Akshar dental care and implant centre

Akshar dental care and implant centre THE CLINIC THAT REALLY CARE...

Akshar Dental Care, Porbandar, easily accessible from all locations.

  is better than   Early   can prevent aggressive   ...Feel free to Contact: 087350 93130 May God bless everyone...
26/08/2025

is better than
Early can prevent aggressive ...

Feel free to Contact: 087350 93130

May God bless everyone...

"ડહાપણ દાઢ...એ પણ ઉપરની...ભગવાન બચાવે હો!..."આવા વાક્યો આપણે બોલ્યા હોય, અથવા પરિવારના કોઈ નવયુવાન પાસે સાંભળ્યા હોય તે ...
18/07/2025

"ડહાપણ દાઢ...
એ પણ ઉપરની...
ભગવાન બચાવે હો!..."

આવા વાક્યો આપણે બોલ્યા હોય, અથવા પરિવારના કોઈ નવયુવાન પાસે સાંભળ્યા હોય તે ખાતરી છે. ખરેખર, ડહાપણ દાઢના દુઃખાવા અસહ્યજ હોય છે, ખાસ કરીને જ્યારે ડહાપણ દાઢ ત્રાંસી હોય, ગળાફામાં બટકું ભરતું હોય...
આવા સંજોગોમાં તેને કાઢવીજ ઉત્તમ માર્ગ બને છે.

લોક માન્યતા છે કે, આવી ડહાપણ ડાઢો કાઢવાથી મગજની નસો ખેંચાય જાય છે, જે ખુબાજ અસંગત છે - કેમકે, મગજની નસો અને ડહાપણ દાઢ વચ્ચે સિદ્ધો કોઈ સંબંધ છે નહીં.

વધુ ચિંતા ન કરતાં, ભગવાનનું નામ લઈ, અમારી પાસે આવી જજો, જરૂર હશે તોજ હટાવશું, નહીતો દવા વગેરે માધ્યમોથી પણ સારવાર શક્ય છે...

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...તા.: 21/07/2024સમય: 9-1 સવારેનિદાન અને સારવાર ક...
07/08/2024

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...

તા.: 21/07/2024
સમય: 9-1 સવારે

નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયેલ...
ઈશ્વરકૃપાથી દર્દી નારાયણ ની સેવા નો લહાવો સાંપડ્યો, જેનો રાજીપો...
પરમકૃપાળુ પરમાત્મા આવા અવસરો પ્રદાન કરતા રહે એજ પ્રાર્થના...

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...તા.: 21/07/2024સમય: 9-1 સવારેનિદાન અને સારવાર ક...
27/07/2024

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...

તા.: 21/07/2024
સમય: 9-1 સવારે

નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયેલ...
ઈશ્વરકૃપાથી દર્દી નારાયણ ની સેવા નો લહાવો સાંપડ્યો, જેનો રાજીપો...
પરમકૃપાળુ પરમાત્મા આવા અવસરો પ્રદાન કરતા રહે એજ પ્રાર્થના...

તા.: ૧૭/૦૯/'૨૩ , રવિવાર.ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥ડૉ. ...
17/09/2023

તા.: ૧૭/૦૯/'૨૩ , રવિવાર.

ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥

ડૉ. વી. આર. ગોઢાણીયા કૉલેજ પોરબંદર ખાતે, સવારે ૬:૩૦ થી... સુવ્યવસ્થિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અનેરો લાભ પ્રપ્ત થયો તેનો લાહ્વો.

પરમકૃપાળુ પરમાત્માનું પ્રત્યક્ષ સાક્ષી સ્વરૂપ એવા શ્રી સૂર્યનારાયણ ભગવાનના ઉદયના ક્ષણોમાં ડૉ. સુરેશ ગાંધી સાહેબ (મોસ્ટ સિનિયર ફીઝિસિયન, પોરબંદર), ડૉ. સુશીલકુમાર સાહેબ ( ડીન, GMERS પોરબંદર), ડૉ. ભરત ગઢવી સાહેબ, ડૉ. કિશન રૂઘાણી સાહેબ અને ડૉ. જયભાઈ બાપોદરા સાહેબ (આયુર્વેદાચાર્ય UPHC) સાથે મળી અને દીપ પ્રાગટ્ય કરવાની તક "કાગડાનાં મોં માં પૂરી" સમી હસ્તગત થઈ તેનો રાજીપો.

બધા વડીલ ડોક્ટરો, શ્રી ઘનશ્યામભાઈ મહેતા, શ્રી બલરાજભાઈ પાડલીયા, શ્રી ભરડા સાહેબ વિગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી પુણ્ય એકઠું કરવા તક જડપી લીધી તેનો આનંદ...

યોગા ટ્રેનર મિત્રો શ્રી જયનભાઈ જોશી અને પરેશભાઈ દુબલનો તસવીરો પહોચાડવા બદલ આભાર...

ઈશ્વર આવી 'ને આવી તકો આપતા રહે એવી પ્રાર્થના સહ સહુને પ્રેરક વંદન...

13/09/2023
04/08/2023

તા.: 30/07/23

પોરબંદર જિલ્લા રેડકરોસ સોસાયટી દ્વારા આયોજિત "ફ્રી ડેન્ટલ ચેકઅપ અને સારવાર કેમ્પ" માં બહુધા પ્રમાણમાં દર્દીઓ એ લાભ લીધો.

કેમ્પનું આયોજન અક્ષર ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાંટ સેન્ટર ખાતે કરવા માં આવેલું હતું. કેમ્પને સફળ બનાવવા નવનિયુક્ત ચેરમેન શ્રી લાખણ'શી ભાઈ ગોરાણીયા અને સમગ્ર ટીમ એ ખૂબ જહેમત ઉઠાવી તે બદલ આભાર...

ઈશ્વર, જે ચરાચર વિશ્વ માં વ્યાપ્ત છે, એ એક શિલ્પકારને મૂર્તિલયક પથ્થરનાં રૂપમાં મળે, ચિત્રકારને વિશાળ દીવાલ અથવા કેનવાસન...
24/07/2023

ઈશ્વર, જે ચરાચર વિશ્વ માં વ્યાપ્ત છે, એ એક શિલ્પકારને મૂર્તિલયક પથ્થરનાં રૂપમાં મળે, ચિત્રકારને વિશાળ દીવાલ અથવા કેનવાસનાં રૂપમાં મળે, એવીજ રીતે, એક તબીબને એના મરીઝો નાં રૂપે મળે છે.
હરેક દર્દી એક પ્રશ્ન, એક ચુનોતી પ્રસ્તુત કરે છે, જેનું સંતોષકારક નિવારણ કરવું એ એક તબીબની જરૂરિયાત 'વા ફરજ છે.

આવા અનેક બાળ મિત્રો(૨૦૦+)અને વાલીઓ(૪૦+) અને શિક્ષકોને(૨૦+) દર્દી નારાયણ રૂપે મળવાનું થયું, શ્રી RMB - SCHOOL OF COMMERCE ખાતે.

Dr. Rachana Thanki, Dr. Meet Bapodara અને Dr. Bharat Thanki એ સાથે મળી,

1. Oral hygiene seminar
2. Dental checkup and screening camp
3. To***co cessation and awareness program

સફળ બનાવ્યા.

મુખ્ય સહયોગ
1. aaizoon consultation application, Director Sagar Modha,
2. ટ્રસ્ટી શ્રી અનિલભાઈ બાપોદરા,
3. પ્રિન્સિપાલ સુ. શ્રી. સાધનાબેન મોઢા,
અને સ્ટાફ મેમ્બરો નો રહ્યો...

ઈશ્વર કૃપાથી ડોક્ટરોને જે કંઈ વિષયવત જ્ઞાન મળ્યું છે એની આપ-લે શક્ય બની...

ઈશ્વર આવી ને આવી તકો આપતા રહે એ પ્રાર્થના સહ

સૌ વાંચકમિત્રોને નમસ્કાર 🙏🙏🙏

18/07/2023

Nothing makes us happier than good reviews from our patients. Feedback is always welcome.

Thanks Pritul Pandit for your kind feedback.
It has always been our tendency to cater our patients with utmost care and sincerity...
Your feedback has motivated us to provide our patients the best treatment options with higher level of satisfaction...

ORAL HYGIENE (મુખ ની સ્વચ્છતા)મુખની સ્વચ્છતા અને સ્વસ્થતાને લગતા અમુક પ્રશ્નો જે સામાન્યતઃ જન સામાન્ય ને મુંઝવતા રહે છે,...
27/06/2023

ORAL HYGIENE
(મુખ ની સ્વચ્છતા)

મુખની સ્વચ્છતા અને સ્વસ્થતાને લગતા અમુક પ્રશ્નો જે સામાન્યતઃ જન સામાન્ય ને મુંઝવતા રહે છે, એને ધ્યાન આપી બધાથી સમજી શકાય એવા શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. અને અમુક પોસ્ટ ની series (શૃંખલા) માં- એના ઉત્તરો પણ આપવા નો પ્રયત્ન કરીશું.

પરિપ્રશ્નો અને સંશોધન આવકાર્ય છે.

પ્રશ્નોત્તરી:

*પ્રશ્ન ૧.*
મુખની સ્વચ્છતા શેને કહી શકાય? સામાન્યતઃ લોકો મુખની સ્વચ્છતા કેવી રીતે રાખે છે?
*ઉત્તર ૧.*
દાંત, જીભ, પેઢાં, અંદરનાં ગાલ, વગેરે અવ્યવોને અસરકારક રીતે, રોજે કરી શકાય એમ અને વૈજ્ઞાનિક પરિબળો થી પુષ્ટ રીતે સાફ કરવા, જેથી શક્ય મુખને લાગતી તકલીફોને ટાળી શકાય. અને આ ક્રિયાને મુખની સફાઈ (ORAL HYGIENE) કહીએ છે.

સામાન્યતઃ લોકો અનેક પદ્ધતિઓનો ઉપયોગ લેતા હોય છે, જેની સૂચિ નીચે મુજબ છે.
૧. દરરોજ એક વખત બ્રશ કરવું.
૨. બ્રશ કરવાની સાથેજ જીભ સાફ કરવી.
૩. ક્યારેક નમકનાં પાણીનાં કોગળા કરવા.
૪. દાંતણ કરવા.
૫. જમી નળના પાણી નાં કોગળા કરવા.
૬. ક્યારેક સળી થી દાંત ખોતરવા.

*પ્રશ્ન ૨.* મુખ સ્વચ્છ રાખવું શામાટે જરૂરી છે?
*ઉત્તર ૨.*
૧. મુખ માં થી દુર્ગંધ નાબૂદ કરવા.
૨. દાંતો ની પીળાશ ટાળવા.
૩. પેઢાં મજબૂત રાખવા.
૪. દાંતો નું આયુષ્ય વધારવા.
૫. મોઢા માં ચાંદા પાડવા રોકવા માટે.
૬. પાયોરિયા ટાળવા
૭. મોઢાના કારણે સામાજિક તણાવ ટાળવા.
૮. ગમે ત્યારે બિન્દાસ રીતે હંસી શકવા
૯. સામાજિક સ્વીકૃતિ વધારવા માટે.
૧૦. શારીરિક બીમારીઓ નાં નોતરવા માટે.
૧૧. PREVENTION IS BETTER THAN CURE. (સ્વસ્થ રહેવું ફરી સ્વસ્થ થવા કરતાં સહેલું છે માટે)
૧૨. વર્તમાન જીવન શૈલી દાંતો ને વધુ ખરાબ કરે છે માટે.

Address

Porbandar

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8pm
Tuesday 9am - 1pm
4pm - 8pm
Wednesday 9am - 1pm
4pm - 8pm
Thursday 9am - 1pm
4pm - 8pm
Friday 9am - 1pm
4pm - 8pm
Saturday 9am - 1pm
4pm - 8pm
Sunday 9am - 1pm

Telephone

+918735093130

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar dental care and implant centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram