02/09/2024
શ્રાવણી અમાસ ને સોમવાર
*कर्मणो ह्यपि बोद्धव्यं बौद्धव्यं च विकर्मण:।*
*अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति:।।* ४/१७
કર્મનું સ્વરૂપ બુદ્ધિથી જાણવું જોઈએ, વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કારણકે કર્મની ગતિ ગહન છે.કોઈ એને સમજી શક્યું નથી. કર્મ એટલે શાસ્ત્રવિહિત કર્તવ્ય, વિકર્મ એટલે નિષિદ્ધ કર્મો અને અકર્મ એટલે કશું ન કરવું.