28/02/2026
🔴 ૧૦ વર્ષ નું બાળક, ૧૫ દિવસથી તાવ, ખાંસી, શ્વાસ ચડવો… અને છેવટે કારણ નીકળ્યું........!!!!”
⚠️ બાળકોએ રમતમાં મોઢામાં નાખેલી વસ્તુ ક્યારે જીવલેણ બની જાય છે, ખબર પણ નથી પડતી…
🫁 ઉના ગામના ૧૦ વર્ષના બાળકને છેલ્લા ૧૫-૨૦ દિવસથી ભારે ખાંસી અને ઊંચો તાવ હતો. છેલ્લા ૫ દિવસથી તો ખૂબ શ્વાસ પણ ચઢતો હતો.
સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સુધારો ન થતા ડૉક્ટરોએ ફેફસા નું CT સ્કેન કરાવ્યું. તેમાં જમણી બાજુ ફેફસામાં મોટો ન્યુમોનિયાનો પેચ દેખાયો અને સાથે જ જમણી સાઇડ ની શ્વાસ નળી માં કોઈ અજુગતી વસ્તુ શ્વાસનો માર્ગ બંધ કરતી દેખાઈ.
તેથી બ્રોન્કોસ્કોપી કરવાની સલાહ આપવામાં આવી અને બાળકને રાજકોટના સાત્વિક ચેસ્ટ હોસ્પિટલ ખાતે ફેફસા ના નિષ્ણાંત ડોક્ટર ડો. યજ્ઞેશ પુરોહિત પાસે રિફર કરવામાં આવ્યો.
🚨 હોસ્પિટલ પહોંચ્યા સમયે
બાળક નો શ્વાસ ખુબ ફૂલેલો હતો. ઓક્સિજન લેવલ 93% તથા
હાર્ટ રેટ 150 પ્રતિ મિનિટ.
કોઈ સ્પષ્ટ history નહોતી કે બાળકએ ક્યારેય કંઈ ગળી લીધું હોય.
માતા-પિતાએ પણ કોઈ વસ્તુ ગળી ગયાની વાત નકારી.
તરત જ દર્દી ની ગંભીરતા તથા bronchoscopy (શ્વાસ નળી નું દૂરબીન) દરમિયાન ના તથા એનેસ્થેશિયા દરમિયાનના પણ જોખમો સમજાવી બાળક ને bronchoscopy માટે ઓપરેશન થિયેટર માં લઈ જવામાં આવ્યો.
એનેસ્થેશિયા હેઠળ, પરંતુ બાળકનું સ્વાભાવિક શ્વાસ ચાલુ રાખીને બ્રોન્કોસ્કોપી🔎 શરૂ કરવામાં આવી.
જમણી બાજુની શ્વાસનળી માં (Bronchus Intermedius) કંઈક નાનો ટુકડો (Foreign Body) ફસાયેલો દેખાયો.
રેટ ટૂથ ફોર્સેપથી તેને પકડી કાઢવાનો પ્રયાસ કર્યો. પદાર્થ પકડાયો પણ બહાર લાવતા સમયે વોકલ કોર્ડ્સ પાસે સરકી ગયો અને મેઈન શ્વાસનળી (ટ્રેકિયા)માં અટકી ગયો.
⚠️ આ કારણે તાત્કાલિક શ્વાસનો રસ્તો બંધ થયો
SpO₂ 30% સુધી નીચે આવી ગયુ. તાત્કાલિક ટુકડાને ફરી અંદર ધકેલી ટ્રેકિયા ખુલ્લી કરવામાં આવી અને તે ટુકડો ડાબી મુખ્ય શ્વાસનળી માં જતો રહ્યો. જેથી ઓક્સિજન લેવલ ફરી થોડું સુધર્યું.
આ સમગ્ર સમય પ્રક્રિયા દરમિયાન ખ્યાતનામ નિષ્ણાંત એનેસ્થેટિસ્ટ ડૉ .ફળદુ નીતેશ દ્વારા ઓક્સિજન લેવલ જાળવવું ખૂબ જ પડકારજનક હતું. પણ એમને એ કામ ખૂબ નિપુણતા થી સંભાળ્યું.
SpO₂(ઓક્સિજન લેવલ) 50% થી 80% વચ્ચે રહેતું હતું.
ટીમ સંપૂર્ણ સાવચેતી અને ચુસ્તાઈ સાથે કામ કરી રહી હતી.
અંતે, બીજા ફોર્સેપથી ખૂબ જ સાવધાનીપૂર્વક એ ટુકડા ને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો.
👉 બહાર નીકળેલો એ ટુકડો હતો ...સોપારી નો કટકો (Betel Nut Piece)
✅15 મિનિટમાં ઓક્સિજન લેવલ 97% થઈ ગયું અને
બાળકની શ્વાસની તકલીફ સંપૂર્ણ રીતે સુધરી ગઈ.
પુનઃ પૂછતાં બાળકએ સ્વીકાર્યું કે થોડા દિવસો પહેલાં મિત્રો સાથે રમતાં સોપારીનો ટુકડો મોઢામાં મૂકી દીધો હતો અને એ શ્વાસ માં જતો રહ્યો હતો.
બાદમાં બાળક ને residual ન્યુમોનિયા માટે દવાઓ આપી, બીજા જ દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો.
⚠️ માતા-પિતાને મહત્વની ચેતવણી
🔸 લાંબા સમયથી ચાલતી ખાંસી અને તાવ હંમેશા સામાન્ય ઈન્ફેક્શન ન પણ હોય
🔸 જો બાળક ને અચાનક ખાંસી, શ્વાસમાં વાંધો, કે ન્યુમોનિયા સાથે આવે તો Foreign Body Aspiration (ઓતરાઇ જવું) નો વિચાર કરવો જરૂરી
🔸 બાળકો રમતાં રમતાં નાની વસ્તુઓ મોઢામાં ન નાખે તેની ખાસ કાળજી રાખો
🔸 સુપારી, શીંગ, સિક્કા, નાની રમકડાંના ભાગો – ખૂબ જોખમી