29/07/2024
*ગર્ભ સંસ્કાર : ઉત્તમ સંતતિનું વિજ્ઞાન*
પાટણ ખાતે 28/07/24, રવિવારના રોજ યુનિવર્સિટીના કનવેંશન હૉલ ખાતે *કુટુંબ પ્રબોધન ગતિવિધિ - પાટણ* અને *ભારત વિકાસ પરિષદ - સિદ્ધહેમ શાખા* દ્વારા *ગર્ભ સંસ્કાર : ઉત્તમ સંતતિનું વિજ્ઞાન* વિષય પર પરિસંવાદ યોજાયો.
આ કાર્યક્રમમાં જામનગર *ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના CEO* અને *આયુર્વેદ વ્યાસપીઠ, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉ. કરિશ્માબેન નારવાણી* મુખ્ય માર્ગદર્શક વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. વિભાગ સંઘચાલક શ્રી નવિનભાઈ પ્રજાપતિ, મા. જિલ્લા સંઘચાલક શ્રી ડૉ. નિખીલભાઈ ખમાર, મા. નગર સંઘચાલક શ્રી નિરંજનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી. મા. જિલ્લા સંઘચાલકજી વર્તમાન સમયમાં ગતિવિધિ કાર્યમાં બધાને જોડાઈને સમાજ, રાષ્ટ્ર માટે કાર્ય કરવા આહ્વાન કર્યું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ - સિદ્ધહેમ શાખાના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ચોકસી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
ડૉ. કરિશ્માબેને બે સત્રોમાં ગર્ભ ધારણ પહેલાં એક દંપતીની જવાબદારીઓથી લઈને ગર્ભાધાન સંસ્કાર, ગર્ભ સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે વિશે વિશેષ સમજ આપી હતી. ઉત્તમ સંતાન માત્ર માતા પિતા કે પરિવાર જ નહીં આ સમાજ અને રાષ્ટ્રની પણ જરૂરિયાત છે તેમ પણ ઉમેર્યું હતું. આ સાથે જ આયુર્વેદ દ્વારા આ પ્રકિયા કેવી રીતે સહજતાથી થઈ શકે છે તેના દ્રષ્ટાંત સાથે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં કુલ *188 સંખ્યા* રહી હતી. જેમાં *75 નવદંપતી (150 સંખ્યા)* ઉપરાંત નગરમાંથી નિમંત્રિત ગાયનેક ડોકટરો અને આયુર્વેદાચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.