24/03/2020
કોરોના વાઇરસ અને મહામારી શું છે?
(૧) આ એક વિષાણુ (વાઇરસ ) થી થતો રોગ છે કે જે શ્વશનતંત્ર માં ચેપ ફેલાવે છે. હવા ને બદલે એ નક્કર વસ્તુઓ ના સ્પર્શ થી તેમજ છીંક ઉધરસ દ્વારા બહાર ફેંકાયેલા લાળ બિંદુઓ થી ફેલાતો હોય ઝડપ થી ફેલાય છે અને મહામારી (પાન્ડેમિક) માં પરિણમે છે.
(૨) આ એક જૂનો વાઇરસ છે જે નવા સ્વરૂપ માં વધુ ઈવૉલ્વ થઇ ને ફરી થી આવ્યો છે અને હાલ પ્રથમ ૨૦૧૯ માં ચાઈના મા
દેખાયો હોય તેને Covid-19 તરીકે ઓળખાવા માં આવે છે
(૩) ઝડપ થી ફેલાતો હોઈ એમના થી બચવા માટે સામાજિક અંતર, સરકાર અને વ્યવસ્થા તંત્ર દ્વારા સૂચવાયેલ પગલાં નું પાલન અને પોતાની વ્યક્તિગત હાઇજીન એની સામે મદદરૂપ થઇ શકે.
(૪) આ મહામારી /રોગ કોઈપણ વ્યકતિ ને શરદી,છીંક , ઉધરસ, સતત તાવ, થાક લાગવો અને અમુક કિસ્સા માં ટાઢ કે ધ્રુજારી આવવી જેવા લક્ષણો દેખાય તો તુરંત આપના દાક્તર કે સરકાર દ્વારા સૂચવાયેલ હેલ્પલાઇન નો સંપર્ક કરવો. છુપાવવા થી આપ આપણા ઘર ના વ્યકતિઓ તથા પુરા સમાજ ને મોટા જોખમ માં મુકશો અને આપ પોતાની સારવાર સમયસર લેવા ની તક ચુકી જશો.
(૪) આ રોગ માં ૬૦ વર્ષ થી વધુ વય ના વયસ્કો(વડીલો) , ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યકતિઓ,ડાયબિટીઝ ,હૃદયરોગ બીપી ધરાવતા લોકો,ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (અંગ પ્રત્યારોપણ ) વાળા લોકો, અને બીજી ગંભીર અને કાયમી બીમારીઓ ધરાવતા વ્યકતિઓ માટે જાન નું જોખમ વધારે છે. એટલે આવા વ્યકતિઓ એ ૧૨ અઠવાડિયા સુધી ઘર ની બહાર નીકળવું નહિ અને દવાઓ નિયમિત રીતે ચાલુ રાખવી અને નજીકના મેડિકલ સ્ટોર પરથી મંગાવી લેવી.
(૫) ઉપર ના વ્યકતિઓ ઘર માં હોય તો તેવા ઘર માં શક્ય હોય તો બહાર જનારા વ્યકતિઓ એ એમના સંપર્ક માં આવવું નહિ . બની શકે તો સ્વતંત્ર (એટેચ્ડ ) બાથરૂમ ટોયલેટ વાળો ઓરડો એમને આપી એમને અલગ જમવાનું પૂરું પડી તેમનું વિશેષ ધ્યાન રાખી શકાય. બહાર કામ પર જનારા વ્યકતિઓ એ એમના રુમ માં જવું નહિ.
આવા દર્દીઓ એ એમની દવા બહાર થી મંગાવી લેવી અને આવનારા મહિનાઓ માં રૂટિન ચેકઅપ માટે આવવું નહિ.
(૬) કોઈ ને શરદી તાવ છીંક ઉધરસ અને થાક ના લક્ષણો દેખાય તો તુરંત માસ્ક નો વપરાશ ચાલુ કરી ડોક્ટર અથવા હેલ્પલાઇન માં જાણ કરવી.
ગુજરાત હેલ્પલાઇન નંબર:104
(૭) બની શકે તો સૅનેટાઇઝર ને બદલે સાબુ કે હૅન્ડવૉશ ની ઉપયોગ કરી હથેળીઓ આગળ,પાછળ અને આંગળીઓ માં વચ્ચે બરોબર ધોવા. કોઈપણ બહાર ની વસ્તુઓ ના સંપર્ક માં આવ્યા પછી,બહાર થી આવ્યા પછી હાથ ધોવા અનિવાર્ય છે.
બહાર જઈને આવેલી કે કામ પર થી પછી આવેલી વ્યક્તિએ સુધી પ્રથમ કામ ન્હાવા /સ્નાન કરવા નું કરવું ,ઘર ના વ્યકતિઓ ને પણ પછી જ મળવું
(૮) જો કોઈ વ્યકતિ ઘર બહાર છે અને એમને ખાવા ની,પીવાની, કે ચહેરા પર ના છૂટકે અડકવા ની જરૂરિયાત ઉભી થાય તો તેવા સંજોગો સૅનેટાઇઝર નો ઉપયોગ થઇ શકે અને એના પછી પાંચદસ મિનિટ રક્ષણ મળી શકે પરંતુ સૌથી શ્રેષ્ઠ સાબુ થી હાથ ધોવા એ જ ઉપાય છે
(૯) અવારનવાર નાક,આંખ ચહેરા ને આંગળીઓ થી સ્પર્શવું નહિ અને આ ટેવ તુરંત માં છોડી દેવી.
---ડો વીવી અઘેરા અને કલ્પ હોસ્પિટલ મેડીકલ ટીમ
--પ્રુફ રીડિંગ ,સંક્લન :અજય ઓડેદરા