13/05/2025
ઋણ સ્વીકાર
જય હિન્દ.....
આઝાદ કલબ-કેશોદના"અમૃત મહોત્સવ"નિમિત્તે આયોજિત ભારતીય સેનાના પૂર્વ સૈનિકોના અભિવાદન કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિનો નમ્ર ભાવે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ.
હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલ યુદ્ધની તનાવ ભરી પરિસ્થિતિમાં અખંડ ભારતના ત્રણેય દળના સૈન્ય,સશસ્ત્ર દળના જવાનો પ્રત્યે રાષ્ટ્રીય ભાવનાનો સંચાર થાય તેવા આશયથી આઝાદ કલબ-કેશોદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમારા નિમંત્રણને માન આપીને આપની બહુમૂલ્ય ઉપસ્થિતિ રહી તેનો અમે હૃદયથી આભાર માનીએ છીએ.દોડધામના સમયમાં સૌ પોતપોતાના કામમાં સતત વ્યસ્ત હોવા છતાં સમય કાઢી આ મહત્વના પ્રસંગે કેશોદના માનનીય ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ માલમ,પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા,Dy.S.P.શ્રી બી.સી.ઠક્કર સાહેબ,મામલતદારશ્રી સંદીપ મહેતાસર,ટી.ડી.ઓશ્રી.આર.વી.ઓડેદરાસર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભનુભાઈ ઓડેદરા,આ સમારોહમાં "કેશોદ રત્ન ૨૦૨૫"સન્માનિત ભારતીય સેનાના ત્રણેય દળના પૂર્વ જવાનો,દાતાશ્રીઓ,ઉપસ્થિત રાજકીય,સામાજિક,શૈક્ષણિક અને સરકારી ક્ષેત્રનાં સર્વ અધિકારી,પદાધિકારી અને અગ્રણીઓ,કેશોદ શહેરની જુદી જુદી NGO,સેવાકીય સંસ્થા અને સંગઠનના પ્રતિનિધિઓ,સરગમ કરાઓકે ગ્રુપ,શહેરીજનો ,ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાના પત્રકાર મિત્રો વગેરેએ સમારોહના અંત સુધી ઉપસ્થિત રહી પૂર્વ સૈનિકોની સેવાને બીરદાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા બદલ સૌનો પુનઃ ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરીએ છીએ.
જય હિન્દ, ભારત માતા કી જય...🙏💐
લિ.
ડૉ.હમીરસિંહ વાળા(પ્રમુખશ્રી આઝાદ કલબ-કેશોદ)
ટ્રસ્ટીશ્રીઓ,અડવાઈઝરી સમિતિ અને આઝાદ કલબ પરિવાર- કેશોદ
https://youtu.be/WM913xl7Wtg?si=-b2gEAzlZwKMHFSt રિપોર્ટર પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવયાંગ ન્યુઝ જુનાગઢ
https://youtu.be/2k_BeY__PBE?si=vHAQQqtqWJrvVYyy
*રાજુભાઈ પંડ્યા કેશોદ*
કેશોદ માં ભારતીય સેનાના પૂર્વે સૈનિકોનો અભિવાદન સમારોહ યોજાયો.
https://www.instagram.com/reel/DJkGciTN-_J/?igsh=MXJ4dmNwbjAydTZmcw==