09/02/2026
પ્રણામ,
શબદ પરિક્રમા અને આવા અનેક કાર્યક્રમ દ્વારા ગુજરાત ની સંસ્કૃતિ જે આપણી ધરોહર છે , આપણાં મહાન સંતો અને પીઢ ગાયકો એ આપલે ભેટ ને જીવંત રાખવાનો બહુ સરસ પ્રયાસ છે , વર્ષો સુધી ગુજરાત (ગાંધીનગર) માં મોટા થઈ લગ્ન પછી મુંબઈ માં વસેલા અમારા જેવા અનેક લોકો આ સંસ્કૃતી ને અંહી અનુસરીએ છીએ પણ ગુજરાત ની જેમ રોજ જીવતા નથી , 7 ફેબ્રુઆરી ના આ જલસા માં એ દબાયેલી લાગણી , ગુજરાતી ભાષા ની સભ્યતા એ, નાનપણ, યુવાની માં ગુજરાતી ભાષા અને એની સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમો ની પળો ને તમે હાર્દિકભાઈ જગાડી દીધી, જે મુંબઈ માં રહી ને ચાર ભાષાઓ માં (ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી) વહેંચાઈ ગઈ હતી....વધુ ને વધુ આવી શબદ પરિક્રમા જેવા કાર્યક્રમો યોજવી ને અમને ગુજરાતી ભાષાની સુંદર રચનાઓ સાંભળવાનો લ્હાવો આપો , હાર્દિકભાઈ અને iktara ટીમ ને સાચા હૃદયથી ધન્યવાદ❤️🙏
કલ્યાણી ઠક્કર
યોગ ટીચર (1996 થી) #ગુજરાતનીધરોહર