18/10/2022
*આજ રોજ (તા. 17-09-2022, શનિવાર),* માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોરબંદર દ્વારા આયુર્વેદ શાસ્ત્રનો પ્રચાર - પ્રસાર થાય તેમજ તે લોકભોગ્ય બને તે માટે આયુર્વેદ તથા હોમિયોપથી મેગા નિદાન અને સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન શ્રી વી.જે.મોઢા કોલેજ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં પેટના રોગો જેવા કે અપચો, એસીસીટી, ગેસ, કબજીયાત, સાંધાના રોગો, કમર મણકાના રોગો, ચામડીના રોગો, જુની શરદી, દમ, ડાયાબીટીસ, દૌર્બલ્ય, કાન - દાંતના રોગો, સ્ત્રી તેમજ બાળરોગો, હરસ મસાની તકલીફ, પથરી, લોહીની ઉણપ તેમજ અન્ય જુના હઠીલા રોગોની આયુર્વેદીક પધ્ધતિથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.
વિશેષ કરીને *કુપોષિત બાળકોની સારવાર* અને તેને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના કેમ્પ માં વિવિધ રોગો માં સહાય કરતા *જુદા-જુદા યોગ ના નિર્દેશન* પણ કરવામાં આવ્યા હતા. જેના દ્વારા લાભાર્થીઓને ડાયાબિટીસ, સ્ત્રીરીગો, હૃદય રોગો, બાળકોમાં કેવા યોગાસનો કરવા જોઈએ તેનું ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.
*સ્વસ્થ જીવનશૈલી ના માર્ગદર્શન* ના ભાગ રૂપે આજ રોજ કેમ્પ માં વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓને આયુર્વેદ જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ.
એ ઉપરાંત કેમ્પ દરમ્યાન આયુષના પ્રચાર પ્રસાર નિમિત્તે *વિવિધ પ્રકારના ચાર્ટ અને બેનર* ખાસ કરીને દ્રવ્યગુણ વિભાગની રોજિંદા જીવન વ્યવહારમાં વપરાતી વનસ્પતિઓ, યોગો વિગેરે નું પ્રદર્શન રાખવામાં આવેલ હતું. સાથે સાથે લાભાર્થીઓને વિવિધ વનસ્પતિઓના ગરગથ્થુ ઉપાયો રોજિંદા જીવન માં કેવી રીતે કરી શકાય અને હાલની ઋતુમાં થતા વાઇરલ ફીવર, ખાંસી, શરદી, પેટનો દુખાવો વિગેરે થી કેવી રીતે રક્ષણ મળી રહે તે હેતુ થી ખુબ ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી.
સમગ્ર કેમ્પ દરમ્યાન પોરબંદરના માનનીય સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક સાહેબ,
માનનીય પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા સાહેબ,
પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રી સરજુભાઈ કારિયા સાહેબ,
તાલુકા પંચાયત પોરબંદરના પ્રમુખશ્રી......
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડીયા સાહેબ,
પોરબંદર જિલ્લા ભાજપ મહમંત્રીશ્રી અશોકભાઈ મોઢા સાહેબ
પોરબંદર મહિલા મોરચાના બહેનો
સખી મંડળ પોરબંદરના બહેનો
શ્રી વી.જે.મોઢા કોલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટય કરીને શુભારંભ કરેલ.
પોરબંદર ખબર જગત પ્રિન્ટ મીડિયા દ્વારા જેની નોંધ લેવામાં આવી
*કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર્સ :*
વૈદ્ય એસ.એન. મોઢા
વૈદ્ય એમ.એ. પાંડાવદરા
ડૉ એસ.એમ.ઠકરાર
મેગા નિદાન સારવાર કેમ્પ - 115 લાભાર્થી - **
હોમિયોપથી ના લાભાર્થી 46
યોગ નિર્દેશન તથા માર્ગદર્શન - 198 લાભાર્થી - **
સ્વસ્થ જીવનશૈલી માર્ગદર્શન - 550*
ઉકાળા ના લાભાર્થી 200
સંશમની વટી ના લાભાર્થી 700
આયુષ 64 ના લાભાર્થી 790
આર્સેનીક આલ્બમ ના લાભાર્થી 1646
Thuja 200-46 લાભાર્થી
આયુષના પ્રચાર - પ્રસાર માટે વિવિધ ચાર્ટ અને બેનરની પ્રદર્શની - લાભાર્થી - 760
💐🙏🏻આભાર 🙏🏻💐