
28/09/2022
તા. ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ મહુધા ખાતે ૨૨ વર્ષીય સગર્ભા દર્દી તોરલબેનભોઈ પ્રસૂતિ નો દુઃખાવો થતાં તાત્કાલિક વેદ હોસ્પિટલ , મહુધા ના ગાયનેકલોજીસ્ટ ડૉ. ગીતા મકવાણા મેડમ નો સંપર્ક કર્યો હતો. જ્યાં દર્દી ને દાખલ કરી સારવાર ચાલુ કરી હતી, અને રાત સુધી માં નોર્મલ ડિલિવરી થઈ હતી જેમાં દર્દી તોરલ બેન એ દીકરી ને જન્મ આપ્યો હતો.
નવરાત્રી નો દ્વિતીય દિવસ એ માં દુર્ગા સ્વરૂપ દીકરી નો જન્મ થતાં તોરલબેન સંજયભાઈ ભોઈ તથા પરિવારે ખુબ હર્ષ સાથે આ ખુશી ની વાત ને સ્વીકારી આનંદ ની લાગણી અનુભવી હતી. ભોઈ પરિવાર એ વેદ હોસ્પિટલ મહુધા તથા સ્ટાફ ને ખુબ જ તકેદારી થી સારવાર કરવા બદલ આભાર માન્યો હતો.
હાલ માં દર્દી તથા બાળક બંને સ્વસ્થ હાલત માં છે તેમ ડૉ. ગીતા મકવાણા એ જણાવ્યું હતું.
બેટી બચાઓ, બેટી પઢાઓ તથા બેટા બેટી, એક સમાન એ આપણો મંત્ર હોવો જોઈએ.