26/10/2024
We are grateful to Geetaben & Kishorbhai Thakkar for having a great testimonial, your feedback and love always boost us to work more efficiently and we promise to keep our service with aim of making life pain free and more functional 😍☺️
અમારી નજરે મહેતા ફીઝીયોથેરાપી ક્લીનીક....
મહેતા ફીઝીયોથેરાપી માત્ર એક ક્લીનીક નથી કે જે પેશન્ટ ની ટ્રીટમેન્ટ કરે, તે એક એવી જગ્યા નું નામ છે કે જ્યાં તન મન થી બિમાર લોકો પીડામુક્ત બની ને જીંદગીમાં નવો ઉત્સાહ, ઉમંગ મેળવી ને ખુશ ખુશાલ ચહેરે સંપુર્ણ સાજા થઈ અને પછી ઘેર જાય.......
મહેતા ફીઝીયોથેરાપી એ પાટણ અને આજુબાજુ ના ગામ માટે એક આશિર્વાદ રુપ ક્લીનીક છે અને તેનું મુખ્ય કારણ છે ડો. દિપકભાઈ અને તેમની ટીમ નો સ્વભાવ...... કેનીબેન, શ્રેયાબેન,ધ્વનીબેન, રોશનીબેન, કાજલબેન, હિનાબેન,અનિતાબેન, હિમાબેન,કિશનભાઈ,ચિરાગભાઈ બધા માત્ર ફરજ ખાતર કામ કરવાને બદલે દિલ થી એવા પ્રયત્ન કરે છે કે પેશન્ટ પીડામુક્ત બને...તેમાંય કેનીબેન તો પેશન્ટ માટે ક્યારેક સ્નેહાળ બહેન ની જેમ, તો ક્યારેક મીઠડી દિકરી ની જેમ,અને નાના પેશન્ટ માટે તો તેમનો મમતા અને વાત્સલ્ય ભર્યો હાથ એવો જાદુ કરી જાય છે કે વાતવાત માં દરેક ની તકલીફ ક્યારે દુર થઈ જાય તેની ખબર પણ ના પડે...ને કાજલબેન ની ગુસ્સાવાળી મીઠી કચકચ તો બાપ રે...ડરી જ જવાય પણ તેમના મીઠા ગુસ્સા થી બધાં હસી પડે કેમ કે તેમનો ગુસ્સો પણ પેશન્ટ ને જલ્દી થી સાજા થવા માટે આશિર્વાદ રુપ બની જાય છે...તે સિવાય સ્ટાફ ના બધા જ સભ્યો પેશન્ટ ની સંપુર્ણ સંભાળ લેવામાં સતત પ્રયત્નશીલ રહે છે અને દરેક ની તકલીફ દુર કરે છે......
ડો. દિપકભાઇ તમો તમારા નામ પ્રમાણે જ દરેક લોકો ના જીવન માં પ્રકાશ ફેલાવો અને સહુ ના જીવન ઉજ્જ્વળ બનાવો અને દરેક ના ખુબ ખૂબ આશિર્વાદ પ્રાપ્ત કરો તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ....
આપના પ્રેમ,ભલી લાગણી અને સહકાર બદલ ખુબ ખુબ ખુબ આભાર...ધન્યવાદ....
ગીતાબેન કિશોરભાઈ ઠકકર તથા કિશોરભાઈ જી ઠકકર ના જયશ્રીકૃષ્ણ, જય સિયારામ....