
06/03/2024
⭐⭐ *6 માર્ચ 2005.. આજથી 19 વર્ષ પહેલાં માધવ ડેન્ટલ ની શરૂઆત નાનકડા છોડ રૂપે થયેલ*⭐⭐
ફક્ત બે ઓફિસ અને એક સ્ટાફથી શરૂ થયેલ આ ડેન્ટલ હોસ્પિટલ શરૂઆતથી જ મિત્રતા પૂર્ણ વાતાવરણમાં, હસતા રમતા - દુખાવા રહિત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની દરેક ડેન્ટલ ટ્રીટમેન્ટ પૂરી પાડવા માટે કટિંબદ્ધ હતું..
શ્રી દ્વારકાધીશના આશીર્વાદ, કુળદેવી ની કૃપા , માતા , બહેનો , કુટુંબીજનો ના આશીર્વાદ તથા આપ સહુ ના પ્રેમ અને વિશ્વાસ થી જોત જોતામાં થોડા જ વર્ષોમાં માધવ ડેન્ટલ એ ક્વોલિટી ડેન્ટલ ટ્રીટમેન્ટ નું એક પર્યાય બની ગયું જેમા ફક્ત જામનગર તથા આજુબાજુના વિસ્તારના લોકો જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકો પણ સારવાર લેવા માટે આવવા લાગ્યા.. *બે ઓફીસ થી ચાલુ થયેલ હોસ્પિટલ ધીરે ધીરે મોટું વટ વૃક્ષ બની છ ઓફિસ , 7 ફુલ ટાઈમ ડોક્ટર , 4 વીઝીટીંગ ડોક્ટર તથા 9 એસોસિયેટ સ્ટાફ સાથે જામનગરની સૌથી મોટી પ્રાઇવેટ ડેન્ટલ હોસ્પિટલ બની ગઈ..*
🙏🙏🙏🙏🙏🙏🙏
સચોટ નિદાન , શ્રેષ્ઠ સારવાર , વિશ્વકક્ષાના શ્રેષ્ઠ સાધનો , લેટેસ્ટ માં લેટેસ્ટ ટેકનોલોજી જાણે માધવ ડેન્ટલ નો બેન્ચમાર્ક બની ગયો...
આજે જ્યારે માધવ ડેન્ટલ 19 વર્ષ પૂર્ણ કરી 20માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ખરા દિલથી અમો આપ સૌનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.. સતત ૧૯ વર્ષથી આપે જે અમારા ઉપર ભરોસો જતાવ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.. અમો પણ આ સાથે આપને વચન આપીએ છીએ કે અમે પણ સતત વિશ્વ કક્ષાની બેસ્ટ સારવાર , લેટેસ્ટ અને બેસ્ટ ટેકનોલોજી અને સાધનો દ્વારા કરતા રહેશું .. નવી નવી ટેકનોલોજી તથા નવા નવા જ્ઞાન મેળવતા રહેશું .. અમે હંમેશા નવું કંઈક શીખશું , અને એને ઇમ્પલિમેન્ટ કરશું .. કારણકે અમારા માટે તમારો સંતોષ અને તમારું હાસ્ય એ ખૂબ અગત્યનું છે ...🙏🏻🙏🏻
*ફરી એકવાર નતમસ્તક થઈ માધવ ડેન્ટલ સમગ્ર ટીમ આપ સૌનો આભાર માને છે*
*ડો.મેહુલ ખાખરીયા*⭐ *ડો. સ્વાતિ ખાખરીયા*
*ડો. સુરભી પણસારા*⭐ *ડો. કેયુરી ટીલવા*
*ડો. અંજલિ રાવલ*⭐ *ડો. મોસમી ભરડવા*
*ડો. જ્યોત હંસપાલ*⭐
⭐ *મનીષા આહીર - પ્રિયા ડાભી - ભાવિન પરમાર - માનસી લિંબડ - નિરાલી ગોસાઈ - માનસી ભટ્ટી - હંસા રાઠોડ - હીના રાઠોડ - પુનીતાબેન