26/11/2022
આજની પોઝિટિવ સ્ટોરી...
નવયુગલ.. લગ્નના ફક્ત એક જ વર્ષ થયેલું.. બેનને સારા દિવસો હતા.. બાયડના એક અંતરિયાળ ગામડામાંથી પ્રેગ્નન્સીની 3D-4D મોટી સોનોગ્રાફી કરાવવા અમારા હોસ્પિટલે આવેલા..
લગભગ 1 કલાક માતાના પેટમાં રહેલા બાળકની detail સોનોગ્રાફી કરવામાં આવી...સોનોગ્રાફી દરમ્યાન માલૂમ પડ્યું કે ગર્ભસ્થ શિશુંના હૃદયમાં તકલીફ છે..તકલીફ પણ જરા હટકે હતી.. દર્દી અને તેના સગાઓને સમજાવવું જરા મુશ્કેલ હતું.. ગર્ભમાં રહેલા બાળકનાં હૃદયમાં 2 ગાંઠ હતી.. અમારી ભાષામાં અમે એને Rhabdomyoma કહીએ..આ ગાંઠ જેમ જેમ બાળક મોટું થાય એમ કદાચ લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરતું હોય તો ક્યારેક એની જાતે એની size ઓછી થઈ જતી હોય છે.. આવું થવાનું કારણ આનુવંશિક હોય..એટલે કે માતા કે પિતા બેમાંથી જો કોઈ affected હોય તો બાળકમાં પણ આ બીમારી આવવાની શક્યતા રહે.. મોટાભાગે tuberous sclerosis નામની condition માં આવું થતું જોવા મળતું હોય છે..
હવે આગળ શું કરવું ,?? કયા ટેસ્ટ કરાવવા?? ભવિષ્યમાં બાળકને શું તકલીફ થઈ શકે અને એનું યોગ્ય નિવારણ શું કરી શકાય એની detail માં માહિતી આપી એમને સંતોષપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું...tuberous sclerosis વાળા બાળકનો ફોટો Google માંથી download કરી નીચે મૂક્યો છે..
દરેક સ્ત્રી એ પ્રેગ્નન્સી દરમ્યાન 3D-4D સોનોગ્રાફી ફિટલ મેડીસિન એક્સપર્ટ દ્વારા કરાવવી આવશ્યક છે..જો આપ કે આપના સગામાં કોઈ પણ સ્ત્રી પ્રેગનેન્ટ હોય તો તરત જ ખોડખાંપણ ની સોનોગ્રાફી કરાવવા સૂચન કરો.. તંદુરસ્ત બાળક એ દરેક યુગલનો હક છે....
જો સમાજમાં આ વિશે જાગૃતતા આવશે તો જ આવતીકાલનો તંદુરસ્ત સમાજ તૈયાર થશે...
વધારે જાણકારી માટે કોલ કરો.
6354662236
ડૉ ભાર્ગવ ગાયનેક સુપર સ્પેશીયાલીટી સેન્ટર
સિટી સેન્ટર, ડીપ એરિયા, મોડાસા, અરવલ્લી