હિયા આયુર્વેદ

હિયા આયુર્વેદ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from હિયા આયુર્વેદ, Hospital, Hiya Ayurveda and Panchakarma centre, Sanand.

26/03/2023

ચાલો આજે કેરી વિશે થોડું જાણીએ
વાચજો, સમજજો અને પછી એનો ઉપયોગ કરશો તો જરૂર લાભ થશે એવો મારો પ્રયાસ છે 🙏
ગ્રીષ્મ ઋતુનું ઉત્તમ સ્થળ એટલે કેરી ચાલો

ઋતુ આવે છે અને સાથે ભિન્ન ભિન્ન પ્રકારના મેવા લાવે છે વર્ષાને શરદ જાંબુ કેળાને ચીકુ હેમંત અને શીશીર આમળા જમરૂખ અને બોળ તથા વસંત અને ગ્રીષ્મ દ્રાક્ષ દાડમ અને કેરી લાવે છે
ઉપરોક્ત ઋતુઓમાં ઉકત તે તે ફળોની ઉત્પત્તિ પાછળ તે તે ઋતુ દરમિયાનના આરોગ્યનો હેતુ સમાયેલો હોય છે આયુર્વેદમાં વર્ષના બે ભાગ પાડવામાં આવેલા છે આદાન કાળ અને પ્રદાનકાળ આદાનકાળ એટલે આપવું આ વખતે સૂર્યની અધિક ગરમીને કારણે મનુષ્યના શરીરના બળ અને પૃષ્ટિનો સ્વાભાવિક રીતે જ ઉણપ થાય છે આ સમય શિશિર થી માંડીને ત્યારબાદ છ માસ સુધી ગણવામાં આવે છે વસંત અને ગ્રીષ્મ એ બંને ઋતુઓ અદાનકાળમાં આવતી હોવાથી પિત્ત અને વાયુનો વધારો થાય છે અને તેના ફળ સ્વરૂપે દાહ તૃષા કુષ્તા ભ્રહ્મ ચક્કર પિત્તાતિસાર રક્તાતીસાર ના રોગો જન્મે છે તેથી આ ઋતુમાં કેરી શી રીતે ઉપયોગ નિવડે છે તે જોઈએ

બજારમાં મળતી સામાન્ય પાકી કેરી સ્વાદમાં મુખ્યત્વે ગરી સાથે થોડી ખાટી તથા સહેજ તુરી હોય છે આ કેરી પચવામાં ભારે ઠંડી ચીકણી મળની પ્રવૃત્તિ કરાવનાર અને વિપાકમાં ગરી હોય છે પંચમહાભૂત ની દ્રષ્ટિએ તેમાં પાર્થિવ અને જળ તત્વ વધુ હોય છે કેરી કફને વધારનારી તથા વાયુ પિત્ત ને સમાવનારી છે કોઈ કોઈ શાસ્ત્ર કારોએ તેને ત્રિદોષ સામક પણ કહી છે તે બળ શુક્ર અગ્નિ પૃષ્ટિ તેજ ઓજસ ધૈર્ય સ્મૃતિ સત્વ આયુષ્ય સુખ રસ રક્ત માસ ધાવણ અને મૂત્રને વધારનારી છે તદુપરાંત તે હૃદય તર્પણ બૃહણ દીપન ઇન્દ્રિય પ્રસાધન અને કંઠ્ય પણ છે
જુદા જુદા રોગોમાં કેરીનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય છે તૃષા અને દાહ તેના રસમાં સાકર ઈલાયચી ચંદન જેથીમધ અને ઘી નાખીને શ્રમમાં દ્રાક્ષના રસ સાથે શ્વાસ અને રક્તપિતના રોગમાં અરડુસી નો રસ પીધા પછી યોજવી આગળ કહેલા રોગો તેમજ અશકિત અરુચિ અકાળ વૃદ્ધત્વ પ્લિહોદર મદાત્ય વલિત પલિત વગેરે રોગવાળા દર્દીને નીરામ બનાવ્યા પછી 21 કે 30 દિવસ માત્ર તે તે રોગને અનુરૂપ ઔષધ ની સાથે ખોરાક તરીકે આપી શકાય આ પ્રયોગ દરમિયાન અન્ય ખોરાક ન લેતા અગ્નિબળ અનુસાર આખો દિવસ તેના રસનો જ ઉપયોગ કરવામાં આવે છે આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં અનુભવી વૈદ્યની સલાહ લેવી આવશ્યક છે ઉપરાંત બહુમૂત્રતા પ્રદર અને શ્વેદ વૃદ્ધિમાં તેનું સેવન હિતાવહ છે મુખપાકમાં કેરીના રસના કોગળા ભરવા જીભ આવી ગઈ હોય તો પાણીમાં ખૂબ પલાળી રાખેલ કેરી ચૂસવી અને ઉલટી માં તેના રસને લીંબુ પીપલ કે આમળા સાથે આપવો
ઉપર કયા પ્રમાણે પાકી કેરી અનેક રીતે હિતકારક હોવા છતાં તેનો અતિ ઉપયોગ કરવામાં આવે તો સ્થૂળતા આળસ અતિ નિંદ્રા ગૌરવ અરુચિ અજીર્ણ મંદાગ્નિ કબજિયાત કૃમિ પ્રમેહ માસવૃદ્ધિ ખંજવાળ સ્ત્રોતોનો અવરોધ મલા અવરોધ વિષમજવર આંખો દુખવા આવી સોજા ગુમડા ખીલ અને રક્ત દૃષ્ટિ થતા રોગોના ભોગ થવાય છે
કેટલાક લોકો બપોરના જમણ સાથે સ્વાદને વશ બની તેના રસનો છૂટથી ઉપયોગ કરે છે અને પરિણામે જોઈએ તેના કરતાં વધારે ખોરાક ખવાય છે આ રીતે તેઓ અનેક રોગોને આવકારે છે મધુર જાતની અને વૃક્ષ પર પાકેલી કેરીનો ઉપયોગ કરવો હિતકારક છે કેરીનો ઉપયોગ કરતા પહેલા તેને ગરમ કે ઠંડા પાણીમાં બે ત્રણ કલાક બોળી રાખવી તેની બાહ્ય અને આંતરિક શુદ્ધિ થાય છે તેમ કર્યા સિવાય તરત ખાવામાં આવેલી કેરી નુકસાન કરતા છે કેરીની ખરી મોસમમાં તેની ખૂબ જ આવકના પરિણામે કેટલી કેરી સડી જાય છે કંજૂસ વેપારી આને સોંઘા ભાવે વેચે છે પણ જાહેર આરોગ્ય માટે તે ઘણું જ ખરાબ ગણાય પ્રજાએ અને સરકારે તે બદલ સખત પગલાં લેવા જોઈએ
કેરીનો ફાવે તેમ ઉપયોગ ન કરતા શાસ્ત્રીય મત પ્રમાણે કરવામાં આવે તો લાભ થાય એટલે કે કબજિયાત આમ મંદાગ્નિ સ્થૂળતા અતિશય કફ મેદ વૃદ્ધિ વગેરે રોગવાળા માણસે તેનો અતિ ઉપયોગ ન કરતા ક્ષય અશક્તિ કૃશતા વગેરે આગળ બતાવેલ રોગો વાળાએ તેમનો છૂટથી ઉપયોગ કરવો કેટલાક ધનવાન ગ્રીષ્મમાં હંમેશા કેરી પૂરી જનતા હોય છે તેથી એક તો સુખ નિશ્ચિતતા બેઠાડું જીવન વગેરેના કારણે તેમનું શરીર સ્થૂળ તો હોય જ છે અને તેમાં કેરીનો પુષ્કળ ઉપયોગ કરવાથી તેમનું સ્વાસ્થ્ય ઊલટું વધારે બગડે છે ખાટી કેરીના રસમાં સૂંઠ મારી પીપર એલાયચી તજ લવિંગ આદુનો રસ કેસર વગેરે નાખવામાં ન આવે તો નુકસાનકારક થાય છે જ્યારે કેટલાક લોકો રસમાં ખાંડ ગોળ ઘી વગેરે નાખી વિકૃતિ ને સામેથી વધારે નોતરે છે સામાન્ય જનતામાં કેરીની રસની ખટાશ ઓછી કરવા અને તેની ઘટતા ઘટાડવા તેમાં દૂધ ઉમેરવામાં આવે છે પણ તે બંને વિરુદ્ધ ખોરાક ગણાતા હોવાથી ઘાસરકો આવી ઘણા વિકારો ઊભા થતાં સંભવ છે બજારમાં મળતા કેરીના શરબતો ગંદા અશુદ્ધ અને પડતર હોય છે તેથી તેના વપરાતા તાજા જ વાપરવા વર્તમાન યુગમાં વધતો જતો બિસ્કીટ અને ફરસાણનો ખોરાક ઘણો જ નુકસાનકારક સાબિત થયો છે ઉનાળાની ગરમ ઋતુમાં બાળકોને અપાતા પીપરમેન્ટ ચોકલેટ કુલ્ફી આઈસ્ક્રીમ બરફના ગોળા બાળકોના દુશ્મનો મનાય છે ત્યારે તેના સ્થાને વિવેક પૂર્વક કેરીનો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન અટકીને ઊલટું હિત થાય ચૂસીને ખવાયેલી કેરી રસ કાઢીને ખાધેલી કેરી કરતા વધારે ગુણ કરતા છે કેરીનો રસ કાઢતી વખતે કલાઈ વાળું વાસણ હોવું જોઈએ
કેરીની સુકવેલી છાલને વાટી અતિસાર રક્તાતિસાર વિસુચિકા અને પ્રદરમાં આપી શકાય છે ઔષધ ની દ્રષ્ટિએ કેરીની ગોટલી ઘણી ઉપયોગી છે તે તેના પુરા અને મધુર રસ તથા ગ્રાહી અને વૃક્ષતાના ગુણને લીધે સારું સ્તભવન કરી શકાય શકે છે આ ગોટલીને સૂકવી તેનું વસ્ત્રગાર ચૂર્ણ સીસીમાં ભરી રાખવું તે રક્તઅર્શ માં નાગકેસર કડુ માખણ કે છાશ સાથે અજીર્ણમાં મધ હરડે કે સિંધવ સાથે કૃમિમાં વાવડીગ દાડમ કે ઇન્દ્રજવ સાથે રક્તાતિસાર આમાતિસાર અને અતિસારમાં શૂઠ અને છાશ સાથે ઉલટીને અટકાવવા માટે મધમા હૃદયદાહ ઘી અને સાકર સાથે પ્રદરમાં આમળાનો રસ નાગકેસર સૂંઠ લોધર માયા કે ફટકડી સાથે શ્વેદ વધારે થતો હોય તો તે ચોરીને ઠંડા પીણાથી સ્નાન કરવું રક્તપિત અન્ય રસ સાથે અત્યાત્રવમાં સૂંઠ ફટકડી કે ગરો સાથે કોલેરામાં લીંબુનો રસ કે છાશમાં અવારું ફૂલ્યું હોય તો માયા લાક્ષ લોધર અને બધાના સમાન ચૂર્ણ મેળવી ઘસવું બહુ મૂત્રતાના રોગમાં મધ સાથે રક્તસ્ત્રાવમાં લોધર હરડે અને ગેરુ સાથે મેળવી ઘા ઉપર દાબીને પાટો બાંધી દેવો નસકોરી ફૂટવામાં અને રક્તપિત્તમાં બકરીના દૂધમાં મેળવી નસ્ય આપવું
કેરીની મોસમમાં કેટલાય ગરીબ કુટુંબો અને પશુઓને તેની ગોટલીના ખોરાકથી પોષણ મળે છે જમ્યા પછી મુખવાસ તરીકે એકલી ગોટલીના કાકડા સિંધવ માં પલાળીને ચૂકવેલા અગર તેમને જ તેમ જ વાપરી શકાય આ મુખવાસનો ગોટલી થી મટનારા આગળ કહેલા રોગોમાં છૂટથી ઉપયોગ કરવો પશુની મલબધ્ધતા અને મૂત્ર બધામાં ગોટલી ન ખવડાવવી .
કેરીની ગોટલી માંથી કાઢવામાં આવેલું તેલ જીર્ણ સંધિવા દાહ રહીત સુલ મુખરોગ કંડું વગેરે ઉપર પણ વપરાય છે
શક્કરીયા બટેટા સીંગ ચીભડા અને રાજગરાની પુરી જેવા વાત કર અને ગુરુ પદાર્થોનો ફરાર તરીકે ઉપયોગ કરવા કરતા કેરીનું ફરાર કરવું તે સસ્તુ અને આરોગ્ય ગણાય છે વરી તે દરેક માણસની પ્રિય તો હોય છે ક્યારેય ની ફળોમાં ઘણું અગત્યનું સ્થાન મળ્યું છે સંતાનપ્રદ હોવાને કારણે જૂની વાતોમાં તપસ્વી કે દેવ કૃપાદ્રષ્ટિ કરી સેવા કરનાર પર પ્રસન્ન થઈ કેરી આપે અને તે ખાવાથી સ્ત્રીને ખાસ કરીને ઘણીએ રાણીઓને પુત્ર થવાના દાખલા મળે છે કેરીને અમર ફળ કહેવાય છે એ ઉપરથી પ્રાચીન કાળમાં તેમની મહત્તમ ખૂબ જ હશે એમ માની શકાય કેરીના અજોડ ગુણના કારણે જ આર્ય પ્રજાએ એને દેવને ધરવામાં અને પ્રસાદ તરીકે વેચવામાં સ્થાન આપ્યું હશે
કાચી કેરી ખાટી તુરી કડવી તથા સહેજ ગળપણ વાળી હોય છે તે ગુણમાં રુક્ષ લઘુ અને ઉષ્ણ છે પંચમહાભૂત ની દ્રષ્ટિએ મુખ્યત્વે તેમાં પૃથ્વી અગ્નિ અને વાયુ ગુણ રહેલા છે તે રજો ગુણ ઉત્પન્ન કરનારી તથા ત્રણે દોષોને કોપાવનારી છે તદુપરાંત તે હૃદય બલ્ય ગ્રાહી સુગંધી રૂચીપ્રદ ક્રાંતિપદ રક્તવર્ધક અને માસ વર્ધક છે
આ કેરીને અજીર્ણ લુક લાગવી કંઠમાળ પ્રમેહ યોનીરોગ વર્ણ અતિસાર કોલેરા રક્તપિત અને મો આવવાના રોગમાં જુદી જુદી રીતે યોજવામાં આવે છે
આપણા રોજિંદા જીવનમાં મુખ્યત્વે તેનો ઉપયોગ અથાણા બનાવવામાં થાય છે અત્યારે થતાં અથાણા ની રીત થોડો ફેરફાર માગી લે છે તેમાં વપરાતા તેલમાં અત્યારે સીંગતેલ કે લવણ તરીકે ચાલુ મીઠું વપરાય છે પરંતુ તલ તેલ કે સરસિયાનું તેલ તથા સિંધવ વપરાય તો ઘણા જ લાભ થાય વળી આ અથાણાનો ગરમ ઋતુમાં ગરમ પ્રકૃતિવાળા એ દાહ તુષાર ઉધરસ રક્તા અર્શ તિક્ષણાઅગ્નિ નેત્ર રોગ અને મૂત્રાશયના ઉપયોગ ન કરવો પુરુષના ખોરાકનું પરિણામ વીર્ય બનાવવામાં લાવવાનું હોવાથી તેને આવા અથાણાનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો પણ અજીર્ણ આપજો અરુચી મંદાગ્ની આમ કફ કૃમિ શરદી અને વાત વ્યાધિ વગેરે રોગોમાં તથા ક્ષીણતા વાળી સ્ત્રીઓએ વિવેક પૂર્વક સેવન કરાવો
અથાણા તરીકે નો બીજો ઉપયોગ મુરબ્બો બનાવવાનો છે આ મુરબ્બો રક્તશોધક રક્તવર્ધક હાથ પગ નો દાહ સમાવનાર આંખોની ખોટી ગરમીનો નાશ કરનાર છે આ મુરબ્બાને પિત્તપ્રધાન વ્યક્તિઓમાં આમળા ના મુરબ્બાને સ્થાને આપી શકાય છે
કાચી કેરીનો અતિ ઉપયોગ કરવાથી રક્તદોષ દાંત અમ્બાઈ જવા માથાનો દુખાવો સાંધા જલાઈ જવા કરતર શુક્રક્ષય વિદાહ જવર વગેરે અમ્લ રસના અતિ યોગથી થતા ઉપદ્રવો પેદા થાય છે

લેખક
હિયા આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર
સાણંદ અમદાવાદ

23/04/2020
*।। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।।*સ્ત્રી.....એક જ શબ્દમાં સમગ્ર સૃષ્ટિને સમાવી દે એવી એક મુરત" નારીએ એ સ...
08/03/2018

*।। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।।*

સ્ત્રી.....એક જ શબ્દમાં સમગ્ર સૃષ્ટિને સમાવી દે એવી એક મુરત
" નારીએ એ સાબિત કરવાની જરૂર નથી કે તે કેટલી મહાન છે પુરુષને જન્મ આપે છે ત્યાંથી જ તેની મહાનતા શરૂ થઈ જાય છે "
વિશ્વ મહિલા દિનની ખૂબ શુભેચ્છાઓ ..

આ કેસ છે એક 60 વર્ષના મહિલાનો.. આધૂનિક ચિકિત્સક દ્વારા નિદાન થયેલું *સોરીયાસીસ* (ખૂબજ હઠીલો ચામડીનો રોગ જેની માટે કહી શક...
14/10/2017

આ કેસ છે એક 60 વર્ષના મહિલાનો.. આધૂનિક ચિકિત્સક દ્વારા નિદાન થયેલું *સોરીયાસીસ* (ખૂબજ હઠીલો ચામડીનો રોગ જેની માટે કહી શકાય કે દર્દી ને મટે નહી ને મરે પણ નહી) ...
છેલ્લા બે વર્ષથી એમની ફરીયાદ હતી બન્ને હાથ-પગમાં સખત ખંજવાળ, ચીરા પડી જવા, ફોતરી નિકળવી, ક્યારેક તો ચીરામાંથી લોહી પણ નિકળે અને સોજા પણ આવી જાય.
2 વર્ષની એલોપેથી ચિકીત્સાથી કોઇ પરિણામ ન મળતાં માનસિક રીતે કંટાળી અંતે આશરો લીધો આયુર્વેદ નો...
તા. 8/8/17ના રોજ *હિયા આયુર્વેદ, સાણંદ* આયુર્વેદ ચિકીત્સા શરુ કરી અને 2 મહીનાના ટૂંકા ગાળામાં શુધ્ધ આયુર્વેદ ચિકીત્સા થી ખૂબજ સંતોષકારક લગભગ 100% પરિણામ મળ્યું.

Address

Hiya Ayurveda And Panchakarma Centre
Sanand
382110

Telephone

+919409549800

Website

Alerts

Be the first to know and let us send you an email when હિયા આયુર્વેદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to હિયા આયુર્વેદ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category