
03/11/2024
પાલનપુર ખાતે આવેલું પ્રભુ સેવા મંડળ , જુના લક્ષ્મીપુરા દ્વારા દર વર્ષે નવરાત્રીમાં મોટા મોટા પીપ મૂકી અને લોકોને અપીલ કરવામાં આવે છે કે અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે આપ આપના કપડા દાન કરી શકો છો.. લોકો તરત જ પોતાના અને બાળકોના ન થતા વસ્ત્રો દાનમાં આપી જાય છે... આજ રીતે મહેસાણા ખાતે નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો પણ ચણીયા ચોળી એકત્ર કરે છે અને તમામ વસ્ત્રો દાંતા તાલુકા ના અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે મોકલી આપતા હોય છે... અને તે પણ એમના ખર્ચે... ચાલુ સાલે દાંતા તાલુકાના 15 થી 20 જેટલા ગામડા માટે વસ્ત્રદાન કરવા બદલ અમો નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણા તેમજ પ્રભુ સેવા મંડળ જૂના લક્ષ્મીપુરા નો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ..