Dr. Pramod Patel- Consultant Urologist

  • Home
  • Dr. Pramod Patel- Consultant Urologist

Dr. Pramod Patel- Consultant Urologist Consultant Urologist And Renal Transplant Surgeon

11/09/2023

Polycystic kidney disease-(  પોલિસિસ્ટિક કિડની રોગ )1) પોલિસિસ્ટિક કિડની રોગ શું  છે?? આ  એક  પ્રકાર ની આનુવંશીક સમસ્યા ...
02/07/2023

Polycystic kidney disease-
( પોલિસિસ્ટિક કિડની રોગ )
1) પોલિસિસ્ટિક કિડની રોગ શું છે??
આ એક પ્રકાર ની આનુવંશીક સમસ્યા છે, જેમાં દર્દી ની બંને કિડની ના સ્નાયુઓમાં પરપોટા🫧 બને છે અને ધીમે ધીમે બંને કિડની ની સાઈઝ વધતી જાય છે. ધીમે ધીમે કિડની ના બધા સ્નાયુ પરપોટા( bubbles)🫧🫧🫧 માં ફેરવાઈ જઈ કિડની માં લોહી ગાળવાની પ્રક્રિયામાં સમસ્યા સર્જાય છે. લાંબા ગાળે આ સમસ્યા ને કારણે દર્દી ની કિડની ખરાબ થઈ જવાથી ડાયાલિસિસ ની જરૂરીયાત ઉભી થઈ શકે છે.

2) આ બીમારી નો કાયમી ઈલાજ શું છે?

આ બીમારી આનુવંશીક👨‍👨‍👧‍👦👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦 હોઈ તેનો કાયમી ઈલાજ શક્ય નથી.

3)શું આ બીમારી ઘરમાં🏠 રહેતા દરેક ને થઈ શકે??
હા,
જો બીમારી ના લક્ષણ માતા અને પિતા બંને મા હશે
તો દરેક વ્યક્તિ ને આવી શકે છે.

4)મને વર્ષોથી સોનોગ્રાફી મા પોલિસિસ્ટિક કિડની રોગ લખેલ છે😎😎કોઈ સમસ્યા નથી?
- પોલિસિસ્ટિક કિડની રોગ માં જરૂરી નથી કે વ્યક્તિ રોગ એને પ્રભાવિત કરે. મોટે ભાગે બ્લડ પ્રેશર વધારાથી સમસ્યા શરૂઆત થતી હોય છે.
રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવવું જરૂરી છે.🤞🤞

5)મારે પોલિસિસ્ટિક કિડની રોગથી હવે ડાયાલિસિસ ચાલુ થઈ ગયેલ છે, હવે આગળ શું?
- તમારે આ સમસ્યા થી કિડની ખરાબ હોય ડાયાલિસિસ રેગ્યુલર કરાવું જરૂરી છે અથવા તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો.

6)શું ટ્રાન્સપ્લાન્ટ માટે
પોલિસિસ્ટિક કિડની, ટ્રાન્સપ્લાન્ટ પહેલા હમેશા ખરાબ કિડની કાઢી લેવી પડે છે??
- જો કિડની બહું મોટી સાઈઝ ની થઈ ગઈ હોય, જો પેશાબ માં લોહી આવતું હોય અને સિટી સ્કેન મા તમારી કિડની કારણભૂત હોય, જો કિડની માં લોહી ભરેલા પરપોટાવધુ પડતી માત્રામાં , નવી કિડની મૂકવા માટે શરીર મા જગ્યા જ ના હોય........
ઉપર દર્શાવેલી પરિસ્થિતિ માં દર્દીની પોતાની ખરાબ કિડની કાઢવી પડે છે અને પછી જ અથવા એજ સમયે નવી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

02/04/2023

Dr. Pramod Patel- Consultant Urologist

02/04/2023

રોબોટીક સર્જરી -
પ્રોસ્ટેટ ના કેન્સર મા પ્રોસ્ટેટ ની ગ્રંથિ ને વહેલી તકે શરીર માંથી કાઢી નાખવામાં આવે તો દર્દી કેન્સર મુક્ત બની શકે છે. આ કેન્સર સામાન્ય રીતે 65 વરસ પછી પુરુષોમાં જોવા મળે છે. આ કેન્સર ને કારણે શરીરમાં કોઈ મોટી સમસ્યા જોવા મળતી નથી, તેના બદલે માત્ર પેશાબ ની નાની મોટી સમસ્યાઓ થાય છે. પ્રોસ્ટેટ ના કેન્સર માટે યોગ્ય સમયે ઉપચાર લેવામાં ન આવે તો કેન્સર શરીર ના બીજા ભાગોમાં જેવા કે હાડકાં, લિવર, ફેફસાં વગેરે મા ફેલાય છે અને દર્દી ત્યારબાદ કેન્સર મુક્ત થઈ શકતું નથી.
પ્રોસ્ટેટ નું કેન્સર માટે નું ઓપરેશન સામાન્ય રીતે થતાં પ્રોસ્ટેટ ના ઓપરેશન કે જે પેશાબ ની તકલીફ માટે કરવામાં આવે છે, એના કરતાં જુદા પ્રકાર નું હોય છે.
આ ઓપરેશન પેટ ના નીચેના ભાગમાં કાપ મારી કે લેપ્રોસ્કોપિ કે રોબોટ દ્વારા કરવામાં આવે છે.
કાપ કે ચીરો મારી ને ઓપરેશન થતાં પેશાબ રોકવા માટેના વાલ્વ ને ઇજા થવાની શક્યતા રહે છે જે આગળ જતાં દર્દી માટે ખૂબ ગંભીર સમસ્યા બની શકે છે.

# # #રોબોટીક સર્જરી માં પ્રોસ્ટેટને
થી કાળજીપૂર્વક પેશાબ રોકવા માટેના ના વાલ્વ થી અલગ કરી શકાય છે અને ઉપર દર્શાવેલી સમસ્યા થી મુક્ત થઈ શકાય છે.

Right sided simple nephrectomy :-આ ઓપરેશન  માં  કિડની ને  દૂરબીન  થી  શરીર  ના  અંદર  ના  ભાગમાં જ લોહી  લઈ  જતી  મોટી  ...
09/03/2023

Right sided simple nephrectomy :-

આ ઓપરેશન માં કિડની ને દૂરબીન થી શરીર ના અંદર ના ભાગમાં જ લોહી લઈ જતી મોટી નળી થી છુટી કરીને શરીર માં નાનો ચીરો મારી કાઢી લેવામાં આવે છે..સામાન્ય રીતે પરંપરાગત ચીરો મારવા વાળી સર્જરી માં મોટો ચીરો મારી કિડની કાઢવામાં આવે છે.
જેમાં દર્દી ને ઓપરેશન પછી
ઓપરેશન જગ્યાએ દુખાવો વધુ રહે છે. ઓપરેશન પછી આજ ચીરા વાળી જગ્યા માંથી સારણ ગાંઠ પણ થવાની શક્યતાઓ રહે છે જેનાં માટે ફરીથી ઓપરેશન ની જરૂર પડી શકે છે.
આ ઓપરેશન લેપરોસ્કોપી કે રોબોટ વડે સરળતાથી કરી શકાય છે.
Dr. Pramod Patel

Right sided simple nephrectomy :-આ ઓપરેશન માં કિડની ને દૂરબીન થી શરીર ના અંદર ના ભાગમાં જ લોહી લઈ જતી મોટી નળી થી છુટી કરીને શરીર માં નાન....

Retrocaval Ureter- ઉપર  દર્શાવેલી  સમસ્યા માં કિડની  માંથી  નીકળતી  નળી  કે  જેને  યુરેટર કહેવામાં  આવે  છે.   આ  નળી  હ...
02/03/2023

Retrocaval Ureter-
ઉપર દર્શાવેલી સમસ્યા માં કિડની માંથી નીકળતી નળી કે જેને યુરેટર કહેવામાં આવે છે. આ નળી હ્રદય માં લોહી લઈ જતી મુખ્ય નળી કે જેને IVC તરીકે જાણવામાં આવે છે..તે મુખ્ય નળી ની પાછળ થી પસાર થઈ પેશાબ ની થેલી મા જોડાઈ છે ..જે સામાન્ય રીતે આગળ થી પસાર થતી હોય છે. આ પ્રકારની સમસ્યા ને લીધે પેશાબ ની નળી લોહીની મોટી નળી ના દબાણ થી જેતે કિડની મા પ્રેશર ઉભું કરે છે , જેનાં લીધે કિડની માં સોજા આવે છે અને લાંબા ગાળે કિડની ફેઇલ થવાની શક્યતા રહેલી છે.
આ પ્રકારની સમસ્યા માટે કિડની માંથી નીકળતી નળી ને ઓપરેશન થી કાળજીપૂર્વક હટાવી ને ખરાબ ભાગ કાપી નળી ના બંને ઉપર અને નીચેના ભાગ નું જોડાણ કરવામાં આવે છે. આ ઓપરેશન આટલું જટિલતા ભર્યું હોવા છતાં
દૂરબીન થી કે રોબોટ થી ની કરી શકાય છે જેમાં દર્દી ને માત્ર 4-5 પેટ માં છિદ્ર કરી ને ઓપરેશન પૂર્ણ કરવામાં આવે છે. કોઈ મોટો ચીરો પાડવાની જરૂર રહેતી નથી.
મોટાભાગે આ સમસ્યા જમણા ભાગ ની કિડની બાજુ જ જોવા મળે છે. ૧૫૦૦ મા ૧ વ્યક્તિ મા જોવા મળી શકે છે. આ ઓપરેશન જટિલતા ભરેલી શસ્ત્ર ક્રિયા માનું એક ઓપરેશન છે.
Dr. Pramod Patel- Consultant Urologist

Retrocaval Ureter- ઉપર દર્શાવેલી સમસ્યા માં કિડની માંથી નીકળતી નળી કે જેને યુરેટર કહેવામાં આવે છે. આ નળી હ્રદય માં લોહી લઈ જતી ....

કિડની માં થતી  નાની  સાઈઝ  ની ગાંઠો  માટે  આખી  કિડની  કાઢવાની  જરૂર હોતી  નથી.  કિડની  મા જુદા  જુદા  પ્રકાર  ના  કેન્સ...
18/01/2023

કિડની માં થતી નાની સાઈઝ ની ગાંઠો માટે આખી કિડની કાઢવાની જરૂર હોતી નથી. કિડની મા જુદા જુદા પ્રકાર ના કેન્સર ઉંમર ના હિસાબે જોવા મળે છે. આજથી બે-ત્રણ દાયકા પહેલાં જ્યારે કિડની ગાંઠ જોવા મળતા દર્દી ને કેન્સર મુકત કરવા પેટ માં ચીરો પાડી આખી કિડની કાઢી સર્જરી કરવામાં આવતી હતી. આજના આ આધુનિક સમય માં આવી બીમારી માટે પહેલાં ના સમય ની જેમ આખી કિડની કાઢવા કરતાં માત્ર કેન્સર ની ગાંઠ કાઢી બાકીના ભાગ ની કિડની બચાવી લેવામાં આવે છે.
આ ઓપરેશન ને મેડિકલ ભાષા માં Partial Nephrectomy તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપરેશન મા કિડની મા લોહી લઈ જતી નળી ને થોડા ટાઈમ માટે બંધ કરીને એજ સમય દરમિયાન ગાંઠ કિડની માંથી કાઢીને દૂર કરવામાં આવે છે. ગાંઠ બંધ કરી કિડની માંથી નીકળતાં રક્તસ્ત્રાવ ને બંધ કરવામાં આવે છે. આ ઓપરેશન laparoscopic કે Robot ધ્વારા કરવાથી શરીર પર કોઈ મોટો કાપ કે ચીરો આવવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ ઓપરેશન કિડની ના થતા જુદાજુદા ઓપરેશન મા
ચેલેન્જ કહી શકાય એમાનું એક ઓપરેશન છે.

Drprmaodpatel

Dr.Pramod Patel hospital #

05/06/2022

Address


Opening Hours

Monday 10:00 - 13:30
16:00 - 18:00
Tuesday 12:00 - 14:30
Wednesday 10:00 - 13:30
16:00 - 18:00
Thursday 12:00 - 14:00
Friday 10:00 - 13:30
16:00 - 18:00
Saturday 12:00 - 14:00

Telephone

+918320111267

Alerts

Be the first to know and let us send you an email when Dr. Pramod Patel- Consultant Urologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Pramod Patel- Consultant Urologist:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram