22/09/2021
*“પાંડુ”...... લોહી ઓછું થઇ જવું* એ શું છે...,,?
તમને વિટામીન બી ૧૨, ડી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની જરૂર છે, મિનરલ ની જરૂર છે આવું બધું તબીબ રીપોર્ટ કે લક્ષણો થી કહે પરંતુ સામાન્ય માણસ તો આ બધું કેવી રીતે સમજે? લોહી ઓછું થાય તો તે તરત સમજે. ........હા.... શ્વાસ ચડે, થાક લાગે, ભય લાગે, હૃદય ના ધબકારા વધી જાય, અશક્તિ લાગે, ચહેરા ઉપર ફિકાશ જોવા મળે, ચહેરા ઉપર સફેદ છાપ – ઝાંય દેખાય, ખંજવાળ આવે, ચક્કર આવે, તાવ- તરસ વધુ લાગે, આંખ ની નીચે સોજા- થેથર થઈ આવે, કામ માં આળસ આવે, વારંવાર થૂંકવા નું મન થાય કે તરત સમજી જવાય કે લોહી ઘટ્યું છે.
લોહી તો જીવન છે. શરીર માં સાત ધાતુઓ છે. રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને શુક્ર. બધી જ ધાતુઓ ની અગત્યતા છે. બધી જ ધાતુઓ સંપૂર્ણ શરીર માં રહેલી છે દરેક નું પોતપોતાનું કાર્યક્ષેત્ર છે. છતાં પણ લોહી એ જીવન છે કારણકે શરીર ના પ્રત્યેક અંગ ને જરૂરી પ્રાણવાયુ અને ધાતુ પહોચાડવાનું કામ – ટ્રાન્સપોર્ટેશન નું કામ લોહી કરેછે. તેથી લોહી ની યોગ્ય માત્રા ની સાથે શુદ્ધતા ની પણ ખૂબજ જરૂરી છે. આજે લોહી નો વિચાર ખૂબજ થયો છે પણ લોહી ની શુદ્ધતા ના વિષય માં આયુર્વેદ નું જ્ઞાન ઘણુંજ ઊંડું અને બહોળું છે.
દૂધ સાથે ખટાશ કે નમક, ફ્રુટ ખાવાથી લોહી બગડે છે અને તેના કારણે ચામડી ના રોગો, ખોડો, ખજવાળ, મોઢા ના ચાંદા, ગાંઠિયો વા, શ્વાસ ના રોગો, નપુસંકતા, ગર્ભાશય માં ચાંદા, શ્વેતપ્રદર, સોજા, હૃદય ના રોગો, વાળ ના રોગો આ બધા જ લોહી ના બગાડ થી થાયછે.
લોહી ઓછું થાય એટલે ફિકાશ આવે, ચામડી નો રંગ પાંડુ રંગ થાય. અહી આદ્ય શંકરાચાર્ય યાદ આવેછે. પંઢરપુર માં ભીમાનદી ના કિનારે પ્રભુ પાંડુરંગ નું મંદિર છે. આ જોઈને શંકરાચાર્ય એ કહ્યું કે અહી પ્રભુ કર્તુત્વ ની પ્રેરણા આપેછે. સાંજ ના ગાયો ના ધણ પાછા વળવા ના - ગોધૂલી સમયે ઉડતી ધૂળ થી રંગાયેલો ભગવાન છે તેથી તે પાંડુરંગ કહેવાયછે.
અપચો, ઝાડા, કૃમિ, તાવ, રક્તપિત (એટલેકે *શરીર માંથી કોઇપણ માર્ગ- મોઢામાં થી, દાંત માંથી, પેશાબ કે યોની માંથી, ગુદા માર્ગ થી કે તિર્યક- ચામડી માંથી લોહી પડે તેને રક્તપિત કહેછે*) ના કારણે અને તે તે દર્દો ને યોગ્ય રીતે ના મટાડવા થી અને ભૂખ લાગ્યા વિના અત્યંત ખાટા અને ખારા પદાર્થો નું ભોજન કરવાથી કે પચવા માં ભારે ખોરાક ખાવાથી, વધુ પ્રમાણ માં જાતીય સંબધ રાખવાથી, દિવસે ઊંઘવાથી, માટી ખાવાથી એટલેકે વાસી, અસ્વસ્છ- બજારુ ગંદા ખોરાક ખાવાથી લોહી બગડે છે, લોહી ઓછું થાયછે.
લોહી ઓછું હોય ને જો તીખું, તળેલું ખાવામાં આવે, ચિંતા, ઉજાગરા થાય તો કમળો થતા સમય ના લાગે, લીવર ને બરોળ ઉપર સોજા થઈ આવે, પેટ માં પાણી પણ ભરાઈ જાય, કીડની ખરાબ થઈ શકે, બી.પી ઓછું કે વધી શકે અને અન્ય શારીરિક, માનસિક રોગો થઈ શકેછે.
આજના હિમેટોલોજી વિભાગે જે હજુ નથી વિચાર્યું તેથીય ઘણું આગળ નું આયુર્વેદે વિચારી ને સંપૂર્ણ સારવાર આપી છે. જે દર્દી ને દર દસ દિવસે બબ્બે બોટલ લોહી ની ચડાવવામાં આવે છતાં ૫ ગ્રામ થી લોહી વધે નહિ તેવા દર્દી ને સાથે મધુમેહ, લીવર, બરોળ નો ખુબજ સોજો હોય તો પણ આયુર્વેદ સારવાર થી નવ-દસ ગ્રામ લોહી બની રહે, લોહી બબ્બે વર્ષ સુધી ચડાવવું ના પડે.. તેવી જ રીતે સગર્ભા બેન ને છેલ્લા ત્રણ મહિના માં ત્રણ ગ્રામ લોહી ગર્ભને જોઈએ તેવા સમયે આયુર્વેદ થી જરૂર કરતા પણ અધિક દર મહીને સાડાત્રણ ગ્રામ લોહી વધારી શકાય છે.
*ઘરેલું ઉપચાર:* આમળા, દાડમ, ગુડુચી- ગળો, સાટોડી અને તેનાથી સિદ્ધ કરેલું ગાય નું ઘી અમે વૈદ્યો આપીને લોહી વધારીએ છીએ. દ્રાક્ષ, મગ, ચણા, હરડે, ગોમૂત્ર ભાવિત હરડે જેવા ઔષધો અને પાલક, તાદલજો, મેથી ની ભાજી, આમળા, સફરજન, મોસંબી, સંતરા, દાડમ, થી પણ લોહી વધે.
*આપણી આજુબાજુ માં રહેલા ઔષધો ને ઓળખો, અને નીરોગી રહો.*
Note :- Self Medication is a very dangerous to Health.....
ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ
હીંમતનગર
Mob- 94092 60998