
14/09/2023
તમારી પાચનશક્તિ નબળી પડી છે કે નહિ? કેવી રીતે જાણી શકાય?
- વારંવાર ગેસ - એસિડિટી થવી.
- ખાટા તીખા ઓડકાર આવવા.
- જમ્યા પછી પેટ ભારે થઈ જવું.
- મીઠું (ગળ્યું) ખાવાની ઈચ્છા થયા કરવી.
- જમ્યા પછી અથવા દિવસમાં 2-3 વખત પેટ સાફ થવું
- સવારે પાતળા અને સાંજે જાડા થઈ જાય એવો
અનુભવ થવો.
- સાંજે હાથ - પગની આંગળીઓ માં સોજા આવી જવા.
- સવારે જાગ્યા પછી સુસ્તી લાગવી.
- કારણ વગરનો થાક લાગવો.
- વધુ આળસ થવી (ઈચ્છા હોવા છતાં દરરોજ વ્યાયામ ન કરી શકાય)
- સારો ખોરાક લેવા છતાંય vit B12, vit D3, Hb% વગેરે ની ઉણપ થવી.
જો આમાંથી 2-3 લક્ષણો પણ પોતાના શરીરમાં જણાતા હોય તો પાચન નબળું થાય છે, digetion improve કરવાની જરૂર છે એમ સમજવું.
પાચનશક્તિ વધારવા માટે આટલું જરૂર કરો..
- મીતાહર (ભૂખ હોય તેનાથી ઓછું જમવું)
- કાર્યરત જીવન Active lifestyle
(સવારે 20-30મિનિટ ચાલીને આખો દિવસ પડ્યા રહેવું યોગ્ય નથી)
- તમારા ખોરાકમાં નીચેની વસ્તુઓ પાછી લાવો.
ગોળ - ઘી (after lunch)
કેળું (morning or evening snake)
કાળી દ્રાક્ષ (early morning)
સાથે સાથે પાચન શકતી નબળી કરનાર ચા - કોફી વગેરે પણ ઓછા કરવા જોઈએ.