Keshav Hospital , PATAN

Keshav Hospital , PATAN ડૉ. ધ્રુપલ સુથાર

એમ . ડી. ફીજીશીયન ( વી . એસ . હોસ્પિટલ , અમદાવાદ )

એમ. બી. બી. એસ.

( બી .જે . મેડિકલ કોલેજ , અમદાવાદ)

ડાયાબિટીસ ફેલોશીપ International diabetes federation (બોસ્ટન યુનિવર્સીટી,અમેરિકા) અને PGCDM, DAT (ઇન્દોર)

થાયરોઇડ ફેલોશીપ PGCAT (ઇન્દોર)

હું છેલ્લા ૬ વર્ષ થી પાટણ માં કન્સલ્ટિંગ ફીજીશીયન તરીકે પ્રેકટીસ કરું છું.

ડાયાબિટીસ ,થાયરોઇડ, ઇમરજન્સી રોગો જેવા કે હ્રદયરોગ, હાઈ બી.પી., લકવો , ટીબી, ખેંચ આવવી, શ્વાસ ના રોગો, કોમા, ઝેરી દવા પીધેલી ( પોઇઝનિંગ ), સાપ કે વ

ીંછી નું કરડવું, મગજ નો તાવ (મેનીન્જાઈટિસ) ના નિષ્ણાંત.

દરેક પ્રકાર ના તાવ, મેલેરિયા, ટાઇફોઇડ , ડેન્ગ્યૂ , કમળો , ચિકનગુનિયા અને વાઇરલ ફીવર ની સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવું છું.


કેશવ હોસ્પિટલ માં આઈ.સી .યુ ., સ્પેશ્યલ રૂમ ,સિરિયસ દર્દીઓ માટે ભોંયરા માં પાર્કિંગ અને સ્ટ્રેચર લિફ્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ છે

હોસ્પિટલ માં જ એક્સ -રે ની સુવિધા ઉપલબ્ધ છે.

03/07/2025
17/10/2024

ડાયાબિટીસ વિશેની જાણકારી
દુનિયાના ડાયાબિટીસના દર છ દરદીમાંથી એક ભારતનો છે, ભારતમાં અંદાજે આઠ કરોડ વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને વધુ માં અત્યારે ભારત ને ડાયાબિટીસ નું પૂરા વિશ્વ માં કેપિટલ માનવા માં આવી રહ્યું છે. એટલે આ સંજોગો માં ડાયાબિટીસ વિશે જાહેર જનતા માં જાણકારી હોવી બહુ અગત્ય નું બની ગયુ છે. ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં હવે શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે

ડાયાબિટીસ શું છે? સાદી ભાષામાં સમજીએ
લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય સ્તર કરતાં સતત ઊંચું રહે તો તેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય છે.
આ અક્ષમતા અપૂરતા ઇન્સ્યુલિન સ્ત્રાવ કે ઇન્સ્યુલિનના ખામીભર્યા કાર્યને કારણે થાય છે, કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે.

ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર
ટાઇપ 1 ડાયાબિટીસ મેલિટસ
ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસ
ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ

સુગર સામાન્ય ક્યારે કહેવાય?

8થી 12 કલાક સુધી ભૂખી રહેલી નૉર્મલ વ્યક્તિમાં ગ્લુકોઝનું પ્રમાણ 70થી 100 mg/dl હોય છે, જેને ફાસ્ટિંગ બ્લડ સુગર કહેવાય છે.
સમાન્ય ભાષામાં આપણે જેને જમ્યાના બે કલાક પછીનું બ્લડ સુગર કહી શકીએ તે 140ની નીચે હોય છે.
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં ભૂખ્યા પેટ નું સુગર 126 થી વધારે અને ખાધા ના ૨ કલાક પછી નું 200થી વધુ થઈ જતું હોય છે.
આ સિવાય HbA1C - ગ્લાઇકોસિલેટેડ હિમોગ્લોબિનથી પણ ડાયાબિટીસની પરખ કરી શકાય છે.
6.5 ટકાથી વધુ HbA1C હોય તો તે વ્યક્તિને ડાયાબિટીક કહી શકાય.
HbA1C ટેસ્ટ છેલ્લા ત્રણ મહિનામાં જે-તે વ્યક્તિનું ગ્લુકોઝ લેવલ સરેરાશ કેટલું રહ્યું છે, તેનો અંદાજ આપે છે. આથી દર્દી ની દવાઓના ડોઝમાં વધ-ઘટ કરવામાં મદદ મળે છે

ડાયાબિટીસ થવાનાં કારણો
ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટી ઍસિડ(જેમકે વારંવાર તેલમાં તળેલી વાનગી)નો વધારે પડતો ઉપયોગ
ખોરાકમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ/સુગરનો વધારો પડતો ઉપયોગ (જેમકે મેંદો)
ખોરાકમાં ફાઇબરયુક્ત આહારનું ઓછું પ્રમાણ (જેમકે લીલાં શાકભાજી)
કસરતનો અભાવ
પેટ પાસે વધારે પડતી ચરબી, બૉડીમાં ઇન્ડેક્સ 25 કરતાં વધુ
વિટામિન-ડીની ઊણપ
હાઇપર ટૅન્શન

ડાયાબિટીક વ્યક્તિએ લેવાની કાળજી
ડૉક્ટર્સ દ્વારા અપાયેલી દવાઓ અંગે નિયમિતતા જાળવવી.
ઓછી કૅલરી, ઓછી ચરબી અને વધુ ફાઇબર હોય એવો આહાર લેવો.
નિયમિત કસરત, જેમકે અઠવાડિયામાં પાંચ દિવસ 30 મિનિટ ઝડપથી ચાલવું
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સમયાંતરે મપાવવું.
વર્ષે બેથી ત્રણ વખત HbA1Cના પ્રમાણની તપાસ કરાવવી.
ડાયાબિટીસ સંલગ્ન આડઅસરોની તપાસ અને સારવાર કરાવવી. (જેમકે આંખ, કિડની અને નસોની વાર્ષિક પરીક્ષણ)
ત્રણ મહિને એક વખત બ્લડપ્રૅશરની માપવું.
વર્ષે એક વખત લિપિડ પ્રોફાઇલ મપાવવું.

ડો. ધ્રુપલ સુથાર
MD, PGCDM,DAT,PGCAT
ડાયાબિટીસ અને થાયરોઇડ ના નિષ્ણાત
કેશવ હોસ્પિટલ
ટીબી ત્રણ રસ્તા
પાટણ
૯૧૦૬૨૦૪૮૪૮
૯૯૭૯૯૨૭૭૦૫

ડાયાબિટીસ મા ઇન્સ્યુલિન કેમ જરૂરી છે?
19/07/2024

ડાયાબિટીસ મા ઇન્સ્યુલિન કેમ જરૂરી છે?

01/03/2024
ICU FACILITY
13/05/2023

ICU FACILITY

Address

Patan

Telephone

+919106204848

Website

Alerts

Be the first to know and let us send you an email when Keshav Hospital , PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Keshav Hospital , PATAN:

Share

Category