
26/05/2022
આજ તારીખ 26/05/2022ના અમારા "આદર્શ ડાયગ્નોસ્ટિક" સેન્ટરને બે વર્ષ પૂર્ણ થયા . ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. પોરબંદરમાં ખૂબ સારા અનુભવો સાથે બે વર્ષ પસાર થયા. કોરોના કાળમાં પણ શકય એટલા દર્દીઓ અને ડોકટરોને સુવિધા મળે એવા પ્રયાસો કર્યા. કયારેક સમયના અભાવે કયાંક કોઈને પુરતો સમય ન અપાયો હોય તો ક્ષમા યાચના.
આપ સૌના સુંદર સહકારથી પસાર કરેલ બે વર્ષ યાદગાર બની રહેશે. પોરબંદરના તમામ ડોકટર્સશ્રીઓ, દર્દીઓ, સ્નેહી શુભેચ્છકો અને ખાસ તો રાત દિવસ જોયા વગર જેમણે દર્દીઓની સતત ચિંતા કરી સમયસર સેમ્પલ કલેકશન અને રીપોર્ટ પહોચાડયા એવો અમારો લેબ. સ્ટાફ, આ તમામનો આ તકે હદયથી આભાર. આવનાર સમયમાં પોરબંદરને વધુમાં વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય એવા અમારા નમ્ર પ્રયાસ રહેશે. Thank you once again 🙏
- ડો. અજય દિવરાણીયા ( M.D. patho)