
17/07/2024
READ THE LABEL
હમણાં ના સમય માં પેકેટ માં મળતા ખાધ્ય પદાર્થો ની ઉપ્લબ્ધી ખૂબ વધી ગઈ છે. કોઈ પણ સુપર માર્કેટ કૅ માર્ટ માં જાવ શરૂઆત ની શેલ્ફ આવા પદાર્થો ના મોટા પેકેટ થી ભરપૂર હોય છે અને તેમાં મોટા વધુ વજન ધરાવતા પેકેટ પર ઘણી ડિસ્કાઊંટ ની સ્કીમો હોય છે
આવા પદાર્થો નું રોજ નું સેવન વધુ માત્રા માં તન્દુરસ્તી માટે સારું નથી
સરકારે આવા પદાર્થો ના પેકેટ પર એમાં વપરાતી સામગ્રી ઉતરતા ક્રમ માં લખવી ફરજિયાત કરી છે જે સૌથી વધારે હોય એ પેહલા અને શરૂઆત માં લખવી પડે છે
તમે જાતે નોટિસ કરી શકસો કે 90% આવી પ્રોડક્ટ ના શરૂઆત ના 3 ઘટકો માં રીફાઈન્ડ વીટ ફ્લોર (મેંદો), સુગર (ખાંડ), અને પામ તેલ જ હોય છે
ઘણી વાર પામ તેલ પણ hydrogenated હોય છે કૅ જે વધુ ખરાબ છે
આ સિવાય ઘણા બધા કેમિકલ , પ્રિઝર્વટિવ, એસીડીટી રેગ્યુલેટર અને કલર હોય છે
આ માથી કોઈ પણ સામગ્રી હેલ્થી નથી અને ઘણી વસ્તુ ઉલ્ટાની હાનીકારક છે
આવી પ્રોડક્ટસ નું રેગ્યુલર ઉપયોગ મેદસ્વીતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર અને હ્રદય રોગ ને આમંત્રણ આપે છે
કોઈ પણ ઉમર ના લોકો બાળકો , યુવાનો કૅ મોટી ઉમરના બધા એ આવી પ્રોડક્ટસ નો ઉપયોગ નિયંત્રિત કરવો જરૂરી છે
આવી વસ્તુ લેતા પેહલા label વાંચો અને જો શરૂઆત ની 3 વસ્તુઓ જો મેંદો , સુગર અને પામ તેલ (અથવા edible vegetable oil ) હોય તો ઉપયોગ બને એટલો ઓછો કરો , મોટું પેકેટ લેવાનું ટાળો
આવી પ્રોડક્ટસ માં બિસ્કીટ્સ, કૂકીસ, તૈયાર ફરસાણ ના પેકેટ્સ , દૂધ ને ચોકલેટી બનાવવા વપરાતા માલ્ટ પાવડર (જે હેલ્થ ડ્રિંક તરીકે વેચવામાં આવે છે) , મિલ્ક શેક અને ફ્લેવર મિલ્ક, નૂડલ્સ , તૈયાર અને લાંબી શેલ્ફ લાઇફ વળી બેકરી પ્રોડક્ટસ, તૈયાર શરબત વગેરે આવે છે
આવી પ્રોડક્ટસ ની જાહેરાત મુખ્યત્વે બાળકો ને ધ્યાન માં રાખી તેમની આસપાસ કરવામાં આવે છે
બાળકો નું અત્યાર નો ખોરાક એ એમના યુવાની ના શરીર નો અને તન્દુરસ્તી નો પાયો છે અને તેમણે આવા પ્રોડક્ટસ ના રોજબરોજ ના ઉપયોગ થી દૂર રાખવા જરૂરી છે
ભારત માં હ્રદયરોગ અને ડાયાબિટીસ નું પ્રમાણ પહલે થી દુનિયા ના બીજા દેશ કરતાં પહલે થી ખૂબ વધારે છે અને હવે આવા પ્રોડક્ટસ નો અતિરેક ભવિષ્ય માં આ રોગ નું પ્રમાણ હજુ વધારશે અને યુવાન વય ના લોકો માં વધારશે.
બધી પ્રોડક્ટ માં લેબલ ફક્ત અંગ્રેજી ભાષા માં જ વાંચવા મળે છે, સામગ્રી નું નામ પણ બદલાવી બદલાવી ને લખવામાં આવે છે જેમ કૅ
મેંદો = રીફાઈન્ડ વીટ ફ્લોર
પામ તેલ = રીફાઈન્ડ વેજીટેબલ ઓઇલ = પામોલિન ઓઇલ
વેજીટેબલ ઘી = હાઇડ્રોજીનેટેડ વેજીટેબલ ઓઇલ
ખાંડ = સુગર= રીફાઈન્ડ વ્હાઇટ સુગર = ગ્લુકોસ = ડેક્સ્ટ્રોસ(dextros)= માલ્ટ ડેક્સ્ત્રીન (malt dextrin) = કોર્ન સિરપ ( પ્રોડક્ટ માં વધુ સુગર સમાવવાના અલગ અલગ ઉપાયો)
ઉપાય એ છે કૅ લેબલ વાંચો આવી પ્રોડક્ટસ ની ખરીદી ઓછી કરો , મોટા પેકેટ લઈ ઘર માં સંગ્રહ કરવાનું ટાળો અઠવાડિયે દસ દિવસે ખવાય પણ રોજબરોજ નહીં અને ઘરે ગુણવત્તા યુક્ત સામગ્રી માથી બનતો ખોરાક લેવાનું રાખો.
આ અંગે એક યુ ટ્યુબ વિડિઓ પ્રેસેંટેશન ની લિંક નીચે આપેલી છે, જુઓ અને શેર કરો
in this video interventional cardiologist discuss about importance of reading the label of ready to eat or ready to cook food items and their heart health re...