02/04/2023
Safe Hearing
World Autism day
International ear care day
કાન એ શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે, કારણ કે સાંભળવાથી જ માનસિક તથા શૈક્ષણિક વિકાસ શક્ય બંને છે. શ્રવણશક્તિના અભાવે સમાજમાં વ્યવહાર કરવો મુશ્કેલ બંને છે.
નાનપણમાં થતાં કાનનાં રોગો
બાળકોને શરદી, ઉધરસ, ઓરી, અછબડા, કાકડા, નાકના મસા જેવા દર્દો વારંવાર થાય તેથી કાનમાંથી રસી આવે છે. આની યોગ્ય સારવાર ન થાય તો દર્દ આગળ વધતું રહે છે. સડો ઊંડો બેસે છે અને કાયમી રસી તથા બહેરાશ આવી શકે છે.
કાયમી શરદીને લીધે બાળકોને નાક અને કાનથી વચ્ચે જોડતી નળીઓમાંથી કાનનાં પડદા પાછળ પાણી ભરાઈ જાય છે. જેનાથી બહેરાશ પણ આવી શકે છે. બાળકને સાંભળવાની તકલીફને લીધે બાળક અભ્યાસમાં પાછળ રહે છે. કાનમાંથી આવતા રસીના આધારે કાનના રોગોનું નિદાન તથા સારવાર નક્કી કરી શકાય છે.
કાનમાં રસી બે પ્રકારની હોય છે.
૧) કાનમાં ચીકાશવાળી ગંધ વિનાના અને વધારે પ્રમાણમાં અવારનવાર આવતી રસી
સામાન્ય રીતે આ પ્રકારના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેનું મુખ્ય કારણ કાનની અંદર પડદામાં કાણું હોય છે. ગમે ત્યારે કાનમાં પવન, ધૂળ, ગંદું પાણી તથા શરદી થાય ત્યારે ચીકાશવાળી ગંધ વગરની રસી આવતી હોય છે. સામન્ય રીતે દવા, ટીપાં તથા રેગ્યુલર કાનની સફાઈ કરવાથી રસી બંધ થાય છે. પરંતુ કાનનાં પડદામાં કાણું રૂઝાતું નથી અને લાંબા સમયે બહેરાશ આવે છે.
આવા કિસ્સામાં કાનના પડદાનું ઓપેરશન જરૂરી બંને છે. આ ઓપરેશન ન કરાવવાથી દર્દીને વારંવાર રસી થવાની સંભાવના રહે છે. અને ધીમે ધીમે બહેરાશ વધે છે. આ ઓપરેશનમાં દર્દીને પોતાના જ ટેમ્પોટલ સ્નાયુ પરનું પડ વપરાય છે. આ ઓપેરશનના દિવસથી જ પરિણામ ઘણું સારુ જોવા મળે છે. દર્દીના ઓપેરશનના દિવસથી ખાઈ-પી, હરી-ફરી શકે છે. હોસ્પિટલમાંથી તે જ દિવસે સામાન્ય રીતે રજા અપાઈ જતી હોય છે.
૨) કાનમાં સતત અથવા સમયાંતરે પણ દુર્ગંધ સાથે તથા કયારેક લોહીવાળી રસી આવવી
જેમાં દુર્ગંધ મારતી રસી આવતી હોય આ પ્રકારની રસી કાનના હાડકાના સડાને લઈને થતી હોય છે. તે એક ગંભીર રોગ છે. કાનનો સડો ઉધઈની જેમ હાડકું કોરતો રહે છે. તેના નીચે મુજબના ગંભીર પરિણામો આવી શકે છે.
૧) સંપૂર્ણ બહેરાશ. ૨) ચક્કર આવવા, ઉલટી થવી અને માથાનો દુ:ખાવો થાય. ૩) મોઢું ત્રાસું થઈ જાય. ૪) ટાઢ લાગે અને તાવ આવે. ૫) કાનની પાછળ ગુમડું થાય. ૬) મગજનો તાવ અને મગજમાં ગુમડું થવું.
કાનની સંભાળ
કાનમાં સળી, પીન, વગેરેથી ખોતરવા નહીં તેમ કરવાથી પડદા તથા નળીમાં નુકશાન થઇ શકે છે. કાનમાં લસણનું તેલ, ફીણ આવે તેવી દવા, કેરોસીન, પેશાબ, લાલ ચોપડવાની દવા તથા અન્ય કઈં પણ ચીજવસ્તુ નાંખવી નહીં. કાનમાં રસી આવતી હોય ત્યારે વારંવાર સાફ કરવી જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ ટીપાં નાંખવા.
કાનને ધૂળ, ધૂમાડો, રજકણ, પવન, ઘોઘાટ જેવા વાતાવરણ દૂર રાખવા અને કાનમાં રૂ રાખવું કાનમાં જીવજંતુ કે કોઈપણ વસ્તુ પેસી જાય તો ઉતાવળથી કાઢવાનો પ્રયત્ન ન કરતાં યોગ્ય ડોક્ટરની સલાહ લેવી. નાકની શરદીની સમયસર સારવાર લેવી અને બાળક સાભળતું નથી તેવી શંકા જાય તો તરત ડોક્ટરની સલાહ લેવી. કાનની બહેરાશ તથા કાનની રસીને અવગણવા નહીં. સમયસર નિદાન તથા સારવાર કરવાથી કાન જેવાં કોમળ અંગને થતું નુકશાન અટકાવી શકાય છે.