13/10/2024
*તમારાં દિકરા ને રાવણ બનાવજો*
અચરજ થયું ને સૌને આ લેખનું આવું શીર્ષક વાંચીને ! થયું હશે કે આ લખવાં વાળા ની ડાગલી ચસકી ગઈ છે કાં તો કોઈ અલગ પ્રકારનો નશો કરીને આ લખે છે.
આજના વિજયાદશમી ના પર્વ ના દિવસે જ્યાં ઠેર ઠેર અધર્મ ના પ્રતીક રૂપ રાવણ નું દહન કરાયું હોય, માતા પિતા પોતાનાં બાળકોસ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બનવાની, તેમનાં જીવન સંઘર્ષ સમજવાની, અને એમનાં બહુ મુલ્ય ગુણો, રઘુકુળ ના આદર્શો જીવન માં ઉતારવાની સમજ આપતાં હોય ત્યાં આ લેખ સર્વે થી વિરુદ્ધ જઈ ને એમનાં બાળકો ને રાવણ બનવાની પ્રેરણા આપે. શું કામ ? આવું શું કહેવાની જરૂર પડી આજે કે પરાપૂર્વ પરંપરા થી વિરુદ્ધ જઈને રાવણ બનાવજો...
એક એવો પણ સમય હતો કે જ્યાં સ્ત્રી ને સ્વંય પોતાનો પતી કે જેની સાથે એને પોતાનું સંપૂર્ણ જીવન વ્યતિત કરવાનું છે એની પસંદગી કરવાનો સ્વતંત્ર અધિકાર હતો, સામર્થ્યવાન સ્વામી માટે એ હેતુથી સ્વયંવરના આયોજન પણ થતા જ, એવા જ એક સમયે એક સ્ત્રી એ કોઈ પુરુષ ના સામર્થ્ય થી પ્રભાવિત થયી ને તેની પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો, પરંતુ એ એક પત્નીવ્રત ધારી પુરુષ પહેલથી વિવાહિત હતો તો એણે ના કહી, હવે સ્ત્રી સહજ ઈર્ષ્યા ને લીધે આ નવી સ્ત્રી એ પહેલાં ની પત્નિ ને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપ તે નવી સ્ત્રીએ પોતાના નાક અને કાન ગુમાવ્યા., બસ આટલું અમથું જ બીજ છે આ કથાનક નું.
યાદ આવે છે ને ! આ વાત કોની અને ક્યારની છે ?
*પરંતુ વાત અહીંયા એ સમજવાની છે કે પોતાની પ્રિય ભગિની નાં સ્વમાન ખાતર, ભલે ને સામે સ્વંય પરમાત્મા હોય , એમની જોડે પણ બાથ ભીડવાનું સામર્થ્ય કદાચ રાવણ સિવાય કોઈ ના કેળવી શકે...*
Rg કર કલકત્તા, વડોદરા, મુઝફરપુર , દિલ્લી, જલગાંવ, કચ્છ, મણિપુર અને કેટ કેટલાં શહેરો ના નામ લખીયે?
એક શહેરના સમાચાર સાંભળતા હોય ત્યાં બીજા ચાર શહેર ના નામ તો બ્રેકિંગ ન્યુઝ માં આવતાં હોય, ઍક બનાવ જાણકારી મળે એની પહેલાં તો બીજાં બે બનાવ બની ગયેલાં હોય, અને આપડે શું કરીયે છે તો કહે,
વોટ્સેપ ગૃપ માંથી પોસ્ટર આવશે અને આપડે સોશ્યલ સાઇટ્સ પર સ્ટોરી સ્ટેટ્સ લગાવી જાગરૂક નાગરીક ની ફરજ પૂર્ણ કરી દઇશું.
કાલે શું કરશું !? તો નવું શહેર ને નવું પોસ્ટર આવશે.
માત્ર નામ અને તારીખ બદલાશે બાકી મીણબત્તીઓ તો એજ તો રહેશે..,
અને કદાચ એટલે જ આજનાં સમયે જોઈયે તો એ સામર્થ્ય ની જરુર દરેકે દરેક પુરુષ માં છે. કારણકે ત્યારે બાથ ભીડવાની મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન સામે હતી પણ આજે સર્વત્ર રાક્ષસો જ છે, તો તમને એવું નથી લાગતું કેં આ સમય માં પરીવાર ના સ્વમાન સાટે રાવણ ની જરૂરીયાત દરેક ઘર માં છે. ?
કોરોના સમયે થયેલો પેલો સુરત નો કિસ્સો યાદ આવે છે કે ધોળે દહાડે, સમગ્ર સોસાયટી ની હાજરી માં ગ્રીષ્મા નામની છોકરી નું ગળું કાપવામાં આવેલું , આખી સોસાયટી માંથી શું એક માટી પણ નહોતો જે એને બચાવી શકતો? અને એના બાદ એનો જુવાન ભાઈ મિડિયા સમક્ષ આવીને રડતાં રડતાં ન્યાય ની ભીખ માંગતો હતો, ન્યાય માંગતા એને શરમ આવવી જોઈએ કે પોતાની બહેન ની આવી હાલત કરનાર છોકરાં ને સજા આપવા એ આ ડરપોક સમાજ પાસે અપેક્ષા રાખે છે., ન્યાય વ્યવસ્થા નો દોષ કાઢવો નિરર્થક છે પણ સીધું ને સટ દેખાય એવાં વિષયો માં એના ભાઈ ને એક વખત પણ આવો વિચાર નહીં આવ્યો હોય કે તે હિંમત કરી એ ફેનીલ ની પણ આવી જ હાલત કરી શકે ? શું સ્વમાન નું મુલ્ય સામર્થ્ય થી ના ચૂકવી શકાય?
આવાં તો કેટલાંય કિસ્સાઓ છે કે જે ચાર દિવસ ચર્ચા માં રહ્યા અને ભુલાય ગયાં, અને એનાંથી વધુ હાસ્યાસ્પદ વાત તો એ કે કદાચ આજે એમનાં પરીવાર ને પણ એ ઘટના ને ભગવાન ની મરજી માની ને આગળ વધી જવામાં જ અનુકુળતા લાગી.
લેખ નો તાત્પર્ય એટલો જ કે આજનાં સમય માં સામર્થ્યવાન, શૌર્યવાન બનવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં, સમય ની વાસ્તવિકતા ને સમજવી અતી આવશ્યક છે. દરેક વ્યક્તિ ને પ્રેમ ની ભાષા સમજ માં નહીં આવતી.
ભારત જયતુ
©श्रीमंत
+91 94299 11497