02/02/2026
માસિક એટલે શું?
માસિક (Periods / Menstruation) એ સ્ત્રીઓમાં દર મહિને થતી કુદરતી પ્રક્રિયા છે. ગર્ભ ન ઠરે ત્યારે ગર્ભાશયની અંદરની પડત (એન્ડોમેટ્રિયમ) લોહી રૂપે બહાર આવે છે. સામાન્ય રીતે માસિક 3 થી 7 દિવસ રહે છે.
માસિક દરમિયાન ખજૂર કેવી રીતે ઉપયોગી છે?
✔ લોહીની ઊણપ (એનિમિયા) ઘટાડે
✔ કમજોરી અને ચક્કર આવવા ન દે
✔ શરીરને શક્તિ આપે
કેવી રીતે લેવાં?
👉 રોજ 2–3 ખજૂર માસિક દરમિયાન અથવા ત્યારબાદ લેવાં.
માસિક દરમિયાન પપિતા કેવી રીતે ઉપયોગી છે?
✔ ગર્ભાશયને શુદ્ધ કરવામાં મદદ કરે
✔ માસિક નિયમિત કરે
✔ લોહીનું પ્રવાહ સારું રાખે
⚠ વધારે માત્રામાં ન લેવો.
કેવી રીતે લેવો?
👉 દિવસમાં 1 નાની વાટકી પૂરતી છે.
માસિક દરમિયાન વરિયારીનું પાણી કેમ ફાયદાકારક છે?
✔ પેટના દુખાવા અને ગેસમાં રાહત આપે
✔ હોર્મોન બેલેન્સમાં મદદ કરે
✔ માસિક દરમિયાન શાંતિ અને ઠંડક આપે
કેવી રીતે બનાવવું?
👉 1 ચમચી વરિયારી રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દો
👉 સવારમાં ગાળી ને પીવો
જો માસિક ખૂબ દુખાવાળું, અનિયમિત કે વધારે બ્લીડિંગ હોય તો જરૂર ડોક્ટરની સલાહ લો.