01/05/2024
"સાહેબ, તમે મારી બીમારી વિષે જે કાંઈ કહ્યું તે બરાબર પણ તમે દવા લખો તે પહેલાં તમને કહી દઉં કે મને કોઈ પણ દવા માફક નથી આવતી.
મારે તો તમારી પાસે ખાલી બીમારી વિશે જાણવું હતું. દવા તો હું જનરલી લેતો જ નથી.......!"
"કઈ રીતે માફક નથી આવતી ....?"
"સાહેબ હું કોઇ પણ દવા પીઉં એટલે રિએક્શન આવી જાય છે ..!"
"પણ દરેક દવાઓ થી એલર્જી તો ન નીકળે..! "
"સાહેબ મને એવી એલર્જી નથી, પણ બસ મને દવા જ પીવી ન ગમે. અને પરાણે પીધા પછી ખબર નહીં શું પણ કઇંક થવા માંડે..!"
"પણ તમારી બીમારી માટે દવા (ટેબ્લેટ) નો વ્યવસ્થિત કોર્સ અત્યંત જરૂરી છે, નહીંતર બીમારી વધી જશે અને દાખલ થઈ ઇંજેક્શન લેવા પડશે......!"
"પણ સાહેબ તમે સાવ થોડી અને ગરમ ન પડે એવી દવા લખો એટલે બોવ વાંધો નહીં આવે..!"
"જો ભાઈ, વૈશ્વિક વિજ્ઞાન નાં આધારે બનેલી દવાઓ માં માણસ નાં દર્દો મટાડવા નાં રસાયણ હોઇ છે. આડઅસર નો સીધો સબંધ મન અને તાસીર પર હોઇ છે.
દવા સાથે તીખો ખોરાક, તમાકુ, કડક ચા, તેલ-મરચું ખાવામાં આવે તોજ આડઅસર થાય. માટે પૂર્વગ્રહ સાથે નહીં, ઠંડા દૂધ સાથે દવા લ્યો.
તેમ છતાં તમારી તાસીર ના લીધે વધુ કાંઈ થાય તો તુરંત બતાવવા આવી જજો..!"
"ભલે પણ ફુલ 500 પાવર ની ન લખતાં. ઈ દવા પેટમાં બોવ ગરમ પડે છે. કાલે ફેમિલી ડોક્ટર પાસેથી ખાલી એક ડોઝ લીધો ત્યાં તો આખા શરીરમાં બળતરા ઉપડી ગઈ. હજી સુધી પગ ના તળીયા બળે છે. "
"બસ ભાઈ, તમે જાવ હવે. હું દવા જ નથી લખતો...!"
"સાહેબ તમે તો નારાજ થઈ ગયા..!"
"તો શું..! તમને પાન માવા, તમાકું, બીડી સિગરેટ, શાક નો તેલ મસાલા વાળો રસો, કડક ચા, ખમણ લોચા, ઉજાગરા ચિંતા વગેરે થી એસિડિટી નહીં થાય. અને પેરાસિટામોલ 500 પાવર ની ગોળી થી થશે..........! ભલે તે બિલકુલ આડ અસર વગરની હોય.......!
તમારી વાત પરથી લાગે છે કે તમને તો ખરેખર ડૉક્ટર જ બીમાર પાડે છે. નહીંતર તમારી જીવન શૈલી અને ખાનપાન તો તમને અમર રાખે એવા છે....!
હું ડૉક્ટર છું, દવા ઇંજેક્શન થી જ સારવાર કરી શકું છું. મારી પાસે બીમારી સારી કરવા મંત્ર જાપ કે વિધી નથી.
બીજી પાયા વગર ની સમાજ માં એ માન્યતા છે કે દવા નો પાવર હોઇ ત્યાં સુધી જ સારુ રહે!! તર્ક વિહોણી વાત છે, દવા નો કોર્સ પૂરો કર્યા પછી જો પાછી તકલીફ આવે તો જે કર્મ થિ પેહલી વાર દુખ આવ્યુ તુ એ પાછું આપડા થિ થયુ એટ્લે દર્દ પાછું આવ્યુ...