22/12/2021
સચોટ નિદાન,ત્વરિત સારવાર તથા સેવાનો આત્મ સંતોષ.
જો કોઇ આપણા આપ્તજન હસીખુશી સાથે બહારગામ જવાં રવાના થયા હોય અને આપણે પણ હસી ખુશી સાથે વિદાય આપી હોય અને સુખરૂપ પહોંચી ગયાના ફોનનો ઇંતજાર હોય,ત્યારે જ સવારે સાત વાગ્યામાં જ કોઇનો ફોન આવે કે,તમારા સગાઓનું એકસીડન્ટ થયેલ છે ત્યારે ધ્રાસકો પડી જાય,હવે શું થશે,શું કરીશું અને કંઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જશું ? તેવા કંઇક સવાલો ઘેરી વળે તે સાવ સ્વાભાવિક છે.
તાજેતરમાં જ મોરબીના શાસ્ત્રીજી શ્રી નિખીલભાઇ જોશી તથા શ્રી રાજેશભાઈ જોશી બહારગામ જતા હતા ત્યારે જ આવું જ કંઈક બન્યું, ગંભીર રોડ અકસ્માત નડયો અને સારવાર માટે દર્દીના સગાવહાલા, સ્નેહીઓ ચિંતાતુર ચહેરે કાલાવડ રોડ પરની એશિયન હોસ્પિટલ તથા ક્રિટીકલ કેર માં લઇ આવ્યા જયાં ક્રિટીકલ કેર ના નિષ્ણાત ડોકટસૅ અને તેની કુશળ ટીમ દ્વારા તેઓની સારવાર કરવામાં આવી અને ગંભીર અકસ્માત જોતાં હવે તો અહીં ઘણાં દિવસો થશે તેવી ધારણા બાંધીને દાખલ થયેલા બંને દર્દીઓ ને માત્ર પાંચ જ દિવસમા ખૂબજ સ્વસ્થ સ્થિતિ માં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા ,
બંને દર્દીઓ એ ખુશહાલ ચહેરે હોસ્પિટલ છોડી ત્યારે બંને ડોકટસૅ અને તેની ટીમનો હ્રરદયપૂવૅક આભાર માન્યો હતો.
બંને દર્દી તથા તેના સગાવહાલાને ખુશ જોઇ,ડોકટસૅ તથા સમગ્ર સ્ટાફ પણ સારી સર્વિસ તથા સેવા આપી શકયા તે બદલ ખુશ હતા.
Critical care team [Asian Trauma & Critical Care Hospital]
ડો જીગર ડોડીયા
ડો તુષાર બુધવાણી