24/06/2017
ચાલને આજ '*અષાઢીઈદ*' અને '*રમઝાનબીજ*' ઉજવી લઇએ,
તુ *જગન્નાથના* લાડુ ખાજેે ને, હું *રમઝાનની* ખીર
તુ પહેરજે ભગવો મારો ને, હું પહેરીશ લીલા ચીર
૦ *ચાલને આજ*......
હું પઢુ *કુરાન-એ-શરીફ* તારી, તુ પઢને મારી *ગીતા*
થશે જ્યારે આ યોગ ત્યારે ધેર-ધેર રામ ને સીતા
૦ *ચાલને આજ*......
*વેરઝેરની* વાતો મેલી,ચાલ *ભાઇ-બંધી* કરી લઇએ
રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
૦ *ચાલને આજ*......
હું *હિન્દુ* ને તુ *મુસ્લીમ*, આ નકામી જંજાળ તુ છોડ
દેશ અનેે દુુનિયા જોશે, આ *જુગલ'જોડી* બેજોડ
ચાલને આજ '*અષાઢીઈદ*' અને '*રમઝાનબીજ*' ઉજવી લઇએ...
*ઈદ મુબારક..જય રણછોડ*
*From*
*Devesh* *Chauhan*
💐💐💐💐