30/04/2021
Copy from Dr.Raees Manohar Sir's wall
કોરોના સમયે બે મહત્વની વાત
1.
કોરોનાના જંતુ કેવી રીતે ફેલાય છે એ વિશે અલગ અલગ વાત આવતી રહે છે. મારી રીતે સમજાવવાની કોશિશ કરું છું.
ધારો કે એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. એ વ્યક્તિ બે આશરે અઠવાડિયા સુધી એના ઉચ્છવાસમાં જંતુઓ છોડે છે. આ જંતુઓ હવામાં બેત્રણ કલાક સસ્પેંડેડ રહી શકે છે. એક વ્યક્તિ એક ઉચ્છવાસમાં 500 મિલિ હવા છોડે, મિનિટમાં 6 લીટર. એક કલાકમાં 360 લીટર. ત્રણ કલાકમાં એક હજાર લીટર.
એક દસ બાય દસના રૂમમાં અંદાજે 28,000 લીટર હવા હોય.
એક સંક્રમિત વ્યક્તિ નાના બંધ રૂમમાં 24 કલાક રહે, તો આખા રૂમની લગભગ તમામ 28000 લીટર હવા 24 કલાકમાં કોરોનાગ્રસ્ત થઈ જાય.
હવે કલ્પના કરો કે તમે સ્વસ્થ છો પણ વેન્ટીલેશન વગરની બંધ ઓફિસમાં દિવસમાં અમુક સંક્રમિત વ્યક્તિઓને મળો છો એ રૂમની હવા કેવી થાય? આવામાં કોઈ પણ માસ્ક લાંબો સમય પ્રોટેક્શન ન આપી શકે. માસ્ક્ની ઉપરથી અને નીચેથી જંતુવાળી હવા નાકમાં જાય જ.
એક ફ્લાઈટમાં દોઢસો માણસ હોય અને આઠ કલાક મુસાફરી કરે. દોઢસોમાંથી ચારેક સંક્રમિત હોય તો આઠ કલાકમાં આખી ફ્લાઈટના તમામ લોકોના શ્વાસમાં કોરોનાના જંતુ અચૂક જાય. શરૂઆતમાં આ રીતે જ કોરોના ફેલાયો.
સાર શું છે?
બારીઓ ખુલ્લી રાખો. રૂમની, બસની, ટ્રેનની, કારની..તો સંક્રમણની શક્યતા ઘટશે.
ખુલ્લી હવા અને તડકો જરૂરી છે. પ્રાણરક્ષક છે. ખુલ્લી હવા અને તડકો ગણતરીના કલાકોમાં ઉચ્છવાસમાં ફેંકાયેલા કોરોનાના જંતુનો નાશ કરે.
દર્દીના રૂમના બહારની તરફના બારી બારણા ખુલ્લા રાખો અને રૂમને સેનેટાઈઝ કરતા રહો.
ઘરની બંધિયાર રૂમમાં નવી હવા આવી શકે એમ ન હોય તો એને સેનેટાઈઝ કરો. ફ્યુમિગેટ પણ કરી શકો.
આઈસોલેશન સેંટરો ખુલ્યા એ સારી વાત છે પણ આઈસોલેશન 500 બેડનું ન હોય. આઈસોલેશન અને 500 એ વિરોધાભાસી શબ્દ છે. આવા મોટા આઈસોલેશન સેંટર તો ખરેખર કોરોનાના જંતુઓની જુદી જુદી સ્ટ્રેઇનનું સ્નેહમિલન બની જાય. આવી જગ્યાએ દર્દીઓ જંતુઓની સ્ટ્રેઈનની અદલાબદલી કરી શકે. લોજિકલી પોતાનો અને બીજાનો વાઈરસ લોડ વધારી શકે.
તેથી, જરૂર ન હોય તો હોસ્પીટલમાં દાખલ ન થાવ. હોસ્પીટલમાં દર્દીઓના જંતુઓની આપલે થશે. દરેક દર્દીના જંતુઓની વીરુલન્સ (ઘાતકતા) અલગ અલગ હોય છે. નબળા શરીરવાળા દર્દીના જંતુઓ વધુ ઘાતક થઈ જાય.
શક્ય હોય, સુવિધા હોય તો તો આઈસોલેશન એક એક દર્દીનું અલગ કરો.
જે સંક્રમિત મિત્રોની તબિયત સારી હોય, તેઓ ભીડ વગરની જગ્યાએ (ખેતર વગેરે) નીકળી શકે એમણે છ ફૂટનું અંતર સચવાઈ રહે એમ હોય તો ખુલ્લામાં અચૂક જવું. ખુલ્લી હવા સૂર્યપ્રકાશ વાઈરસને વિખેરી ખતમ કરશે. દર્દીને છ ફૂટનું અંતર રાખી ખુલ્લામાં મળવાથી નહીવત જોખમ રહે છે. લાંબો સમય એક સાથે બંધ રૂમમાં રહેવાથી જોખમ વધી જાય.
તમે ગાર્ડન કે ખેતર જેવી ખુલ્લી જગ્યાએ દૂર દૂર રહેલા લોકોને મળો તો જોખમ ઓછું છે. બેંક્વેટ વગેરેમાં જોખમ વધારે છે. માણસોને અનિવાર્ય પણે મળવાનું થાય તો ખુલ્લામાં મળો.
કોઈ પણ ઓફિસ કે અન્ય અનિવાર્ય પ્રવૃત્તિ જો ખુલ્લામાં ચલાવી શકાય તો સંક્રમણનું જોખમ ઘટી જશે. એમાંય ભીડ તો ન જ કરાય.
કોઈ પણ પ્રવૃત્તિ ઓનલાઈન કરો.
જે ઘરમાં વૃદ્ધો હોય, એ ઘરના યુવાનો સાવધાની વગર બેફામ રખડે તો ઘરે રહેલા વૃદ્ધો માટે પ્રાણઘાતક નીવડશે. વડીલોના હિત માટે યુવાનો બેદરકાર બનવાનું છોડે. અત્યાર પૂરતું મિત્રોને મળવાનું વિડિયો કોંફરંસથી રાખો. બહાર જવું જ પડે તો આવ્યા પછી સેનેટાઈઝર, સાબુ, સ્નાનનો પૂરતો પ્રયોગ કરો.
2.
બીજી વાત નાનકડી પણ બહુ મહત્વની છે
કોરોના વેક્સીન લીધેલ વ્યક્તિ માટે બહુ ખતરનાક નથી. અમુક અપવાદને બાદ કરતાં સ્વસ્થ અને ફીટ વ્યક્તિ માટે બહુ ખતરનાક નથી. એમને ઈંફેકશન નાક ગળા અને શ્વાસનળી સુધી સિમિત રહે છે.
જેમને ડાયાબીટીસ છે, હાઈ બ્લડ પ્રેસર છે, સ્થૂળતા છે, કોલેસ્ટેરોલ વધુ છે કે અન્ય કોઈ રીતે શરીર સમાધાનની અવસ્થામાં છે એવા લોકો માટે આ બીમારી વધુ જીવલેણ છે. એમને લોઅર રેસ્પીરેટરી ટ્રેક્ટ એટલે કે ફેફસાંની અંદરના ભાગ સુધી ઈંફેક્શન પહોંચે છે.
હવે મહત્વની વાત એ થઈ જાય કે જે મિત્રોને હજુ કોરોના થયો નથી પણ એમને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેસર કે હાઈ કોલેસ્ટેરોલ છે એ મિત્રો સાવધ છે ખરા? સુગર પ્રેસર કે કોલેસ્ટેરોલને નોર્મલ છે કે કેમ એ ચકાસ્યું? જો એ વધારે હોય તો નિયંત્રણમાં લાવ્યા? માત્ર આટલી સજાગતા કોરોનાની જીવલેણ તાકાતને અડધી કરી શકે.
ઈંફેક્શન થયા પછી આ બધુ કંટ્રોલ નહીં થઈ શકે. એને આજે જ કંટ્રોલ કરો.. એ વિનંતિ.. સહુને શુભેચ્છા..