18/11/2025
**“અમારા હોસ્પિટલના ICU માં ગયા 12 દિવસથી એક દર્દી દાખલ હતા, જેઓને અત્યંત દુર્લભ અને ગંભીર નર્વસ સિસ્ટમને અસર કરતા રોગ Guillain-Barré Syndrome (GBS) નું નિદાન થયું હતું. આ રોગમાં શરીર પોતાની જ નસોને ઇમ્યુન સિસ્ટમ દ્વારા હુમલો કરે છે, જેના કારણે કમજોરી, લકવો અને જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
જ્યારે દર્દી ICU માં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. પરંતુ સમયસર સારવાર શરૂ કરવી, સતત મોનીટરીંગ, ICU ટીમનો સમર્પણભર્યો પ્રયત્ન, નર્સિંગ સ્ટાફની સેવા અને મેડિકલ સપોર્ટ—આ બધાથી તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો.
આ 12 દિવસ દરમિયાન દર્દીએ પણ અદ્દભૂત હિંમત બતાવી અને તેમના પરિવારજનોે મનોબળ પૂરું પાડ્યું.
આજે તેઓ રિકવરી તરફ આગળ વધી રહ્યાં છે — આ અમારો સૌથી મોટો આનંદ છે.
આ પ્રયત્ન માત્ર સારવારનો નહોતો — પરંતુ વિશ્વાસ, આશા, પ્રાર્થના અને ટીમવર્કનો હતો.
અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરે અને ફરીથી પોતાના જીવનમાં આનંદથી આગળ વધે.”**
hospital patan
.Nilesh patel DNB ,FCCS
# icu. # medical staff