Dr.Nilesh Patel Surat

Dr.Nilesh Patel Surat Developing 66 bed,Inpatient Rehab,Geriatric, Palliative,Post Surgical Care Center@Baben-Bardoli-Surat

11/10/2022

રોગો બે પ્રકારના હોય છે
સાધ્ય અને અસાધ્ય... અથવા.... અમુક રોગનો સાધ્ય તબક્કો અને અસાધ્ય તબક્કો.... આ ખાસ સમજવા જેવું છે.

અને
ટ્રીટમેન્ટ કે સારવાર પણ
મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે... આ પણ ખાસ સમજવા જેવું છે.

1). Curative Treatment
એટલે કે ઉપચારાત્મક કે રોગનિવારક કે રોગનું નિવારણ કરી શકે તેવી ટ્રીટમેન્ટ.... બીજા શબ્દોમાં રોગને મટાવી શકે તેવી ટ્રીટમેન્ટ

2). Palliative Treatment
રોગ અસાધ્ય છે અથવા એડવાન્સ અને અસાધ્ય સ્ટેજમા છે... એટલે હવે તેવા સંજોગોમાં ફકત રાહત રહે, તકલીફ ઓછી પડે તેવી ટ્રીટમેન્ટ કીમતી છે અને તેને પેલિયેટિવ ટ્રીટમેન્ટ કહેવાય

જેમ કે, હાર્ટ ફેલ્યોરનું એડવાન્સ સ્ટેજ કે અમુક પ્રકારના કેન્સર કે અમુક પ્રકારના કેન્સરનો એડવાન્સડ સ્ટેજ એટલે હવે તેને મટાડવો શક્ય નથી... અને કોઈ પણ પથી માં શક્ય નથી... અને જો શક્ય હોય / હોત તો WHO તે રોગને... xyz પથી થી સાધ્ય જાહેર કરી દે.

પણ લોકોમાં
બે પ્રકારની ટ્રીટમેન્ટ અને રોગોના બે પ્રકાર કે બે સ્ટેજ...આટલી સ્પષ્ટ સમજણ હોતી નથી... એટલે તેનો લાભ અમુક લેભાગુ લોકો લેતા હોય છે !!
......

સામાન્ય રીતે,
લોકોના મનમાં, એવું ફીટ હોય છે કે,
દરેક વખતે... સારવાર એટલે.... Active treatment કે રોગને મટાડવાની દવાઓ કે રોગનું નિવારણ કરવાની દવાઓ... એટલે કે curative treatment...

પણ અમુક લેભાગુ લોકો.... .... અમુક અમુક પથીના નામની પાછળ છુપાઈને ફકત લક્ષણ રોકવાની દવાઓ આપે !!! અને એટલે... ... લોકોના મનમાં એક ભ્રમ રચાતો હોય છે કે, આવી લેભાગુ/ ચમત્કારિક સારવારથી xyz નો રોગ મટી જશે !! તેનો ઉપચાર થઈ જશે !! ચમત્કાર થશે !! પણ આમાં ને આમાં બરબાદ.... ... ....
.....

આ એક ભૂલ છે
અને બીજી ભૂલ છે...

મૃત્યુ નજીક છે તેવું જાણ્યા પછી પણ...
xyz ની મૃત્યુ સંબંધિત ઈચ્છાઓને માન આપતા નથી હોતા !!
તેની પીડાને દૂર કરવા માટે પણ કશું કરવા તૈયાર નથી !!!
અને તેમની ઈચ્છા પ્રમાણેના મૃત્યુ માટે પણ કશું કરતા નથી !!!

એટલે કે, એક બાજુએ... xyz રોગ મટી જશે તેવા ભ્રમમાં રાચે
અને બીજી બાજુએ ઓરિજીનલ પેલિયેટિવ સારવાર પણ ન આપે !!

એટલે મૃત્યુ પણ ના સુધરે
અને બીજી બાજુએ પૈસાકિય રીતે બરબાદ પણ થાય.

કારણ શું ?!
કારણ... ફકત લોકોની અજ્ઞાનતા કે હેલ્થ એજ્યુકેશન ની કમી.
.....

જ્યારે નક્કી જ છે કે
હવે રોગ અસાધ્ય છે કે રોગનો તબ્બકો અસાધ્ય છે ત્યારે.... xyz વ્યક્તિની ઈચ્છાઓનું મહત્વ છે... એ અમૂલ્ય છે.

Xyz નું મૃત્યુ તેની ઈચ્છા પ્રમાણેના
સમય / સંજોગો / પરિસ્થિતિમાં થાય તે ખૂબ મહત્વનું છે...
અને તેની તકલીફો ઓછી થાય તે પણ ખૂબ મહત્વનું છે.

એટલે આના માટે.... મોર્ડન મેડિસીને એક એમડી સમકક્ષ... આખી નવી સ્પેશ્યાલીટી વિકસાવી છે... અને તેનું નામ છે... Palliative Medicine.

આ બે ભૂલ... ખૂબ જ સામાન્ય છે.
સામાન્ય રીતે જોવા મળે છે.

શરીરમાં સૌથી સખ્ત તત્વ / પદાર્થ / કયું છે ?! અથવા બીજા શબ્દોમાં શરીરમાં સૌથી hardest substance ક્યું છે ?! દાંત...હાડકા ...
01/08/2022

શરીરમાં સૌથી સખ્ત તત્વ / પદાર્થ / કયું છે ?!
અથવા બીજા શબ્દોમાં
શરીરમાં સૌથી hardest substance ક્યું છે ?!

દાંત...હાડકા કરતા પણ સખ્ત તત્વ....દાંત છે.
અને છતાં દાંતમાં પોલાણ થાય છે ?!!

આ વિચારવા જેવું છે કે કેમ ?!!

દાંત સૌથી સખત છે...અને છતાં તેમાં પોલાણ થાય છે ?!
આપણે રોજે જ જોઈએ અને સાંભળીએ છીએ !!!......

શરીરના લગભગ ભાગ... અમુકને છોડીને લગભગ બધા ભાગ ઓટો રિપેરેબ્લ હોય છે.... પોતાની મેળે જ પોતાનું રીપેરીંગ કરી લે પણ દાંત... દાંત ઓટો રીપેરેબ્લ નથી....

કદાચ એટલા માટે જ કે તે
શરીરનું સૌથી સખત તત્વ / પદાર્થ છે.

એટલે તેને ઓટો રીપેરેબ્લ બનાવવાની જરૂર જ નહોતી.
એની સ્ટ્રેંગથ / તાકાત / સખ્તાઇ પહેલેથી જ...એને inbuilt એટલે જ આપી છે એટલે

પણ છતાંય...
દાંતમાં પોલાણ રોજે જોવા અને સાંભળવા તો મળે જ છે ??!

કારણ ?!
સુગર... એડેડ સુગર... ઉમેરેલ ખાંડ

200 વર્ષ પહેલાં આપણે હુમન્સ
10 ચમચી ખાંડ.... 5 દિવસમાં ખાતા હતા
અને હવે ?!

દર પાંચ કલાકે !!
10 ચમચી ખાંડ.... દર પાંચ કલાકે !!

પાંચ દિવસ.... પાંચ કલાકમાં બદલાય ગયા
અને એટલે જ દાંતની ઉંમર પણ... ....
......

ઉમેરેલ ખાંડ
મોટાપો, ફેટી લિવર, ડાયાબિટીસ ટાઇપ 2... .... આવું ઘણું બધું કરે છે... અને શરીરને નુકશાન કરે છે પણ તે પહેલાં.... લગભગ દસ વર્ષ પહેલાં તે....દાંતને નુકશાન પહોચાડી દે છે.... કેમ કે, શરીર મોટે ભાગે ઓટો રિપેર થઈ જાય છે પણ દાંત નહિ !!

ભૂલ.... આપણા ખોરાકમાં છે.... આપણી નવી લાઇફસ્ટાઇલ માં છે.... ઉમેરેલ ખાંડ.... લગભગ બધા જ ફૂડમાં ગોઠવાય જવાને કારણે છે.... ફેટ / ઓઇલ વિના ફૂડ ટેસ્ટી કે સ્વાદિષ્ટ બનાવવાની આપણી જીદને કારણે છે.

ઉમેરેલ ખાંડ.. શરીરના બીજા ભાગને ખત્મ કરે કે ખીરવે તે પહેલાં... લગભગ દસ વર્ષે પહેલા તે દાંતને ખત્મ કરી દે છે.... શરીરના સૌથી સખત ભાગને ખત્મ કરી દે છે.... તેમાં પોલાણ સર્જી દે છે !!

ભૂલ.... આપણો અન હેલ્થી ખોરાક
( સતત ઉમેરેલ ખાંડ નો ઉપયોગ ) અને આપણે ખાતા લગભગ ખોરાકમાં ઉમેરેલ ખાંડનો ઉપયોગ.......

બાળકોથી ચોકોલેટ, પીપરમેન્ટ, આઈસ્ક્રીમ, બિસ્કીટ.. .. આવું બધું દૂર રાખવું જોઈએ...પણ શિક્ષક આં બધાનો ઈનામ તરીકે ઉપયોગ કરે છે !!

આમ જોઈએ તો ફકત શિક્ષકો જ નહિ
પણ આખી સોસાયટી કે સમાજના લગભગ બધા લોકો
ચોકલેટ, પીપરમેન્ટ, બિસ્કીટ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રીંક, સોફ્ટ ડ્રીંક, સ્પોર્ટ્સ ડ્રીંક.. આ બધાનો ઇનામ તરીકે કે પાર્ટી તરીકે કે આનંદ તરીકે જ... ઉપયોગ કરે છે / સમજે છે/ માને છે / ગણે છે / સ્વીકારે છે !!
......

ઉમેરેલ ખાંડના 61 અલગ અલગ રૂપ છે
એટલે કે 61 અલગ અલગ નામ છે !!
તમે અને હું દરેક નામને ના જાણતા હોઈએ તે સ્વાભાવિક જ છે.

શક્ય હોય ત્યાં સુધી
ફ્રેશ અને નેચરલ ફૂડ જ લો... પ્રોસેસ ફુદને ટાળો

જે ખોરાકના ફૂડ લેબલમા
પહેલા એક થી ત્રણમાં સુગર હોય તેવા ફૂડ પેકેટ ટાળો.

બે વર્ષથી નીચેની ઉંમરના ને તો
ઉમેરેલ ખાંડ આપો જ નહિ

ઉમેરેલ ખાંડ વિનાનો બ્રેકફાસ્ટ / નાસ્તો
એક જાતના આશીર્વાદ જ છે.

દાંત ખરાબ થવા એ
આખા શરીરની હેલ્થ ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ તેની સૌથી પહેલી નિશાની છે.... અને ઉમરથી વહેલા દાંત ખરાબ થવા એ અન હેલ્થી ખોરાક ખૂબ લેવાય છે તેની પહેલી નિશાની છે.
......

કેમ કે, હવે dentists ઘણા બધા છે એટલે
રૂટ કેનાલ અને ફિલિંગ કરાવે રાખો !!!

હવે ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઈ ચૂકી છે
અને ડોક્ટરો પણ દરેક ફિલ્ડના મળી રહે છે...
અને મેડિકલેમ અને આયુષ્યમાન ભારત સરળ છે એટલે
સર્જરી કરાવે રાખો !!

જેટલું વર્લ્ડ સાયન્સ અને ટેકનોલોજીમાં એડવાન્સ થાય છે તેટલું
પ્રી + વેન્શન માં એડવાન્સ થતું નથી અને
પ્રિવેનશનમાં પૈસા પણ.... અત્યારે મળતા નથી
એટલે .... .... ..... ...... અલગ અલગ અને જટિલ સર્જરીઓ.... એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, સાંધા બદલાવો, લિવર બદલાવો, દાંતમાં પોલાણમાં ફિલિંગ કરાવે રાખો... .. .... કેમ કે રોગોને રોકવામાં આર્થિક ફાયદો કે અંદરથી રસ કોઈને પણ નથી !! નથી સરકારને કે નથી ડોકટરોને કે નથી લોકોને કે નથી ફૂડ ઇન્ડસ્ટ્રી ને કે નથી બીજા કોઈને ?!!!

કોણ પોતાના માતા-પિતાના પ્રેમ ન કરતું હોય ?!સૌ કોઈપોતાના માતા-પિતાના સ્વાસ્થ્ય માટેસતત ચિંતિત હોય છે. જેમ બાળ અવસ્થા અલગ ...
19/06/2022

કોણ પોતાના માતા-પિતાના પ્રેમ ન કરતું હોય ?!

સૌ કોઈ
પોતાના માતા-પિતાના સ્વાસ્થ્ય માટે
સતત ચિંતિત હોય છે.

જેમ બાળ અવસ્થા અલગ છે અને બાળકોનું પોષણ, બાળકોના રોગો પણ અલગ છે અને બાળકોના સ્પેશ્યલ ડોકટરને
પેડિયાટ્રિશ્યન/ pediatrician/ paediatrician કહેવાય અને મેડિકલ ની આં સ્પેશ્યલ બ્રાન્ચને paediatrics કહે છે.

બરાબર તે જ રીતે
વૃદ્ધ અવસ્થા અલગ છે, તેનું પોષણ અને તેના રોગો અલગ છે અને તેની મેડિકલ બ્રાન્ચને Geriatrics કહેવાય અને વૃદ્ધોના સ્પેશ્યલ ડોક્ટરને જેરિયાટ્રિશ્યન / Geriatrician કહેવાય.

પણ કેમ કે,
વૃદ્ધ અવસ્થા વિશેની ઉંડાણપૂર્વકની સમજ, શોધ, સંશોધન... આખા જગતમાં... છેલ્લા 20-30 વર્ષમાં જ શરૂ થયા એટલે આજની તારીખે પણ મુંબઈમાં પણ જેરિયાટ્રિશ્યન ડોકટર આંગળીના વેઢે ગણાય તેટલા છે, સુરતમાં એક પણ નથી, કદાચ અમદાવાદમાં ગણ્યા ગાંઠ્યા હોય શકે એટલે બાળકોની સ્પેશ્યલ હોસ્પિટલની જેમ વૃદ્ધોની સ્પેશ્યલ હોસ્પિટલ નો તો કોઈ સવાલ જ નથી ગુજરાત માં !!

એટલે
21 મી સદીમાં પણ ગુજરાતમાં વૃદ્ધ અવસ્થા સંબંધિત મેડિકલ નોલેજ... લોકો પાસે નહિવત કે લિમિટેડ છે.... પણ હા, દેશી ડોશી શાસ્ત્ર છે !! અને આપણે તે અધકચરા જ્ઞાનથી જ... વૃદ્ધ અવસ્થાને જોઈ સમજીએ છીએ અને વળી પાછો તે જ ડોશી શાસ્ત્રનો પ્રચાર કરીએ છીએ... પ્રસાર કરીએ છીએ !! ફેલાવો કરીએ છીએ!! અને આ 21મી સદીની જ વાત છે !!
.....

વૃદ્ધાવસ્થા માં જોવા મળતી
sarcopenia કે સાર્કોપેનીયાનાં ( સ્નાયુઓ ઘટવા )
ત્રણ મુખ્ય Sign / ચિન્હો કંઇક આવા છે.

1). સ્નાયુની તાકાત કે muscle strength ઘટી જાય,
2).સ્નાયુનો જથ્થો કે muscle mass ઘટી જાય,
3). physical performance કે શારીરિક કાર્ય કરવાની સ્પીડ કે ક્ષમતા ઘટી જાય....

અથવા સાદી ભાષામાં... સર્કોપેનિયા એટલે કે સ્નાયુઓ ગળી જવા.

વૃદ્ધ અવસ્થા ને સારી રીતે પસાર કરવા કે.... રોગ અને તકલીફ વગર પસાર કરવા માટે કે... આયુષ્ય લાંબુ કરવા માટે... sarcopenia / સાર્કોપેનીયા ની સ્પીડ ઘટાડવી પડે.
.....

બાલ્યાવસ્થામાં અને પુખ્તઅવસ્થામાં
વિટામિન ડી...
મુખ્યત્વે સૂર્યપ્રકાશ....ત્વચા ઉપર પડે...અને ત્વચાની નીચે રહેલા અમુક કોલેસ્ટ્રોલ માંથી... ધીરેધીરે વિટામિન ડી બને અને શરીરની વિટામિન ડી ની જરૂરિયાત ઘણા મોટા અંશે ( લગભગ લગભગ 90 %) પૂર્ણ થાય... પણ... .... ....વૃદ્ધ અવસ્થામાં.... આ રીતે સૂર્યપ્રકાશથી વિટામિન ડી ની બનવાની ની સ્પીડ લગભગ લગભગ 50 થી 70 ટકા જેટલી ઘટી જાય છે...અને એટલે સૂર્યપ્રકાશથી વિટામિન ડી ની જરૂરિયાત પૂરી થવાનું... ઘણું ખરું ખત્મ થઈ જાય છે એટલે વિટામિન ડી.... ખોરાકમાંથી લેવાનું સેટ કરવું પડે... પણ વૃદ્ધોનો ખોરાક જ લિમિટેડ હોય છે અને હેલ્થી ખોરાક પણ લિમિટેડ હોય છે અને વૃદ્ધોનું સૂર્યપ્રકાશમાં જવાનું પણ ખૂબ લિમિટેડ હોય છે.

એટલે વૃદ્ધ અવસ્થામાં વિટામિન ડીનું લેવલ વારંવાર ચેક કરવું કીમતી છે... અને ઉણપ હોય તો તે પ્રમાણે....વિટામિન ડી... દવાના રૂપમાં લેવાનું ખૂબ કીમતી છે.... વિટામિન ડી ની ઉણપ વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને... જોવા મળતી જ હોય છે..

વિટામિન ડી ની ઉણપ... સાર્કોપેનીયાની સ્પીડ વધારે
અને
સાર્કોપેનીયાની સ્પીડ ઘટાડવામાં કે સાર્કોપેનીયાને પાછળ ધકેલવામાં... ચાર મુખ્ય ફેક્ટર માનું એક વિટામિન ડી છે.
....

સાર્કોપેનીયાને કારણે....ઘણી વખત... સ્નાયુની ક્ષમતા ઘટી જવાને કારણે... વૃદ્ધ નું એકાએક પડી જવું... ફ્રેકચર થઈ જવું... અને એટલે ઓપરેશન... અને વૃદ્ધ અવસ્થામાં હીલિંગ ની સ્પીડ ઘટી જતી હોય છે... એટલે... વૃદ્ધે... સર્કોપેનીયા ને કારણે....આડકતરી રીતે લાંબો સમય પથારીવશ થઈને રહેવું... પડતું હોય છે.

વિટામિન ડી
આયુષ્ય વધારવા માટે,
સ્વસ્થ વૃદ્ધ અવસ્થા માટે ખાસ કીમતી છે..

અને જેમના વૃદ્ધ માતાપિતા આં રીતે...
એકાએક ભૂતકાળમાં પડી ચૂક્યા છે...
અથવા તેમને આ રીતે પડવાથી ફેક્ચર થઈ ચૂકેલ છે...
અથવા અત્યારે પથારી વશ છે...
અથવા અત્યારે કસરત કરતા નથી...
અથવા ચાલતા પણ નથી...
અથવા સૂર્ય પ્રકાશમાં જતા નથી....
અથવા બરાબર ખાઈ શકતા નથી કે ખાતા નથી....

તેમના પુત્ર - પુત્રીએ તો
વૃદ્ધ માતા પિતાના વિટામિન ડી ઉપર ખાસ ધ્યાન આપવું

વધુ માટે વૃદ્ધાવસ્થા પાર્ટ 2...
https://www.facebook.com/groups/271709813968047/permalink/752069369265420/

વૃદ્ધાવસ્થા પાર્ટ 3
https://m.facebook.com/groups/271709813968047/permalink/752461265892897/

#વિટામિન

દાણા અંકુરિત થઈ શકે પણ તે ઘણો બધો સમય સુષુપ્ત અવસ્થામાં હોય છે પણજ્યારે તેને અનુકૂળ સંજોગો મળે ત્યારે તે અંકુરિત ( germi...
04/04/2022

દાણા અંકુરિત થઈ શકે
પણ તે ઘણો બધો સમય સુષુપ્ત અવસ્થામાં હોય છે
પણ
જ્યારે તેને અનુકૂળ સંજોગો મળે ત્યારે તે અંકુરિત ( germination) થાય અને તેમાંથી ફણગો (sprout) ફુંટે.

આખા દાણાના ત્રણ પડ કે લેયર કે ભાગ હોય છે.
1). બહારનું bran=ભુસુ/ફોતરાં= અંકુરનું રક્ષણ કરે તે
2). અંદરનું endosperm =એન્ડોસ્પર્મ= અંકુરને પોષણ આપે તે
3). ત્રીજું germ = જેમાંથી અંકુર ફૂટી શકે છે તે જીવન્ત ભાગ
....

આપણે જોયું કે,
બ્રાન અને જર્મ કાઢીને આપણે whole grain માંથી
refined grain બનાવીએ છીએ.

https://www.facebook.com/groups/271709813968047/permalink/285997409205954/

આખા દાણા પાર્ટ 2
https://www.facebook.com/groups/271709813968047/permalink/325763678562660/
....

દાણામાં
બે પ્રકારની સિસ્ટમ હોય છે
1). અંકુરિત કરે.
2). અંકુરણ રોકે.

સુષુપ્ત અવસ્થામાં અંકુરણ રોકતી સિસ્ટમ હાવી થયેલ હોય છે એટલે અંકુરણ થતું નથી.

અંકુરણ કે germination રોકવાની સિસ્ટમના ભાગ રૂપે
દાણા માં antinutrient તત્વો પણ હોય છે... જે પોષકતત્વો ને એવી રીતે લોક મારીને રાખે કે તેં ઉપયોગમાં ન આવી શકે !! એટલી હદે કે તે માનવ શરીરમાં પણ અમુક હદે શોષી ના શકાય !! અમુક જ quantity શોષી શકાય કે શોષવી શક્ય બને.

અને જ્યારે વાતાવરણ સાનુકૂળ છે તેવા સિગ્નલ આવે એટલે germination ની પ્રક્રિયા શરૂ થાય એટલે germ લેયર ભ્રુણ ( embryo) માં બદલાવા માંડે એટલે...antinutrient બહાર નીકળી જાય અને endosperm માં થીંજી ગયેલ પોષણ... ઉપયોગમાં આવી શકે તેવા પોષણમાં બદલાવા માંડે

અને ઉત્સેચકો ( enzymes) વધુને વધુ એક્ટિવ બનવા માંડે અને જટિલ પોષકતત્વોનું વિઘટન કરીને... સાદા અને તરતજ ઉપયોગમાં આવી શકે તેવા પોષકતત્વો રૂપાંતરણ કરવા માંડે !! એટલે કે ફણગાવેલા ખોરાકમાં કે અંકુરિત ખોરાકમાં જટિલ તત્વોની જગ્યાએ સાદા તત્વો હોય છે કે જેનું પાચન ખૂબ જ સરળ હોય એટલે ફણગાવેલા ખોરાક પચવામાં એકદમ સરળ હોય છે.

ફણગાવેલા ખોરાકમાં
કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ...સિમ્પલ સુગરમાં બદલાતી જાય
પ્રોટીન...એમિનો એસિડ માં બદલાવા માંડે
ફેટ... ફેટી એસિડમાં બદલાવ માંડે
મિનરલ્સ... સહેલાઈથી શોષી શકાય તેવી અવસ્થામાં આવી જાય, એન્ટી ન્યુટ્રીએન્ટ નો લોક / તાળું ખુલી જાય / તૂટી જાય.
....

અંકુરણ ની સાથે સાથે કલોરોફિનની જરૂર પડે એટલે અંકુરિત ખોરાકમાં કલોરોફિન પણ હોય છે જે અમુક વિટામિન્સ નું સંશ્લેષણ કરે !!

અને અકુંરણ ની સાથે બહારથી મૂળ જેવી વ્યવસ્થા કદાચ હવા, પાણી માંથી સીધા અને જમીનમાંથી પોષકતત્વો લેવાં માંડવા સક્ષમ બને અને અમુક વિટામિન્સ અને મિનરલ્સ તેમાં વધતા જાય!!

આ બંને પ્રોસેસ ને કારણે ફણગાવેલા ખોરાકમાં
1). અમુક વિટામિન્સ અનેક ગણી માત્રામાં વધી જાય
2). અમુક હોય જ નહિ તેવાનું પણ પ્રોડક્શન થાય ( ઉદાહરણ રૂપે ફણગાવેલા મગમાં વિટામિન સી)
3). એન્ટી ન્યુટ્રીએન્ટનાં લેવલ ઘટતા જાય તેના લોક ઉઘડતા જાય
અને તેને કારણે
4). તે દાણામાં રહેલા તત્વોની બાયો અવેઇલિબીલીટી વધતી જાય !!
....

એટલે ફણગાવેલા ખોરાકને જીવંત ખોરાક ( living food) કહેવાય છે કેમ કે તે સુષુપ્તિ માંથી બહાર આવીને ફરીથી જીવંત બનેલ છે.

સુષુપ્ત કઠોળ અને ફણગાવેલ જીવંત કઠોળના
1). પોષકતત્વો
2). પોષકતા કે પોષણ કરવાની ક્ષમતા અથવા તેની બાયો એવિલીબિલિટી
3). રીપેરીંગ / નવીનીકરણ/ પુનઃ નવીનીકરણ / પુનઃ સંજીવન ક્ષમતા/ anti aging / rejuvenation capability

આ ત્રણેયમાં હાથી ઘોડાનો ફર્ક હોય છે. ....

એક વાત છે... આખા દાણા પણ સુષુપ્ત અનાજ, whole grain
બીજી વાત છે... જીવંત કે sporuted grain/ pulse/ seed
ત્રીજી વાત છે... re+fine grain, મેંદો, ખાંડ, hfcs

sprout અને માઇક્રો ગ્રીનમાં પણ ફર્ક છે
જો કે બંને live food કે જીવંત ફૂડ છે
અને ઉપરના ત્રણમાંથી... બીજી કેટેગરી / વાત માં આવે.

તમે દાણા (seed) , કઠોળ, અનાજ ( cereal), મિલેટ
આ બધાને ફણગાવી શકો અને મોટા ભાગનાને ફણગાવી શકો.

અંકુર નાં ફૂટે તો પણ... કઠોળ... સાદા પાણીમાં 8 થી 10 કલાક પલળે...અથવા ગરમ કરેલા પાણીમાં 4 થી 6 કલાક પલળે એટલે તેમાં અંકુરણ ફૂટવાની કે germination પ્રોસેસ શરૂ થાય અને એન્ટી ન્યુટ્રીએન્ટ 50 % તો નીકળી જ જાય અને એટલે આપણે કઠોળ પલાળીને પછી તેનું પાણી કાઢીને વાપરીએ છીએ.

જો તમે 2012 પછી થી મુંબઈ ગયા હશો તો તમેએક નવીન વસ્તુ જોઈ હશે/ માર્ક કરી હશે કે ઘણા બધા ફલાયઓવર ઉપર પાંચ મીટર ઊંચા બેરિયર...
03/04/2022

જો તમે 2012 પછી થી મુંબઈ ગયા હશો તો તમે
એક નવીન વસ્તુ જોઈ હશે/ માર્ક કરી હશે કે
ઘણા બધા ફલાયઓવર ઉપર પાંચ મીટર ઊંચા બેરિયર કે દેખાવમાં લાગતી metal sheet લગાવવામાં આવી છે

ક્યારેય એવો પ્રશ્ન થયો કે આં શું છે ?! અને
flyover ઉપર લાંબા-લાંબા પતરા ની સીટ કેમ લગાવવામાં આવી છે ?!

એ નોઈસ બેરિયર છે
જે noise ને અમુક હદ સુધી ઘટાડે છે
૧૫થી ૩૫ ડેસિબલ સુધી ઘટાડે છે

અને
હવે સમય એવો આવી ગયો છે કે
ગુજરાતના flyover સિટી સુરતમાં પણ
હવે મુંબઈની જેમ આવા નોઈસ બેરીએર ઇન્સ્ટોલ કરવા પડે.

ભારતમાં સૌથી પહેલા 2012 માં bkc mumbai ની બાજુના ફ્લાય ઓવર ઉપર આવા.. noise બેરિયર...mmrda દ્વારા લગાવવામાં આવેલા... એટલે મુંબઈ એ ભારતનો પહેલું સીટી છે કે જ્યાં નોઇસ બેરિયર લગાવવામાં આવ્યા.

જોકે આ ફીટીંગ એમને એમ નહોતું થયેલું !!
mmrda સીધી જ તૈયાર નહોતી !!

એના માટે
મુંબઈની જ એક એનજીઓએ
અવાજો થી ત્રાસી જઇ ને પીઆઈએલ કરેલી
અને
નોઈસ મેપિંગ કરાવેલ અને જેના રિપોર્ટને અંતે
mmrda એ નોઈસ ને દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ ની ગાઇડલાઈન ને ફોલો કરવા માટે ફ્લાય ઓવર ઉપર આવા નોઈસ બેરિયર ઇન્સ્ટોલ કરવા પડેલા

નોઈસ બેરિયર
એટલે 5 મીટર લાંબી મેટલ શીટ નહિ
પણ એ ત્રણ લેયર ની અવાજ શોષક મટીરીયલ ની બનેલ હોય છે.

આખા મુંબઈ શહેરનું noise મેપિંગ કરવામાં આવેલું ખાસ કરીને ફ્લાય ઓવર ની બાજુમાં અને પછી નોઈસ મેપ ઉપરથી નક્કી કરાયેલું કે કયા કયા ફલાયઓવરની ઉપર આવા બેરિયર લગાવવાની જરૂર છે.

યુકેના તો અમુક શહેરના લાઇવ નોઈસ મેપ તમે લાઈવ...કોઈ પ સમયે... વેબસાઇટ પર જ જોઈ શકો છો, મુંબઈ માટે આવો લાઈવ નોઈસ મેપ હવે આવશે એવું લાગે છે.

NGT ના હુકમને કારણે મુંબઈમાં હવે લાઉડ સ્પીકર ના કલાકો અને construction એક્ટિવિટીના કલાકો પણ ફિક્સ કરવામાં આવ્યા છે.

આ બધું શક્ય બન્યું મુંબઈના ના નોઈસ થી ત્રાસી ગયેલા લોકોએ બનાવેલ એક...aavaj... એનજીઓ ને કારણે...પણ દુર્ભાગ્યે આવું કોઈ એનજીઓ સુરતમાં નથી કે સુરતના લોકો એટલા જાગ્રત પણ નથી.

નોઈસ પોલ્યુશન ને કારણે હિયરિંગ લોસ કે બહેરાશ આવી શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે, પ્રોડક્ટિવિટી ના કલાકો ઘટે છે.

ફ્લાય ઓવર થી 40 મીટર દૂર અને રોડ સેન્ટર થી 70 મીટર દૂર મારા ઘેર ઉપર 75 થી વધુ ડેસિબલ સાઉન્ડ હું લગભગ રોજે માપુ છું !! અને ત્રાસી જઉં છું... તો વિચારો કે જેમના ઘર 20 કે 30 મીટર દૂર છે તેમને શું થતું હશે ?!

ભારતના 100
સ્માર્ટ સિટી ના નોર્મસ માં જ હવે લાઈવ noise મેપ
આખા શહેરનો લાઇવ નોઈસ મેપ
નિયત વેબસાઇટ ઉપરથી લાઈવ હોવો જોઈએ.

અને આં નોઈસ મેપ પ્રમાણે
અમુક અમુક ફ્લાય કવર ઉપર નોઇસ બેરિયર ફીટ કરવા જોઈએ

હોર્ન ની ડેસિબલ લિમિટ પ્રેક્તિકલિ અમલમાં આવવી જોઈએ. 87 ડેસિબલ થી ઉંચા અવાજવાળા હોર્ન ના વેચાણ ઉપર પ્રતિબંધ છે.... આવો કાયદો પેપર ઉપર છે... પણ પ્રેક્ટીકલી તેનો અમલ થતો નથી !!! અને ઊંચા ડેસિબલ વાળા હોર્ન ખૂબ જ સહેલાઇથી મળે જ છે અને બાઈક, બસ, ખટારા ઓમાં આજે પણ લાગેલા છે... જે દૂર થવા જોઈએ.

Residential area મા રહેલ
ફેક્ટરી ઓના કલાકો, લાઉડ સ્પીકર ના કલાકો, construction activity ના કલાકો નો શહેરોમાં strict
અમલ થવો જોઈએ.

મસલ્સ ફાયબર નાં એટલે કે સ્નાયુઓના તાંતણા નાંઘણા બધા પ્રકારો હોય છે અને તેમાંથી એક પ્રકાર છે...સ્કેલેટલ મસલ્સ ફાયબર... અથ...
28/03/2022

મસલ્સ ફાયબર નાં એટલે કે સ્નાયુઓના તાંતણા નાં
ઘણા બધા પ્રકારો હોય છે અને તેમાંથી એક પ્રકાર છે...
સ્કેલેટલ મસલ્સ ફાયબર... અથવા વોલન્ટરી મસલ્સ ફાયબર એટલે કે
એવા સ્નાયુઓ કે જેની ઉપર આપણો કંટ્રોલ છે... આપણે તેને ઈચ્છીએ ત્યારે સંકોચી શકીએ...એટલે કે હાથ, પગ... વગેરેના સ્નાયુઓ
....

આવા સ્નાયુઓ
કેટલી ઝડપથી સંકોચાય છે તેના ઉપરથી તેના બે મોટા પ્રકાર છે.
સ્લો ( ટાઇપ 1 ) અને ફાસ્ટ ( ટાઇપ 2 ).

ટાઇપ 1 કે સ્લો એટલે કે ધીમે ધીમે સંકોચાતા
અને સાઈઝ માં નાના અને ફકત ઓકસીજન મળે તો જ કામ કરે
અને ગ્લાયકોજન સ્ટોર ઓછો કરી શકતા સ્નાયુઓ છે.

મેરેથોન, લાંબી દોડ, સ્વિમિંગ, સાયકલિંગ... આ બધું એટલે કે endurance કે ક્ષમતા વધારે એવા પ્રકારની કસરત આવા... સ્લો પ્રકારના ટાઇપ 1 સ્નાયુઓ વિકસાવે કે વધારે.
....

અને
ફાસ્ટ માં એટલે કે....
ટાઇપ 2 માં બે પ્રકાર છે....

ટાઇપ 2 -B કે 2-x
એટલે એવા સ્નાયુ ઓ કે જે સૌથી વધુ ફોર્સ ઉત્પન્ન કરે
અને સૌથી વધુ સ્પીડ અને સૌથી વધુ લાંબા
અને મુખ્યત્વે ઓકસીજન વિના કામ કરવા ટેવાયેલા
અને સૌથી વધુ ઝડપથી થાકી પણ જતા
અને ગ્લાયકોજન નો સ્ટોર સૌથી વધુ આં ફાયબર કરી શકે

જ્યારે
ટાઇપ 2-A
એટલે બંનેની વચ્ચેનાં
એટલે કે ટાઇપ 1 અને ટાઇપ 2-B ની વચ્ચે
તાકાતમાં પણ મીડિયમ, સાઈઝ.માં પણ મીડિયમ અને
થાકવામાં પણ.... મીડિયમ
અને ઓક્સિજન સાથે અને ઓક્સિજન વિના પણ કામ કરી શકે
અને ગ્લાયકોજન સ્ટોર પણ મિડિયમ હોય... ..

પાવર લીફ્ટિંગ, ફાસ્ટ દોડ ( 200 મીટર/ 400 મીટર), પુશ અપ આં બધું.... ફાસ્ટ ટાઇપ નાં સ્નાયુઓ વિકસાવે અથવા આં બધા માટે ફાસ્ટ ટાઇપ નાં ટાઇપ 2 સ્નાયુઓ જોઈએ
....

કોઈ પણ સામાન્ય અને નોન એથ્લેટ માણસમાં
મોટે મોટે થી જોઈએ તો...
ટાઇપ 1 અને ટાઇપ 2
બંને 50 - 50 ટકામાં હોય છે.

પણ જેમ જેમ એથલેટિક કસરત શરૂ કરે તેમ તેમ તે પ્રકારના સ્નાયુઓ વધતા જાય એટલે કે લાંબી કે મેરેથોન દોડની તૈયારી કરે કે લાંબુ તરવાની તૈયારી કરે કે લાંબુ સાયકલિંગ કરે એટલે સ્લો ટાઇપ કે ટાઇપ 1 પ્રકારના સ્નાયુઓ વધુ વિકસતા જાય

અને જેમ જેમ ટુંકી પણ ફાસ્ટ દોડ અથવા ઝડપથી વજન ઊંચકવાની તૈયારી શરૂ કરે એટલે ટાઇપ 2 પ્રકારના સ્નાયુઓ વધતા જાય એટલે કે 70-30 કે 80-20... આવો રેશિયો થતો જાય.....

sarcopenia અથવા સાર્કોપેનીયા
એટલે સ્નાયુઓ વપરાય નહિ તે ક્ષીણ થતાં જાય તેવી પરિસ્થિતિ.

ખાસ તો,
ઉંમર સાથે અથવા 35/40 વર્ષ પછી... દર વર્ષે...
1 થી 2 ટકા સ્નાયુઓ ઘટતા કે ક્ષીણ કે લોસ થતા જાય છે
અને
તે ક્ષીણ થવાનું કે ઘટવાનું
60/65 વર્ષ આસપાસ થી 3 થી 4 ટકા જેટલું થતું જતું હોય છે.

અને આ મસલ્સ ક્ષીણ થવાનું કે ઘટવાનું કે જેને
sarcopenia કહે છે તે... મોટા, ફાસ્ટ એટલે કે ટાઇપ 2 મસલ્સ ફાયબર ને જ કે મુખ્યત્વે ટાઇપ 2 મસલ્સ ને અસરકર્તા હોય છે એટલે કે ટાઇપ 1 અથવા સ્લો મસલ્સ ફાયબર ને ક્ષીણ કરતા નથી... અથવા નહિવત કરે છે.......

હવેના મોર્ડન ભારતના પુખ્ત લોકોમાં
એટલે 40 /50 વર્ષની વયના લોકોમાં....આજકાલ.... મેરેથોન / લાંબી દોડ / લાંબી સાયકલિંગ... બહુ પ્રિય બની રહ્યા છે... દિવસે દિવસે લોકપ્રિય બની રહ્યા છે... પણ તે... ....

40 પ્લસ માટે એટલું બધું જરૂરી નથી કે જેટલું મહત્વ તેને અપાય રહ્યું છે ! તે endurance કે ક્ષમતા કે ટાઇપ 1 સ્નાયુઓ વધારે છે પણ સાથોસાથ.... .... ....

પુશ અપ અથવા પાવર લીફ્ટિંગ અથવા squat અથવા ટુંકી ફાસ્ટ દોડ અથવા bridge exercise.... વગેરે કરે તે પણ એટલું જ કીમતી છે... તે ફાસ્ટ ટાઇપ નાં સ્નાયુઓ વિકસાવવા સમર્થ છે અથવા તેને ટકાવી રાખવા સમર્થ છે.

પુખ્ત વયના લોકો
ઓછામાં ઓછું
એક અઠવાડિયા માં બે દિવસ resistant training અથવા strength training કરે તે કીમતી છે.

અને આ ટાઇપ 2 સ્નાયુઓ
માણસની ઇન્ટર્નલ મેટાબોલિક હેલ્થ જાળવી રાખવામાં પણ એટલા જ ઉપયોગી છે...એટલે કે ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક...વગેરેને રોકવામાં કીમતી છે.....

ઉપરાંત
60 પ્લસ લોકો માટે પણ આ
Strength training / Resistant Training
એટલે પુશ અપ, વજન ઊંચકવું, squat training, resistant band, sand bag.... વગેરે નો ઉપયોગ અથવા, પોત્ર - પોત્રીઓને તેડવા, પાણીની ડોલ બગીચામાં નાખવી, બગીચાનું કામ ઝડપથી કરવું... વગેરે......

1). સર્કોપેનીયા, ઉપરાંત
2). સાથો સાથ હાડકાની ઘનતા ટકાવી રાખવા અને
૩). osteoporosis રોકવા ઉપયોગી છે એટલે કે ફ્રેકચર રોકવામાં પણ કીમતી છે.

પણ ભારત ની સામાજિક હેલ્થ !!
ભારતનો સામાજિક માહોલ એવો છે કે વડીલ... જિમમાં જાય કે તેવું વિચારે પણ તો.... ..... .... .... ..

વડીલો ફકત મંદિર જ... કે કથામાં ... કે સત્સંગમાં .... કે ભજન કે શેરી નાં નાકે / ચોકમાં / ચોરે... બેસીને ટાઈમ પાસ કરી શકે !!!

અત્યારના ભારતના
40 પ્લસ અને 60 પ્લસ બંને ગ્રૂપ ...
ભારતનો સામાજિક માહોલ બદલવામાં મદદ કરે . ..અને પાવર લિફ્ટિંગ / વેટ લીફ્ટિંગ/ રેસિસ્ટન્સ ટ્રેનિંગ / પુશ અપ / bridge/ squat... વગેરે અપનાવે, શરૂ કરે... તે કિમતી છે.

ફ્રીઝ કે એસીલેવા જઈએ એટલે જોઈએ કે કેટલા સ્ટાર છે?!... વીજળીની બચત કેટલી કરશે તેના માટે સ્ટાર જોઈએ અને પસંદગી માં તેને ધ્...
28/03/2022

ફ્રીઝ કે એસી
લેવા જઈએ એટલે જોઈએ કે કેટલા સ્ટાર છે?!... વીજળીની બચત કેટલી કરશે તેના માટે સ્ટાર જોઈએ અને પસંદગી માં તેને ધ્યાનમાં લઈએ છીએ

કેમ કે,
તેના સ્પેસિફિકેશન ની વિગત વાંચવાનો સમય નથી કે સમજાતું નથી કે વાંચી શકતા નથી કે ઈંગ્લીશ નથી આવડતું... એટલે સ્ટાર રેટિંગ સીધું અને સરળ પડે છે.... વાંચતા નાં આવડતું હોય કે વધુ ખબર ના પડતી હોય તો પણ સ્ટાર જોઈને સીધું સમજાય જાય કે પ્રોડક્ટ કેવી હશે

બરાબર આવી જ રીતે
ફૂડ પ્રોડક્ટ લેતી વખતે પણ... કઈ ફૂડ પ્રોડક્ટ કેટલી હેલ્થી છે તે સમજવા માટે..

કદાચ એવું બને કે ઈંગ્લીશ આવડતું ન હોય કે,
ઝીણા અક્ષર વાંચવામાં તકલીફ પડતી હોય કે
મોલમાંથી ઘણું બધું અને ફટાફટ લેવું હોય કે
બધાની નોર્મલ રેન્જ નાં ખબર હોય એટલે....

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અમુક દેશોએ.... પેકેજડ ફૂડ પ્રોડક્ટ કે ફૂડ પેકેટ ઉપર... આવા સ્ટાર રેટિંગ ની સીસ્ટમ વિકસાવી છે... જે ન્યુટ્રીશનલ લેબલ ઉપરાંતની છે...અને ખૂબ જરૂરી પણ છે..
......

ભારતની FSSAI સંસ્થાએ પણ હમણાં IIM-A પાસે આવો
ફ્રન્ટ લેબલ માટે નો સર્વે કરાવ્યો અને આ સર્વે રિપોર્ટ પ્રમાણે 5 અલગ અલગ પ્રકારની ફ્રન્ટ લેબલની સિસ્ટમમાંથી... હેલ્થ સ્ટાર રેટિંગ સીસ્ટમ જ... ભારતીયોને વધુ અનુકૂળ લાગી

એટલે.... FSSAI... ભારતમાં આવી હેલ્થી સ્ટાર રેટિંગ સીસ્ટમ.... ફૂડ પેકેટ ઉપર ફરજીયાત કરવાની ગોઠવણ કરી રહ્યું છે...આશા રાખીએ કે જલદી થી... આ હેલ્થ સ્ટાર રેટિંગ સીસ્ટમ... ભારતમાં પણ અમલી બને

અને
ફૂડ પેકેટ ફકત જોઈએ એટલે તુરંત જ....એક જ સેકન્ડમાં.... સ્ટાર જોઈને ખબર પડી જાય કે આ કેટલું હેલ્થી છે !! અને અનેકો બિસ્કીટ નાં પેકેટ સાથે તરત જ..સેકન્ડમાં સરખામણી કરી શકાય કે કયું હેલ્થની દ્વષ્ટિએ પસંદ કરવું જોઈએ.

ફાયબર ઓપ્ટિક કેબલ ઘણી બધી ઝડપથી પ્રકાશને એટલે કે લાઇટ ને transmit કરી શકે છે કે પસાર કરી શકે છે.... એના કારણે મેડિકલ એન્...
20/03/2022

ફાયબર ઓપ્ટિક કેબલ ઘણી બધી ઝડપથી
પ્રકાશને એટલે કે લાઇટ ને transmit કરી શકે છે કે પસાર કરી શકે છે.... એના કારણે મેડિકલ એન્ડોસ્કોપી ઘણી ઝડપથી વધતી ગઈ.

ફાયબર ઓપ્ટિક કેબલ
જેમ જેમ વિકસતા ગયા તેમ તેમ
એન્ડોસ્કોપી એટલે સામાન્ય શબ્દોમાં દૂરબીન થી તપાસ વિકસતી ગઈ.

કેમ કે,
ફાયબર ઓપ્ટિક કેબલ... rigid કે જડ નથી હોતા ફ્લેક્સીબલ હોય છે એટલે કે જરૂર પડે તેમ વાળી શકાય છે એટલે પણ મેડિકલ એન્ડોસ્કોપી ખૂબ જ વિકસતી ગઈ.
....

મેડિકલ એન્ડોસ્કોપી નું એક મોટું ક્ષેત્ર છે
gastroendoscopy એટલે કે
પેટની દૂરબીન થી તપાસ કે
આંતરડાની દૂરબીન થી તપાસ કે
અન્નનળી ની કે જઠર દૂરબીન થી તપાસ

આવી તપાસ
Gastroentrologist ડોકટર કરે.

કબજિયાત, ગેસ, પેટના દુખાવામાં
gastroendoscopy ઘણું બધું નિદાન કરી શકે છે અને
ઘણા કિસ્સામાં સારો એવો ઉપચાર પણ કરી શકે છે.

જે રીતે તમે દૂરબીન થી દુર નું જોઈ શકો
બારબાર તે જ રીતે એન્ડોસ્કોપ થી ડોકટર શરીરની અંદર જોઈ શકે અને પેશન્ટ નાં સગાને એલસીડી સ્ક્રીન ઉપર બતાવી પણ શેકાને આખી પ્રોસિજર રેકોર્ડ પણ કરી શકે...અને આ બધો ફાઈબર ઓપ્ટિક કેબ્લને કારણે અને મોર્ડન સાયન્સ નાં જ્ઞાન નાં કારણે શક્ય બન્યું છે.

અલગ અલગ પ્રકારના
gastroendoscope થી તમે
આંતરડાં, જઠર, અન્નનળી ની...દૂરબીન કરતા પણ ખૂબ સારી રીતે જોઈ શકો.

પણ આમાં ક્યારેય
જુનો મળ... બહુ બધા લોકોના... આંતરડાંમાં ચીપકી ને રહેતો હોય અને બહુ બધા લોકોની... તંદુરસ્તી બગાડે તેવું કશું કોઈ પણ gastroentrologist ને દેખાયું નથી... હા, એ વાત અલગ છે કે કોઈ ગાંઠ કે કૅન્સર કે બીજા કોઈ કારણસર મળ... xyZ પેશન્ટમાં....

પણ સામાન્ય લોકોમાં.... સામાન્ય રીતે...આવું કશું જ હોતું નથી અને જગતના કેટલાય gastroentrologist... કેટલીય એન્ડોસ્કોપી...રોજે...આખા જગતમાં કરતા હશે.

આટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયા પછી પણ
અમુક નેચરોપેથી ની શિબિરમાં... હજાર લોકો... સવાર સાંજ એનિમા ( e***a) લેતા જોવ એટલે... .... ..... !!!

અને એટલા શાંતિથી લોકો પણ સાંભળતા અને એનિમા લેતા હોય છે કે.... .... .... !!!!

21 મી સદીમાં, વિજ્ઞાન જ્યારે આટલું આગળ વધી ગયું છે ત્યારે, રોજે એનિમા ને ટાળો.

નેચરો પથીના રિસોર્ટ માં કે સેન્ટર ઉપર જાવ તો પણ
જૂના મળ કે એનિમા કે e***a.... ની સિસ્ટમમાં પડવું નહિ... એ સિવાયની બીજી બધી નેચરો થેરાપી લગભગ લગભગ નિર્દોષ છે... અથવા તો એ અનુભવી નેચરોપેથ નાં માર્ગદર્શન હેઠળ થતી હોય નિર્દોષતા ની નજીક હોય છે.

હા, એ અલગ વાત છે કે,
મોર્ડન સાયન્સ નાં નિદાન પછી
મોર્ડન સાયન્સના ડોકટર તમને એનિમા લેવાની સલાહ આપે એ અલગ વાત છે... પણ એ જનસામાન્ય નિયમ નથી કે લોકોને જૂના મળ ને કારણે પેટની તકલીફ થાય અને એટલે બધાયે... રોજે એનિમા લેવો જોઈએ... રોજે જ એનિમા... અને એ પણ મેડિકલ સલાહ કે સુપરવિઝન વગર... એ ચોક્કસ જ જોખમ ને નોતરવા બરાબર છે.

સ્પર્શ... કપડાં અપનાવતા ગયા તેમ તેમ...ઘટતો ગયોઅને એમાં પણ સભ્યતા અપનાવતા ગયા તેમ સાવ જ ઘટી ગયો !ભેટવાનું બંધ થઈ ગયું, હા...
19/03/2022

સ્પર્શ... કપડાં અપનાવતા ગયા તેમ તેમ...ઘટતો ગયો
અને એમાં પણ સભ્યતા અપનાવતા ગયા તેમ સાવ જ ઘટી ગયો !

ભેટવાનું બંધ થઈ ગયું,
હાથ મિલાવવા નું બંધ થતું ગયું
એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ઉભુ રહેવું બંધ થઈ ગયું
સતત ચંપલ કે બુટ ને કારણે... પગનો સ્પર્શ પણ ઘટતો ગયો.

સભ્યતા સાથે શરીર સ્પર્શ ઘટતો ગયો !!

સંબંધોમાં પણ લાડ લડાવવાનું કે
pampering બંધ થઈ ગયું !!

માથું દબાવી દેવું
પગ દબાવવા,
મસાજ કરવો...આં બધું બંધ થતું ચાલ્યું !!
.. ....

હૂંફ ભર્યો સ્પર્શ
તાજા જન્મેલ બાળકને સ્તનપાન વખતે માતા નો સ્પર્શ
લાગણીઓ કોઈને ભેટ ના રૂપમાં આપીએ અને ભેટી પડીએ તે
ઘરડા માતા પિતાં નો હાથ પકડી એ તે
મિત્રોને સાંત્વન આપીએ તે
મિત્રો સાથે હાથમાં હાથ મિલાવીને ફરી એ તે
pampering touch

ઉષ્મા ભર્યો સ્પર્શ,
લાગણીભર્યો સ્પર્શ
નજદિકતા દર્શાવતો સ્પર્શ
સોશ્યલ સ્પર્શે
સેક્સ્યુઅલ સ્પર્શ
ચુંબન
ઇન્તિમસી આપતો સ્પર્શ
અને મસાજ....

આ બધા સ્પર્શ જ છે !!! અલગ અલગ સ્પર્શ છે. સ્નેહનો વરસાદ છે. લાગણીઓનું એક પણ શબ્દ વિના આપ લે કરતાં સ્પર્શ જ છે !! Non Verbal Language છે. Healthy છે.
... ....

સ્પર્શ
હૂંફ પણ દર્શાવે, નજદિક્તા પણ દર્શાવે, મિત્રતા પણ દર્શાવે, પ્રેમ પણ દર્શાવે, સોશ્યલ નેસ પણ દર્શાવે !!! નથી ગમતું એ પણ દર્શાવે, ગુસ્સો પણ દર્શાવે !!

સ્પર્શથી આં બધું પણ વિકસે, ઘનિષ્ઠ થાય, મજબૂત થાય
મિત્રતા, પ્રેમ, નજદીક તા, સંબંધ, વિશ્વાસ.... .....

સ્પર્શ એટલે
ફકત...કશુંક અડ્યું....તેની ખબર પડે તેટલુ જ સીમિત નહિ !!
એ ફકત મેકેનિકલ કે મેડિકલ કે ફીઝીક્લ ભાષા જ નથી !!

ટચ ને રીસિવ કરવા માટે
રીસેપ્ટર હોય છે...આખા શરીરમાં..
ત્વચા ઉપર પણ અને શરીરની અંદર પણ !!
આં એ ફકત...સ્પર્શ જ નથી લઈ જતા !!

સ્પર્શના રીસેપ્ટર
હોઠ, ફિંગર ટિપ્સ કે આંગળીઓના ટેરવા ઉપર,
ઉપર સૌથી વધુ હોય છે, લાખો કે કરોડોની સંખ્યામાં આખા શરીરમાં હોય છે, એક સ્ક્વેર ઇંચ ત્વચામાં પણ લાખોની સંખ્યામાં રીસેપ્ટર હોય છે.

ગર્ભાવસ્થામાં
સૌથી પહેલા કે સૌથી જૂની વિકસતી સેન્સ એ સ્પર્શ છે.

18 વર્ષની આસપાસ, સૌથી વધુ રીસેપ્ટર કે ટચ રીસિવ કરવાની ક્ષમતા હોય છે, ઉમર થતી જાય તેમ ટચ રીસિવ કરવાની ક્ષમતા અને ટચ રીસેપ્ટર બંને ઘટતા જાય છે, જો વાપરો તો વધે અને ના વાપરો તો ઘટે...તે સિદ્ધાંત ઉપર જ શરીર ચાલે છે.
.... ......

નહાવું, વહેતા પાણીમાં ન્હાવું, પાણીની છાલક મારવી, વરસાદ માં ન્હાવું, મડ બાથ, ચપ્પલ કાઢીને ઘાસ ઉપર કે રેતી કે નાની કપચી ઉપર ચાલવું, એક્યુપ્રે શર ના ચપ્પલ, ચાલતી વખતે ઝાડની ડાળીઓ પાનને સ્પર્શવું, બેડરૂમ.... આ બધા સ્પર્શને વિકસાવવાના પ્રયોગો કે પ્રયાસો છે.

સ્પર્શે
ઊર્જાનું, ઉષ્માનું, સ્નેહનું, પ્રેમનું, હુંફનું, સમવેદનાં નું, લાગણીઓનું .... વહન કરે છે....વાહક છે...લઈ જનાર છે !!! બ્રિજ છે !!

સ્નેહનો લેપ....કે લીંપણ....સ્પર્શ દ્વારા શક્ય છે.
અને એ healthy .છે... હિલ કરે છે.

સભ્યતા સાથે....શબ્દો સાથે...મગજ સાથે....તર્ક સાથે...
કોમળ સ્પર્શ, નાજુક સ્પર્શ, મુલાયમ સ્પર્શ, મખમલી સ્પર્શ
આ બધા ફકત શબ્દો રહ્યા !!! આંખો બંધ કરીને આને માણવા નો, આપ લે કરવાનો...એક અલગ જ અહેસાસ છે...જે પણ એક દવા જ છે....એ હિલ / heal કરે જ..ઘા રૂઝાવે જ... healthy કરે જ !!

નવજાત શિશુ, શિશુ, મિત્ર, પ્રેમી પ્રેમિકા, પતિ પત્નિ, માતા પિતા...આ બધા પાત્રો છે...સ્નેહ અને સ્પર્શ ભૂખ્યા છે...સ્નેહ અને સ્પર્શથી હિલ થાય છે !!

મસાજ થેરેપી, siatsu, reflexology, accupressure, swedish massage, deepmassage, myotherapy, newborn massage, massage for fibromyalgia, massage for lymphatic drainage, hotstone massage.... આં બધી સ્પર્શની અલગ અલગ થેરાપી જ છે !!

ભારતમાંઆખા જગતમાં સૌથી ઓછો ડિવોર્સ રેટ... 1 %એટલે આપણે ખૂબ ખુશ છીએ પણ....... પણ ... હજુ ઘણું એવું છે કે જે સમજવા જેવું છ...
07/03/2022

ભારતમાં
આખા જગતમાં સૌથી ઓછો ડિવોર્સ રેટ... 1 %

એટલે આપણે ખૂબ ખુશ છીએ પણ....... પણ ... હજુ ઘણું એવું છે કે જે સમજવા જેવું છે.....

ભારતમાં
નોન મેરેજ...રી મેરેજ અને લીવ ઈન.... રેર કે ખૂબ ઓછા છે
પણ સામે... યુરોપ અને અમેરિકામાં નોન મેરેજ રેટ, રી મેરેજ અને લીવ ઈન રિલેશન નો રેટ... ખૂબ મોટો છે.

2011 નાં સેન્સસ પ્રમાણે...
ગુજરાતમાં... ડિવોર્સ, અલગ રહેતા અને વિધુર/ વિધવા
લોકોની સંખ્યા..... આખા ભારતમાં એક થી પાંચ માં આવે છે.

છેલ્લા બે દશકાથી... દર દસકે...
ભારતનો ડિવોર્સ રેટ બમણો થઈ રહ્યો છે.

ફકત મુંબઈમાં જ છેલ્લા ચાર વર્ષથી... રોજે સરેરાશ... અનુક્રમે..18, 19, 20 અને હવે 22 ડિવોર્સ પિટિશન... રોજે જ ફાઇલ થાય છે.

ભારતમાં
2016 થી 20.. એમ ચાર વર્ષમાં આપઘાતના આંકડા પ્રમાણે, રોજે 20 આપઘાત, મેરેજ સમસ્યા સંબંધિત કારણોસર થાય છે !! જો કે એમાંથી ફકત 7 ટકા આપઘાતનું કારણ ડિવોર્સ છે !! બાકીના 93 ટકા આપઘાતનું કારણ મેરેજ સંબંધિત સમસ્યા...એટલે કે બીજા શબ્દોમાં ભારત ડિવોર્સ કરતા ડેથ પસંદ કરે છે !!

જો કે, હવેનું ભારત કે લેટેસ્ટ ભારત...
ખુશીથી છૂટાછેડા પણ શીખી રહ્યું છે કે અપનાવી રહ્યું છે.
.....

સુરતની વાત કરીએ તો,
2016 પહેલા સુરતમાં, સ્પેશ્યલ કપલ કાઉન્સેલર કે રીલેશનશીપ કાઉન્સેલર....હતા જ નહિ !!

અત્યારના 2022 નાં સુરતના બે પ્રખ્યાત મેરેજ કાઉન્સેલર કે કપલ કાઉન્સેલર કે રીલેશનશીપ કાઉન્સેલર.. કે જેમના 100 થી વધુ ઓર્ગેનિક રિવ્યૂ છે તે ખુદ જ... અલગ જ ફિલ્ડ માં હતા

છેલ્લા 6 વર્ષમાં જ !! છ વર્ષમાં સુરતમાં એવું તે શું થયું કે રીલેશનશીપ કાઉન્સેલર ની સુરતને આટલી બધી જરૂર પડી ?!

આ સવાલના જવાબ ઉપરથી જ...
1). સુરતમાં જે ઝડપથી છૂટાછેડાના વધી રહ્યા છે... તેની સ્પીડ નો અંદાજ
2). છૂટા છેડા નો વધી રહેલ રેટ અને
3). અત્યારના સ્ટ્રેસ ફૂલ મેરેજનાં નંબર....
આ ત્રણેયનો અંદાજ આવી જાય.

અને આ વાત ફકત સુરતની જ નથી !!
.

સુરતને એટલી બધી ઝડપથી
રીલેશનશીપ કાઉન્સેલર ની જરૂર પડી તો...મતલબ...

1). સાયકોલોજીસ્ટ પાસે સ્ટ્રેસ ફૂલ મેરેજના
અત્યારે કેટલા કેસો હશે !?
2). હિમશિલાની ટોચની જેમ...અમુક ગણ્યા ગાંઠ્યા જ કપલ... રીલેશનશીપ કાઉન્સિલિંગ માટે તૈયાર થતા હશે... બાકીના.... ......??!

પણ આપણે ખુશ છીએ કેમકે,
ભારતમાં છૂટાછેડા નો રેટ આખા જગતમાં ઓછો છે
અને
ભારતમાં મનોરોગી નથી અને સાયકોલોજીસ્ટ ની ડિમાન્ડ જ નથી !!

અમેરિકા / યુરોપની જેમ
આજે જ અને અત્યારે જ... ભારતમાં પણ
રીલેશનશીપ કાઉન્સેલર,
કાઉન્સિલિંગ સાયકોલોજીસ્ટ,
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બિહેવિયર એનાલિસ્ટ... આ બધાની ખૂબ ડિમાન્ડ છે... પણ આપણી એ ડિમાન્ડ... ભૂવા, દોરા, ધાગા, માતાજી... વગેરે પૂરી કરી જાય છે !! અને આપણને સંતોષ પણ છે !!

હકીકતે તો આપણે,
આપણે ફકત આંખ આડા કાન કરી છીએ.... બીજું કશું નહિ !
..

કપલ રિટ્રીટ
રીલેશનશીપ કાઉન્સેલર, મેરેજ કાઉન્સેલર, પ્રિ મેરેજ કાઉન્સેલર, સાયકોસેક્સ્યુઅલ અને રીલેશનશીપ કાઉન્સેલર... આજના ( અને આવતી કાલના ) ભારતની જરૂરિયાત છે... બાકી તો ભૂવાઓ એ ... .... ......

આપણે બસ છૂટાછેડા નાં ઓછા રેટ જોઈને ખુશ છીએ પણ... ખરેખર જ લગ્નજીવનમાં હેપીનેશ લાવવા માટે... સામાજિક રીતે.... સામાજિક માહોલ અનુસાર... તાર્કિક કે વૈજ્ઞાનિક પ્રયત્નો શું કરીએ છીએ ?! કોઈ કપલ રિટ્રીટ સેન્ટર માં જાય તો આપણે એટલે કે ભારતીય સમાજ.... .... ?!

Address

Surat
395003

Telephone

+919408873187

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Nilesh Patel Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category