30/07/2025
⛈️પ્રકૃતિ આપણને અનેક તાજાં, રસદાર અને અનોખા ફળોની ભેટ આપે છે. આ 🍇ફળો માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પણ પોષક તત્ત્વોનો અખૂટ ભંડાર છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને આખી સિઝન સ્વસ્થ અને સ્ફૂર્તિલું 🏋️રાખવામાં મદદ કરે છે.
આપણા સ્થાનિક ફળો વિદેશી ફળો કરતાં અનેક ગણા ચડિયાતા છે, કારણ કે તે તાજા હોય છે અને તેમનામાં કુદરતી પોષક તત્વો ભરપૂર હોય છે.
🫐જાંબુ: આ કાળા અને રસદાર ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તે વિટામિન C, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન સુધારે છે.કફ અને પિત્ત દોષને શાંત કરે છે, જ્યારે વાયુ દોષને સહેજ વધારી શકે છે માટે મીઠા કે સંચળ સાથે ખાવા.
🍊કોઠુ : કપિત્થ નું કાચું ફળ: કફ દોષને શાંત કરે છે, જ્યારે વાયુ અને પિત્ત દોષને વધારી શકે છે.
પાકું ફળ: ત્રિદોષશામક (વાત, પિત્ત, કફ ત્રણેય દોષોને સંતુલિત કરે છે), ખાસ કરીને પિત્ત અને વાયુને શાંત કરે છે.ગણપતિજી નું પ્રિય ફળ.કોઠાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને પાચન સુધારે છે.આયુર્વેદમાં કોઠાને હૃદય માટે ટોનિક (હૃદય) માનવામાં આવે છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.
🍒જંગલ જલેબી /ગોરસ આંબલી : આ જલેબી જેવું અનોખું દેખાતું ફળ સ્વાદમાં મીઠું હોય છે અને પ્રોટીન, વિટામિન C, આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તે શરીરને ઊર્જા આપે છે. સૌરાષ્ટ માં બખાઈ આંબલી થી પણ ઓળખાય છે.
🍇કરમદા : નાના કદના અને ખાટા-મીઠા આ ફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.તેના કાચા ફળો નું અથાણું અથવા શાક કરી ખવાય છે.
તમને આમાંથી કયું ફળ🥝 સૌથી વધુ ભાવે છે અથવા તમે કયા બીજા સ્થાનિક ફળોનો આનંદ માણો છો? કોમેન્ટ્સમાં જણાવો.