
10/09/2025
મિશન ૨૦૨૫-૨૬, ભાગ્યોદય આપના આંગણે…
કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હવે કડી તાલુકામાં પણ પોતાની આરોગ્ય સેવા વિસ્તારી રહી છે.
હોસ્પિટલની સ્થાપનાના ૪૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન અનેકવિધ આરોગ્ય અને સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમો સંસ્થા દ્વારા આયોજિત થઈ રહ્યા છે.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ, અંગદાન અને દેહદાન જાગૃતિ અભિયાન, આયુષ્યમાન કાર્ડ નહી ધરાવતા દર્દીઓના પણ સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ એ જ રાહત દરથી તમામ ઓપરેશન, કડી તાલુકાના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપીડી ચાર્જ નિઃશુલ્ક જેવા વિવિધ સેવા કાર્યક્રમ સતત ચાલુ છે ત્યારે એ જ મિશન અંતર્ગત નવા જ પ્રોજેક્ટ
ભાગ્યોદય આપણે આંગણે…. નો આજે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપણા સૌની હોસ્પિટલ હવે ગામડા સુધી પોતાનો સેવા વિસ્તાર વધારી રહી છે. કડી તાલુકાના માથાસુર અને લ્હોર ગામમાં ભાગ્યોદય આરોગ્ય સેવા સેતુ નામથી નિઃશુલ્ક આરોગ્ય ક્લિનિક (દવાખાનું) શરૂ કરવામાં આવેલ હતું. સંસ્થાના ચેરમેન જગદીશભાઈ પટેલ, દાતા ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડ.), ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ, ગામના વતની અગ્રણી બિલ્ડર મહેન્દ્રભાઈ, કેળવણી મંડળ પ્રમુખ શ્રી આશિષભાઈ, પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ, પ્રમુખ શ્રી શૈલેષભાઈ, અગ્રણી સમાજસેવક દેવેન્દ્રભાઈ રાવલ,પૂર્વ સરપંચ સુરેશભાઈ, શ્રી કુલદીપભાઈ કડી નગરપાલિકા સદસ્ય વિપુલભાઈ, મૌલિકભાઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ, ભાગ્યોદય હોસ્પિટલ અને કોલેજના વિશાળ સંખ્યામાં ડોક્ટર્સ અને કર્મચારી મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.