
15/03/2025
ફેમિલી ડોક્ટર...... ડોક્ટર જે તમારા ઘરના સભ્ય તરીકે વર્તે, ઘરના ડોક્ટર.
ફેમિલી ડોક્ટર , ડૉક્ટર કાકા , ડૉક્ટર મામા , ડૉક્ટર દાદા આ બધા શબ્દો હવે અદૃષ્ટ થઈ રહ્યા છે.
જે ડોક્ટર પાસે નાનામાં નાનું બાળક , દીકરી , ઘરની વહુ કે વૃદ્ધ માણસ પોતાની સમસ્યા વ્યક્ત કરી દવા લઈ આવતા , ડોક્ટરને તેના આખા કુટુંબની પૂરેપૂરી શારીરિક , આંતરિક , આર્થિક તથા સામાજિક જાણકારી રહેતી.તે પ્રમાણે ડૉક્ટર શારીરિક સમસ્યા અને કોઈક વખત કૌટુંબિક સમસ્યાનું સમાધાન કરી આપતા.
ડોક્ટર તેના ફેમિલી પેશન્ટ ની આર્થિક હાલત પ્રમાણે મદદ અને સારવાર પણ કરતા.ડોક્ટર સમક્ષ તે દર્દીની ૩ થી ૪ પેઢી સારવાર કરાવી ચૂકીહોય.ડોક્ટરે તે દર્દીની આર્થિક લીલી સૂકી ( ચઢતી પડતી ) પણ જોઈ હોય અને એ પ્રમાણે સારવારનો ચાર્જ લીધો હોય.
પણ હવે જમાનો બદલાઈ ગયો છે , નવો શિરસ્તો અમલમાં આવ્યો છે.
" આપણે ડોક્ટર
જોડે ઘર જેવું "
બેશુમાર રૂપિયા આપીને ભણ્યા હોય તે ધર્માદા કરવા થોડા બેઠા હોય ?
મેડિકલ સ્ટોર , લેબોરેટરીમાં રૂપિયા લઈને ભાગ કર્યો હોય તે
મેડિકલ સ્ટોર વાળા કે લેબોરેટરી વાળા તમને છોડવાના છે ? ચાલુ કંપની ની મોંઘી દવાઓ જે આડ અસર પણ કરી શકે છે. લેબોરેટરીમાં રિપોર્ટ મોંઘા અને બિન ભરોસા પાત્ર હોઈ શકે.
કહેવાય છે ને "ભલા માણસ જો ઘોડો ઘાસથી દોસ્તી કરે તો ખાય શું ?"
સંક્ષિપ્તમાં ડોક્ટરના મધુર વાણીથી આફરીન થઈને હવે દર્દીઓ ડોક્ટર પ્રત્યે આકર્ષાય છે.
આવા ડોક્ટર કોઈના " ઘરના નથી હોતા ", જ્યારે તમારું સ્વજન ગંભીર હાલતમાં હોય ત્યારે આ *તમારા ઘર જેવા ડોક્ટર "તમને બહાર મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલી આપે છે અને તગડું કમિશન મેળવે છે.
હવે વિધિની વક્રતા કહો કે કઈ પણ ,આ દર્દી બહાર જઈને અઢળક પૈસા ખર્ચીને પાછા આવે ત્યારે તેમના " ઘર જેવા ડોક્ટર" ચાર્જ લેતા નથી એમ સમજીને હરખાય છે અને આજુબાજુના પાડોશી આગળ " ઘર જેવા ડોક્ટર" ના વખાણ કરતા થાકતા નથી પણ તે આ વાતથી અણજાણ હોય છે કે તેમના " ઘર જેવા ડોક્ટર"ને મોટી હોસ્પિટલમાં થી તગડું કમિશન મળી ચુક્યું હોય છે.
શકય છે કે ગામમાં આવા પ્રકારના અનુભવ ઘણાને થઈ ચૂક્યા હશે. અને બાકી હશે તો હવે થશે
હવે ડોક્ટરનો વ્યવસાય માં ડોક્ટર - દર્દી વચ્ચે સ્નેહના તાણાવાણા જેવા સંબંધો નથી રહ્યા.
ડોક્ટર ની આવડત નહીં, ગામનાં અનિષ્ટ તત્વો અને અસંતુષ્ટ તત્વોનું પ્રભુત્વ વધી રહ્યું છે. અને વચેટીયાઓ તરીકે દર્દીના સગાઓ પણ કમિશન ખાઈ રહ્યા છે. ડોક્ટર પાસે વધારે બિલ બનાવી ઓછા કરવાનાં બહાના હેઠળ મલાઈ ખાઈ રહ્યા છે અને દર્દીઓ આર્થિક રીતે લૂંટાઈને પણ જીવ ગુમાવી રહ્યા છે.
અધૂરામાં પૂરું ગામડામાં જઈને લોકો કેમ્પ અને સસ્તા ભાવના રિપોર્ટના બહાને દર્દીને બહાર પોતાને ત્યાં ખેંચી જવા તૈયાર જ હોય છે.અને બિન જરૂરી એન્જીઓગ્રાફી અને બાયપાસના ચક્કરમાં ફસાઈને જીવ ગુમાવે છે. જે તાજેતરમાં
એક હોસ્પિટલના કેમ્પમાં લોકોને અનુભવ થયો હતો. આવો એક કેમ્પ ઉકરડીના મુવાડામાં યોજાયો હતો અને
પેલી હોસ્પિટલના સંચાલકો
પણ ત્યાંથી જ પકડાયા હતા.
હજુ સમય છે સારા ફૅમિલી ડોક્ટર શોધવાનો, સારા પ્રમાણિક, હોંશિયાર એમબીબીએસ, DHMS કે BSAM ડોક્ટર તમારા સારા ફેમિલી ડોક્ટર બની શકે છે.
એડવોકેટ પ્રતિમા શેલાર , આશિષ શેલાર , મહારાષ્ટ્ર બીજેપીના ઇન્ફોર્મેશન અનેj ટેક્નોલોજી મિનિસ્ટરના પત્ની જે ફેમિલી ડોક્ટરનું મહત્વ સમજાવે છે. તેમના ફેમિલી ડો અશોકભાઈ શેઠ છે જે ૫૦ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેમના દર્દીઓના બાળકો બહારના દેશમાં રહીને પણ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ ચાલે છે. તેમણે ફેમિલી ડોક્ટરનું મહત્વ બહુ સરસ રીતે સમજાવ્યું છે
હવે પછી આવા સેવાભાવી
ડોક્ટર દુર્લભ થઈ જશે અને
મેવા ખાવાવાળા ડોક્ટરની
ઉત્પત્તિ ચાલુ છે.
તાજેતરમાં આપણે એક સેવાભાવી ડો ગિરીશભાઈ
તલાટી ગુમાવ્યા છે. જે એક
સારા ફેમિલી ડોક્ટરનું ઉત્કૃષ્ટ
ઉદાહરણ છે. ડો ગિરીશ ભાઈએ સમાજને 45 વર્ષ જિંદગીના છેલ્લા દિવસ સુધી
ખરાબ સ્વાસ્થ્ય સાથે સેવા આપી. એ નવા ડોક્ટર માટે એક
સચોટ ઉદાહરણ છે.
આશા રાખીએ સમાજને
આવા નવા ફેમિલી ડોક્ટર
મળતા રહે.
આપનો હિતેચ્છુ,
ડો ભાવેશ શાહ.