16/12/2025
ગોકુલ આયુર્વેદ સાવૅજનિક હોસ્પિટલ દ્વારા ચાચરેટ દાદા મંદિર, ગાગલાસણ (તા. સિદ્ધપુર) ખાતે નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ આરોગ્યલાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ડૉ. જિગ્નેશ પરમાર, ડૉ. પ્રિયાલ ચૌહાણ તેમજ આયુર્વેદ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્તમ અને સેવાભાવી કામગીરી કરવામાં આવી હતી.