20/01/2024
*BRUGADA SYNDROME*
આ નામ બહુ ઓછા લોકો જાણતા હસે કદાચ ! પણ હા,
*BERMUDA TRIANGLE* આ નામ જાણે અજાણ્યે ઘણા બધા એ સાંભળી લીધું હસે અને એની ખાસિયત પણ ખબર હસે. એક એવો એરિયા કે જે ઉત્તર અમેરિકા ની નીચે અને જમૈકા ના ટાપુઓ ની બાજુમાં अटलांटिक મહાસાગર નો એક ભાગ છે, અને એની ઉપર થી પસાર થતા તમામ વિમાન/જહાજ કે બીજું કાંઈ પણ, એના magnetic field ના લીધે એમાં ખેંચાયા છે અને આજ સુધી મળ્યા નથી.
ટૂંકમાં એનો મતલબ BERMUDA TRIANGLE એટલે ગયા સમજો. એવું ને એવું BRUGADA SYNDROME નું હ્રદય માટે છે, અત્યાર નો સૌથી મોટો ચર્ચાતો વિષય છે, YOUNG DEATH DUE TO SUDDEN CARDIAC ARREST. આવા કિસ્સાઓ માટે આ syndrome સૌથી જૂનો ખેલાડી છે.
આવું જ એક દર્દી અમારે ત્યાં તારીખ 4/1/2024 ના રોજ દાખલ થવા આવ્યું. છાતીમાં દુખાવો ઉપડ્યો એની 10 મિનિટમાં તો હોસ્પિટલમાં હાજર, તાત્કાલિક ECG તપાસ કરતાં એમાં નિદાન INFERIOR WALL MI with BRUGADA SYNDROME.
એક પળવારમાં નિર્ણય લઈ ને સગા ને જોખમ અને Prognosis સમજાવી દીધું, સગા તાત્કાલિક તૈયાર પણ થઈ ગયા ને દર્દીને ICU માં સારવાર ચાલુ કરી દીધી.
વચ્ચે વાતવાતમાં દર્દીના સગા ને FAMILY HISTORY પૂછી તો માલૂમ પડયું કે દર્દી ના કુલ 5 ભાઇઓ છે એમાંથી 2 ભાઈ આવી રીતે ઘરે જ મરણ પામેલ છે (YOUNG CARDIAC ARREST AND DEATH) એટલે સગા વહાલા ગભરાયેલા હતા અને એટલે જ તાત્કાલિક સન્મતિ પણ આપી દીધી હતી.
સારવાર તો ચાલુ કરી દીધી પણ ડોક્ટર તરીકે હું પણ થોડી વાર માટે હચમચી ગયો કે આ દર્દી નું બચવું તો IMPOSSIBLE છે. પણ પછી નક્કી કર્યું કે *જોઈએ, પડશે એવા દેવાશે.*
Streptokinase 1.5 MIU ની સારવાર ચાલુ હતી, બાજુમાં defibrillator તૈયાર જ રાખ્યું હતું અને એવું જ થયું. સારવાર ચાલુ કર્યા નો સમય 3.45 વાગ્યે અને મારી નજર સામે મોનિટર માં દર્દી ના ધબકારા ની રિધમ ખોરવાઇ. 3.58 વાગ્યે દર્દી ને Ventricular Fibrillation થયું. Ventricular fibrillation એટલે હ્રદયના છેલ્લા ધબકારા ને તરત જ દર્દી ને ખેંચ જેવું ચાલુ થાય. અને પછી દર્દીનું મરણ થઈ જાય. આનો એકજ ઉપાય, DC SHOCK. તાત્કાલિક નિર્ણય લઈને 150 Jule નો shock (કરંટ) આપ્યો અને મોનિટર માં ધબકારા નિયમિત અને દર્દી stable થયું. પણ અહીં કામ પૂરું નથી થયું, દર્દીને આવું ને આવું 3.45 pm થી 4.17 pm ના સમય માં 3 વાર થયું ने પછી ના બે વખતે 200 Jule ના shock[કરંટ] આપ્યા ને દર્દી પૂરેપૂરી રીતે Stable થયું.
સમય ના અભાવે અને Quick Decisions માટે દર્દીના સગા ને તો પાછળ થી બોલાવી ને સમજાવ્યા કે આવું થયું હતું ને આટલું આટલું કર્યું. દર્દીના સગાને તો જાણે જીવમાં જીવ આવ્યો ને અમારો આભાર માનીને ચૂપચાપ બહાર waiting માં બેસી ગયા. એ લોકો એતો આશા જ છોડી દીધી હતી કારણકે ઘરમાં આવું 2 વાર તો પહેલા જ થઈ ચૂક્યું હતું એટલે એમની સામે તો જે થાય એ પણ રાહ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
ત્યારબાદ દર્દી ને 3 દિવસ ICU માં રાખી સારવાર આપી, ચોથા દિવસે વોર્ડ માં OBSERVATION માટે રાખી અહીં થી સાજા સારા હેમખેમ રજા આપવામાં આવી.
4-5 દિવસ પછી Angiography કરાવી તો માલૂમ પડયું કે દર્દીને હ્રદય 3 મેજર (મુખ્ય) નસો બ્લોક છે એટલે બાયપાસ કરવા માટે અમદાવાદ દાખલ કર્યા ને હાલ દર્દી એકદમ સ્વસ્થ છે.
દર્દીની ઉમર ફક્ત 42 વર્ષ.
બસ આ જ DEDICATION, PASSION AND QUICK & RIGHT DECISION સાથે અમે કામ કરતાં રહીએ એના માટે ભગવાન અમને શક્તિ આપતો રહે અને આપ સૌનો સહકાર મળતો રહે એજ પ્રભુ ને પ્રાર્થના...🙏🙏🙏
સૌ સ્વસ્થ રહે, મસ્ત રહે...🙏
ડૉ. વિષ્ણુગીરી જે. ગોસ્વામી,
એમ. ડી. મેડિસિન,
વૃંદાવન હોસ્પિટલ,
ખેરાલુ.