
27/01/2024
૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં યોગ કોચ અંજનાબેન કાસુન્દ્રા અને પાયલબેન લોરિયા દ્વારા યોગની કૃતિ રજૂ કરેલ. જે બદલ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટર સાહેબ શ્રી, એસ. પી. સાહેબ શ્રી ધારાસભ્યશ્રી ના વરદ હસ્તે સન્માનપત્ર આપી યોગ કૃતિ રજૂ કરનાર તમામનું સન્માન આવ્યું. તે બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર.