Dr K.P. gadhavi New Lifecare Hospital

Dr K.P. gadhavi New Lifecare Hospital MD (gaynecologisit)

22/08/2025

On this auspicious festival of Janmashtami, a divine blessing arrived as a baby boy was born. ✨
At New Life Care Hospital, we feel truly privileged to share in this joyous occasion with Mrs. Monica Karia and her husband CA Yash Karia, beloved son of renowned CA Mr. Bharat Karia.

By celebrating this special arrival with them, we became a part of their happiness and memories, making this moment even more unforgettable. 💐
On behalf of Dr. K.P. Gadhavi and the entire New Life Care Hospital family, we extend our heartfelt congratulations and best wishes for a bright, healthy and blissful future for the newborn. 👶💖



આ પાવન જન્માષ્ટમીના પર્વે નાનકડા દિકરાના આગમનથી જીવનમાં અદભૂત આશીર્વાદ મળ્યો છે. ✨
ન્યૂ લાઈફ કેર હોસ્પિટલને આનંદ છે કે અમે આ પવિત્ર ક્ષણમાં શ્રીમતી મોનિકા કારિયા તથા તેમના પતિ CA યશ કારિયા – પ્રખ્યાત CA શ્રી ભરત કારિયાના સુપુત્ર – સાથે સુખદ પળોમાં ભાગીદાર બની શક્યા.

આનંદના આ અવસરમાં અમે તેમના આનંદ અને યાદોમાં સહભાગી બનીને આ ક્ષણને વધુ યાદગાર બનાવી. 💐
ડૉ. કે.પી. ગઢવી અને સમગ્ર ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન તથા નવા મહેમાન માટે આરોગ્યમય અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. 👶💖

08/06/2025

🌱 સ્પેશિયલ ઓફર🍀
🍀ન્યૂ લાઈફ હોસ્પિટલ તેની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે દર્દીઓ માટે ખાસ ઓફર લઈને આવી છે!🍀

🔹 તમામ લેપારોસ્કોપિક સર્જરીમાં 30% થી 50% સુધીની ખાસ છૂટ
🔹 અમારી હોસ્પિટલના ઇન્ડોર પેશન્ટ દ્વારાદર્દીનો રેફરન્સ આપનાર વ્યક્તિને સોનોગ્રાફી ફ્રી તેમજ ઓપીડી
આ ઓફર હવે 15 6 2025 ને બદલે 30 6 2025 સુધી લંબાવેલ છે
🔹 પોલીસ સ્ટાફ અને આર્મી પરિવારજનો માટે ઓપીડી & સોનોગ્રાફી હંમેશા માટે મફત!

આ સુવર્ણ અવસરને લાભદાયી બનાવો અને આરોગ્ય સાથે જીવન ઉજવો!

Dr. K. P. Gadhavi
Dr. Anjli Joshi
New Life Care પરિવાર તરફથી આપને અનેક શુભેચ્છાઓ!

સ્વાસ્થ્ય તમારી સાચી સંપત્તિ છે – તેનું યોગ્ય રીતે સંરક્ષણ કરો.
📍New Life Hospital – જ્યાં માનવતા સાથે સારવાર મળે.

30/11/2024

*"આગમ નિગમન પ્રસિદ્ધ પુરાના સેવા ધર્મ કઠિન જગજાના"*
15/05/2022 થી જૂનાગઢમાં કાર્યરત એવી ન્યુ લાઈફ કેર હોસ્પિટલના પ્રતિષ્ઠિત સેવાભાવી ગાયનેકોલોજિસ્ટ ડો. કેતન ગઢવી સાહેબે માત્ર જુનાગઢના પરિવારોને જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના અનેક પરિવારો મા નોર્મલ ડિલિવરી કરાવી માતૃત્વની ધન્યતા નો અનુભવ કરાવ્યો છે.
એમાં પણ હાઈ રીસ્ક પ્રેગ્નન્સી ની વાત આવે ત્યારે લોકો ચોક્કસથી ન્યુ લાઇફ કેર હોસ્પિટલ ને જ પ્રાધાન્યતા આપે છે એના ઘણા બધા કારણો પૈકી મુખ્ય કારણ તો સાહેબનો આટલા વર્ષોનો અનુભવ અને ઓપરેશનની પોતાની સ્પેશિયલ સ્કિલ છે.
તાજેતરમાં બનેલા એક આવા જ ચેલેંજીંગ કેસનુ સૌરાષ્ટ્રના સંકોટમોચન એવા ડો. ગઢવી સાહેબે બહુ જ સરળતાથી નિરાકરણ કરી અસરગ્રસ્ત પરિવારમાં રાજીપા નો પહાડ
ખડકી દીધો છે.
*એક યાદી મુજબ
ગામ ધુવાડા,
તાલુકો કુતિયાણા,
જિલ્લો પોરબંદર.
*પેશન્ટ નામ:- લીલુબેન વીરાભાઈ રાડા, નામના પેશન્ટને ચોથી ડીલેવરી હતી જેમાં આગળની ત્રણ ડીલેવરી સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવેલ.*
*પરંતુ ચોથી ડીલેવરીના પાંચમા મહિને પેશન્ટને પ્લેસન્ટા પરક્રેટા નામની સમસ્યા સર્જાય આ પ્રકારની સમસ્યા અંદાજિત પાંચથી સાત હજાર લોકો માંથી કોઈ એકને સર્જાતી હોય છે અને તેની સારવાર માટે પેશન્ટને રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે.*
*પ્લેસન્ટા નું મુખ્ય કાર્ય ગર્ભાશયમાં અસ્તરને જોડે છે અને નાળ દ્વારા વિકાસ પામતા બાળકને ઓક્સિજન અને પોષક તત્વો પૂરું પાડવાનું કાર્ય કરતું હોય છે*
*જેમાં પ્રથમ પાંચ મહિના દરમિયાન બેબી ઉપર હોય છે જ્યારે પ્લેસન્ટા નીચે હોય છે* *પરંતુ પાંચ મહિના બાદ બાળકના વધતા વજનને પરિણામે કુદરતી રીતે બેબી નીચે આવી જાય અને પ્લેસન્ટા ઉપર આવી જાય અને ડીલેવરી સરળતાથી કરી શકાય પરંતુ કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને અગાઉની ડીલીવરી સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરેલ હોય તો આવી સમસ્યાની શક્યતા વધી જાય છે.*
*જ્યારે પેશન્ટને આ બાબતની જાણ થઈ ત્યારે પહેલા તો તેઓએ પોરબંદરમાં જ આ માટેની સારવારનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં તેઓને નિરાશા મળતા ન્યુ લાઇફ કેર હોસ્પિટલના પ્રખ્યાત ગાયનેલોજિસ્ટ ડો. કેતન ગઢવી સાહેબનો સંપર્ક કર્યો.* *ડો.ગઢવી સાહેબે પણ તાત્કાલિક સોનોગ્રાફી અને એમ આર આઈ ના રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે ઉપરા ઉપરી ત્રણ સિઝેરિયન ડીલેવરી ને લીધે ગર્ભમાં બાળકને બદલે પ્લેસન્ટા નીચે તરફ રહેલું છે.*
*હવે આ પરિસ્થિતિમાં ઓપરેશન કરવું ખૂબ કપરૂ હોય કારણ કે જો પ્લેસન્ટા દૂર કરવા જઈએ તો આ જગ્યા પર બ્લડ વેસલ્સ એટલે કે રુધિરવાહિનીઓ ખૂબ જાડી હોવાને લીધે વધુ માત્રામાં બ્લીડિંગ (રક્તસ્ત્રાવ)થાય અને દર્દી તથા નવજાત શિશુનો જીવ પણ જોખમાઈ જાય.*
*આ મુશ્કેલીનું નિવારણ કરવા સૌથી પહેલા તો યોગ્ય અને પૂરતા જથ્થા માં બ્લડની વ્યવસ્થા કરવી પડે વળી દર્દીનું બ્લડ ગ્રુપ *A-negetiv હતું જે બહુ જ જૂજ લોકોમાં જોવા મળે* પરંતુ રામચરિત માનસ ની ચોપાઈ મુજબ
*"लाय सजीवन लखन जियाये, श्री रघुवीर हरषि उर लाये॥"*
ડો.ગઢવી સાહેબે તાત્કાલિક પૂરતી માત્રામાં બ્લડની વ્યવસ્થા કરી રાડા પરિવારને આસ્વસ્થ કર્યા અને બહુ જ કપરૂ અને જોખમી ગણાતા આ ઓપરેશન ની તૈયારી કરી
*આમ તો આ પ્રકારના ઓપરેશન ઘણા કલાકો ચાલે પરંતુ જો આવું થાય તો દર્દી માટે મુશ્કેલી થાય. પરંતુ રાડા પરિવાર માટે દેવદૂત સમા ડો.ગઢવી સાહેબ માત્ર દોઢ કલાક જેટલો નજીવો સમય લઈ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.*
*આ ઓપરેશનમાં એનેસ્થેસી આપવામાં માહિર એવા જુનાગઢના ડોક્ટર રમેશ ચોટલીયા સાહેબ સાથે સાથે સર્જનની પણ જરૂર પડે એ માટે સૌરાષ્ટ્રના ખ્યાતના સર્જન ડોક્ટર વિનય હરિયાણી સાહેબ તથા ડોક્ટર યાદવ સાહેબ પણ હાજર રહ્યા અને ઓપરેશનને અંતે રાડા પરિવારને ત્યાં સવા બે કિલો વજન સાથે પૂત્ર રત્નનો જન્મ કરાવ્યો, જે સુપ્રસિદ્ધ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર કલ્પેશ બાખલકીયા સાહેબને ત્યાં પ્રાથમિક સારવારના અંતે પરિવારને સુપ્રત કર્યો*
આમ,
*दैहिक दैविक भौतिक तापा।*
*राम राज नहिं काहुहिं ब्यापा।।*
ચોપાઈને જૂનાગઢની ન્યુ લાઇફ કેર હોસ્પિટલના ડો.કેતન ગઢવી સાહેબે સાર્થક કરી બતાવી.

08/09/2024

આજે ગાયનેક હોસ્પિટલ માં દાખલ થતાં જ દર્દી અને સગા વહાલા ના મન માં એક જ યક્ષ પ્રશ્ન હોય છે કે નોર્મલ ડીલીવરી થઈ જાય અને મોટાભાગ ના મારા સંપર્કમાં આવેલા પેશન્ટ એવું માને છે કે હોસ્પિટલ માં દાખલ થવું એટલે सिजेरियन જ થશે.
ન્યુ લાઈફ કેર હોસ્પિટલ એક જુદી વિચાર ધારા પર કામ કરે છે કે જેમાં દર્દીઓને emergency કે high risk હોય તો જ सिजेरियन ને Priority આપવામાં આવે છે
નોર્મલ ડિલીવરી આપણા જીવન માં જે બીજી biological process કરીએ છીએ એટલી જ સામાન્ય બાબત છે. માત્ર તેમાં પીડા વધારે થાય છે. નોર્મલ ડિલીવરી natural process હોવાથી અમે તેને Priority આપીએ છીએ
એકબાજુ અમુક ગાયનેક હોસ્પિટલ માં 3 માંથી ૨ सिजेरियन અને ૧ નોર્મલ ડિલીવરી કરવામાં આવે છે તેની સામે ન્યુ લાઈફ કેર હોસ્પિટલ ટીમ માં 3 માંથી ૨ નોર્મલ ડિલીવરી અને ૧ सिजेरियन કરાવવામાં આવે છે
અમારો આ perspective જ આજે દર્દીઓ સાથે ના આત્મીય સંબંધો માટે મુખ્ય કારણ છે એટલે દુઃખાવા ના ડર થી सिजेरियन કરવાનું શકય હોય તો ટાળો અને ડિલીવરી સબંધી કોઈ પણ પ્રશ્નો માટે ન્યુ લાઈફ કેર ના હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અને જરૂરી મદદ મેળવશો
ડોક્ટર કે. પી .ગઢવી
ન્યુ લાઈફ કેર હોસ્પિટલ
દ્વારિકા પ્લાઝા 2
ઝાંઝરડા ચોકડી જુનાગઢ

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Samarath Ahir, Tushar Popat, Vidhi Rajpopa...
05/09/2024

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Samarath Ahir, Tushar Popat, Vidhi Rajpopat, Drmumtaj N Theba, Usaid Bloch, Dhiru K Katira

Drop a comment to welcome them to our community, fans

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Samarath Ahir, Tushar Popat, Vidhi Rajpopa...
05/09/2024

Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Samarath Ahir, Tushar Popat, Vidhi Rajpopat, Drmumtaj N Theba, Usaid Bloch, Dhiru K Katira

Drop a comment to welcome them to our community, fans

11/08/2024





*હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની વાત આવે ત્યારે ન્યુ લાઈફ કેર હોસ્પિટલને મોટાભાગના લોકો પ્રાથમિકતા આપે છે, ઉપરાંત મારા સાથી ગાયનેક મિત્રો પણ હાઈ રિસ્કની કન્ડિશનમાં ન્યુ લાઈફ કેર હોસ્પિટલ અને ડો કે પી ગઢવીને સજેસ્ટ કરે ત્યારે તેનું એક મહત્ત્વનું કારણ મોટા ભાગ ના દર્દીઓને નોર્મલ ડિલીવરી માટે પ્રોત્સાહિત & માર્ગદર્શિત કરવા અને સ્ટાફનો સપોર્ટ જવાબદાર છે. આવા જ એક patientનો review આપની સાથે Share કરીએ છીએ*

*~ડો કે પી ગઢવી અને ન્યુ લાઈફ કેર હોસ્પિટલ પરિવાર

25/07/2024

પ્રથમ સિઝેરિયન ડિલિવરી બાદ, બીજુ બાળક પ્રયત્ન છતાં ન રહેતા, પેશન્ટ અમારી પાસે આવેલ અને તેમની વંધ્યત્વની સારવાર બાદ ટ્વિન્સ બાળકો જોડિયા બાળકો રહેતા 9 મહિનાની સારવાર બાદ સફળ રીતે બંને બાળકોનો જન્મ સિઝેરિયન દ્વારા એક બાળકનું વજન 2.7 kg અને બીજા બાળકનું 2.8 kg
આ પેશન્ટનોન્યુ લાઈક કેર હોસ્પિટલ પ્રત્યે અભિપ્રાય
ડોક્ટર કે.પી . ગઢવી અને ન્યુ લાઈક કેર હોસ્પિટલ
આપનો અમારા પર વિશ્વાસ મૂકવા બદલ ખુબ ખુબ આભાર માને છે.

25/07/2024
24/07/2024

માત્ર 12 કલાકની અંદર લેપ્રોસ્કોપી દૂરબીન વડે ગર્ભાશયનlના ઓપરેશન બાદ પેશન્ટ અને 24 કલાક ઘરે જતું રહે છે આવા જ એક પેશન્ટનો
અભિપ્રાય
ડોક્ટર કેપી ગઢવી
ન્યુ લાઇફ કેર હોસ્પિટલ ટીમ

13/07/2024






*ન્યુ લાઈફ કેર હોસ્પિટલ આમ તો બાળકોના જન્મની કિલકારીઓથી ગુંજતું રહે છે, પણ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે માતાની અગાઉની સર્જરી અને અનિવાર્ય એબોર્શન બાળકના જન્મને અજાણ્યા ડરથી ભરેલો અનુભવ બનાવે છે.*
*જૂનાગઢમાં આવી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની કન્ડિશનમાં રિદ્ધિબેન ભરતભાઈ ગરચર (અગાઉ ૨ સીઝેરીઅન, ૨ એબોર્શન) જેવા અનેક દર્દીઓ ડો. કે પી ગઢવી અને ન્યુ લાઈફ કેર હોસ્પિટલ ટીમ પર પોતાનો વિશ્વાસ બતાવે છે, એ જ બાબત મને અને મારી ટીમને ઉર્જાનો નવસંચાર પૂરો પાડે છે.*

*રિદ્ધિબેન ગરચરનો ન્યુ લાઈફ કેર હોસ્પિટલ, જૂનાગઢ સાથેનો અનુભવ આ સાથે Share કરીએ છીએ*

*~ડો કે પી ગઢવી અને ન્યુ લાઈફ કેર હોસ્પિટલ ટીમ*

My dear friend
10/06/2024

My dear friend

Address

Dwarika Plaza 2, 2nd Floor, Zanzarda Chowkdi
Junagadh

Telephone

+916353937337

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr K.P. gadhavi New Lifecare Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category