17/12/2025
📌 વિકાસ એ માર્કેટિંગ થી નહીં, પણ
માતા અને બાળકના સ્વાસ્થ્યથી મપાય છે.
🔴 વિકાસના દાવા સામે બાળકોની વાસ્તવિકતા :
એક તરફ સરકાર “વિકાસ મોડેલ”ની વાત કરે છે,
બીજી તરફ માતા અને બાળક માટેની મૂળભૂત વ્યવસ્થા ધરાશાયી થઈ રહી છે.
⸻
👩⚕️ આશા અને આંગણવાડી વર્કરો – રીઢ સમાન છતાં અવગણના
• આશા અને આંગણવાડી વર્કરો સમગ્ર જાહેર આરોગ્ય વ્યવસ્થાની રીઢ છે
• છતાં હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં તેમની માંગણીઓ અને હકોની અવગણના
• અપૂરતું વેતન , કોઈ સામાજિક સુરક્ષા નહીં
• કામ વધે છે, સન્માન અને સુરક્ષા નથી
⸻
🏥 સરકારી હોસ્પિટલોમાં કાયમી ભરતી નહીં – આરોગ્યની મજાક
• ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત
• કાયમી નોકરીના બદલે 11 મહિના અને ફિક્સ પે સિસ્ટમ
• કર્મચારીઓ માટે ગુણવત્તા અને સંશોધન માટે ફંડ નો અભાવ
• પરિણામે દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા ઘટે છે
⸻
🥣 આંગણવાડી પોષણ આહાર – માત્ર નામ પૂરતું પોષણ
• બાળકો માટે આપવામાં આવતો પોષણ આહાર નીચી ગુણવત્તાનો
• સપ્લાય એજન્સીઓ પર કોઈ અસરકારક નિયંત્રણ નહીં
• કાગળ પર પોષણ યોજના, હકીકતમાં કુપોષણ
• આ જ કારણોસર બાળ મૃત્યુદર ચિંતાજનક સ્તરે
⸻
🏗️ સરકારી હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – વર્ષોથી ઉપેક્ષા
• જૂની ઈમારતો, અપૂરતા બેડ, સાધનોની અછત
• ICU, NICU, લેબ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓનો અભાવ
• નવા મેડિકલ કોલેજના દાવા, પરંતુ કાયમી નિષ્ણાંત ડોક્ટરો- સ્ટાફ નો અભાવ
• પ્રચાર વધુ, વાસ્તવિક રોકાણ ઓછું
⸻
❗ પરિણામ – સૌથી નબળા વર્ગ પર આઘાત
• ગરીબ માતાઓ અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત
• આરોગ્ય અને પોષણને પ્રાથમિકતા ન આપવી એ નીતિ નહીં, નિષ્ફળતા છે
• જાહેરાતો અને ઇવેન્ટ્સ માટે કરોડો, પરંતુ જીવ બચાવવા માટે સંવેદનશીલતા નહીં.