17/04/2026
એક દર્દી માટે સફર માત્ર કિલોમીટરની નથી હોતી,
પણ વિશ્વાસ અને આશાની પણ હોય છે…
મુંબઈથી રાજકોટ સુધીની લાંબી મુસાફરી કરીને
જ્યારે તેઓ અમારી પાસે આવ્યા, ત્યારે તેમના મનમાં
ઘણા પ્રશ્નો અને ચિંતાઓ હતી…
પણ સાથે એક વિશ્વાસ પણ હતો – “હવે હું સારો થઈ જઈશ…”
ભગવાનની કૃપા અને અમારી ટીમના પ્રયાસોથી
હેમરેજ જેવી ગંભીર સ્થિતિમાંથી તેઓ સફળતાપૂર્વક બહાર આવ્યા
અને આજે સ્વસ્થ થઈને ઘરે પરત જઈ રહ્યા છે…
તેમના ચહેરા પરની ખુશી,
અને દિલથી કહ્યું “આભાર” –
અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે ❤️
ડૉક્ટર તરીકે આ માત્ર સારવાર નથી,
આ એક જવાબદારી છે…
એક જીવનને ફરીથી હસતું બનાવવાની તક છે…
આવી જ સેવા અને સમર્પણ સાથે
અમે હંમેશા તમારા સ્વાસ્થ્ય માટે તત્પર છીએ 🙏
— ડૉ. જીગરસિંહ જાડેજા
ન્યુરોસર્જન