
27/07/2025
જામનગર માં પાછલા 20 વર્ષથી કાર્યરત વર્ધમાન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ડો. ઇન્દુ મધુ મેડિકલ સેન્ટર દ્વારા તારીખ 27 7 2025 ના રોજ શેલ્બી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી એક મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઘુટણ , સાંધા કરોડરજ્જુ , લીવર વિગેરે ની સમસ્યા અને કેન્સર જેવા રોગો નું નિદાન કરવામાં આવેલ હતું
આ કેમ્પમાં શેલ્બી હોસ્પિટલ ના ખ્યાતનામ ડોક્ટરો હાજર રહી અને વિવિધ પ્રકારના રોગો નું નિદાન કરવામાં આવેલ હતું
ઉપરોક્ત કેમ્પ સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવેલ હતો અને દર્દીઓની સગવડતા માટે એક્સરે અને પેથોલોજી જેવી સુવિધા ને પણ નિશુલ્ક રાખવામાં આવી હતી
ઉપરોક્ત કેમ્પમાં સમાજના વિવિધ વર્ગો માંથી કુલ ૧૬૦ લોકો એ આ કેમ્પ માં લાભ લીધેલ હતો
ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા માટે ડો ઇન્દુ મધુ મેડિકલ સેન્ટરના સ્ટાફ અને મેનેજમેન્ટ અને શેલ્બી હોસ્પિટલના મેનેજમેન્ટ એ સારી જેહમત ઉઠાવી હતી અને ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી આવા કાર્ય કરવા માટેનો સંકલ્પ દર્શાવ્યો હતો