીયાન, નેતલબેન ગજ્જર શ્રિયાન બ્રાઇડલ સ્ટુડીઓ મુરલીધર 1, ગોકુલ નગર – જામનગર ૮૫૧૧૮૯૧૮૩૫ બપોરે ૧ થી ૩ કલાક દરમીયાન, રીતલ અશોક ટાંક યામી બ્યુટી પાર્લર ૨ રજપુત પરા, લીમડા લાઇન ૯૯૭૪૬૫૧૨૨૨, ખ્યાતીબેન લાડવા નીખાર સ્કિન એડ બ્યુટી કેર, ૭૯/૯ રોયાલ પુષ્પ પાર્ક, આરમ વાડી રોડ નમ્બર ૨, રાજ ચેમ્બર ની સામે ૯૪૨૮૨૬૯૮૩૯ પર સવારે ૧૧ થી 7 કલાક દરમીયાન, અલ્પા સીનરોજા વીનસ બ્યુટી કેર, પટેલ પાર્ક ૮, રણજીત સાગર રોડ ૯૯૦૪૩૬૩૬૩૭, ૭૯૮૪૯૩૩૩૧૨ પર સમ્પર્ક કરી વાળ ડોનેટ કરવા માટે એપોઇન્ટમેન્ટ લઈ અને તેમને ફ્રી માં વાળ કાપી આપવામાં આવશે.
બધા બ્યુટી પાર્લર તથા બ્યૂટીશીયનને સંસ્થા ના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરીયા તથા હોદેદારો દ્વારા વિનંતી કરવામાં આવેલી છે કે તેમની પાસે જે કોઈ વાળ ઉતારવા માટે આવતા હોય તેમને આ વિશે સમજાવે.