
03/08/2025
દરેક ટીપું… સુરક્ષા, પોષણ અને પ્રેમનો સંકેત
માતાનું દૂધ એટલે માત્ર દૂધ નહીં, પણ એક આવરણ છે – જે બાળકને જીવલેણ રોગોથી બચાવે છે, તેના વિકાસમાં ઊંડો ફાળો આપે છે અને માતાના હૃદયના સ્નેહનો પદાર્થરૂપ પુરાવો છે. દરેક ટીપાંમાં પ્રોટીન, વાયટામિન્સ, ફેટ, કાર્બોહાઈડ્રેટ, એન્ટીબોડીઝ અને અનેક જીવંત ઘટકો હોય છે – જે બાળકના શરીર માટે કુદરતી ઢાલ બની જાય છે.
જન્મના તુરંત પછીના દિવસો માં બાળકનું રોગપ્રતિકારક તંત્ર બહુ નબળું હોય છે. ત્યારે માતાનું દૂધ એના માટે એન્ટીબાયોટીક સમાન કાર્ય કરે છે. શરદી, તાવ, ઉધરસ, કફ, કે ડાયરીયા જેવી સામાન્ય બીમારીઓથી બચાવ તો કરે છે, પણ સાથે એ બાળકના પાચનતંત્ર, ત્વચા અને મગજના વિકાસ માટે પણ પરિપૂર્ણ પોષણ આપે છે.
અમે જો ઇમ્યુનિટી માટે ટકાવારી શોધીએ છીએ તો એના મજબૂત મૂળ સ્તનપાનમાં છુપાયેલા છે. એ દૂધમાં માત્ર પોષણ નહીં, પણ માતાનું પ્રેમ, લાગણી અને આત્મવિશ્વાસ પણ ભળેલું છે – જે બાળકના સમગ્ર જીવન માટે અમૂલ્ય ભેટ સમાન છે.
📞 Need guidance? We're just a call away.
🌐 www.hasyacare.com | 📱 +91 9909258235 | 📧 steptocare@gmail.com