
01/09/2025
પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઈલ્ડ હેલ્પ માટે હવે એક જ નંબર ૧૧૨
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડાયલ 112 હેઠળ જનરક્ષક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે,. અત્યાર સુધી પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર સર્વિસ માટે 101, મહિલા હેલ્પલાઇન માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098, આપત્તિ માટે 1070 અને 1077 જેવા વિવિધ ટોલ-ફ્રી નંબરોનો ભુલભુલામણી લોકોને મૂંઝવણમાં મૂકતો હતો. પરંતુ હવે લોકો ફક્ત એક જ નંબર, 112 ડાયલ કરીને ખૂબ જ ઓછા સમયમાં આપત્તિ વ્યવસ્થાપન, બાળ હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન, ફાયર સર્વિસ, એમ્બ્યુલન્સ અને પોલીસ સહાય જેવી કોઈપણ પ્રકારની સુરક્ષા સંબંધિત સેવા મેળવી શકશે.