24/07/2021
હોમિયોપેથીક સારવાર પસંદ કરવાના ૮ કારણો
આમ તો લોકો પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ માટે આધુનિક તબીબી શાસ્ત્રની પસંદગી કરતા હોય છે, પણ હાલના દિવસોમાં હોમિયોપેથીક સારવાર પદ્ધતિનું ચલણ વધ્યું છે. શા માટે લોકો હોમિયોપેથીક સારવાર પદ્ધતિને વધુ પસંદ કરી રહ્યા છે:
૧. હોમિયોપેથી 100% કુદરતી/પ્રાકૃતિક છે : હોમિયોપેથીક તબીબી શાસ્ત્ર/વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની દવાઓ કુદરતી વસ્તુઓ/પ્રાકૃતિક તત્વોમાંથી બનેલી હોય છે, તેમજ આ દવાઓ શરીર માટે સૌમ્ય છે (એટલે આ દવાઓ લીધા પછી શરીરમાં કોઈપણ પ્રકારની આડ-અસર થતી નથી). હોમિયોપેથીક દવાઓ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબુત બનાવે છે (જે આપણને વિવિધ પ્રકારના સંક્રમણથી બચાવે છે) અને તેની અસર લાંબા સમય સુધી રહે છે.
૨. હોમિયોપેથીક દવાઓની કોઈ આડ-અસર હોતી નથી : હોમિયોપેથીક સારવાર લેતી વખતે તેમજ લીધાંના ટુંકા કે લાંબા સમયગાળામાં શરીરમાં કોઈપણ પ્રકારની હાની કે આડ-અસર થતી નથી.
૩. હોમિયોપેથીક દવાથી કાયમી રાહત મળે છે : હા, અમુક બીમારીમાંથી છુટકારો મેળવવામાં હોમિયોપેથીક સારવાર પદ્ધતિમાં આધુનિક સારવાર પદ્ધતિની સરખામણીમાં વધુ સમય લાગી શકે છે, કેમકે આ દવાઓ રોગના મૂળ સુધી જઈને બીમારીમાં કાયમી રાહત આપે છે.
૪. હોમિયોપેથીક દવાઓ સસ્તી હોય છે : હોમિયોપેથીક દવાઓ powder, પ્રવાહી યા સફેદ ગોળીના સ્વરૂપમાં હોય છે. આ દવાઓની કિંમત વધુ/મોંઘી નથી હોતી અને તે માર્કેટમાં સરળતાથી મળી રહે છે.
૫. હોમિયોપેથીક દવાઓ ખુબજ અસરકારક હોય છે : આપણા રોજીંદા જીવનમાં થતી નાની નાની સમસ્યાઓ/બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવ, પેટની તકલીફ – અસિડિટી, જીવજંતુ કરડવા, વાગવાથી ઈજા થવી, વગેરેમાં હોમિયોપેથિક દવાઓ ખુબ ઝડપથી પરિણામ આપે છે અને અસરકારક પણ છે.
૬. પૂરક સારવાર/દવા ના રૂપે પણ ઉપયોગી : હઠીલા રોગ જેવા કે મધુપ્રમેહ (Diabetes - ડાયાબિટીસ), ઉચ્ચ રક્ત ચાપ (Hypertension - હાયપરટેન્શન), ઘૂંટણનો ઘસારો – સંધિવા/ગઠીયો વા (Arthritis), કેન્સર, વગેરેમાં આધુનિક (allopathy) દવાઓ લેવા ઉપરાંત પણ ઘણી વખત તકલીફોમાં ખાસ ફરક પડતો નથી હોતો. જો આ પરિસ્થિતિમાં આધુનિક દવાઓની સાથે હોમિયોપેથીક દવા પણ લેવામાં આવે તો, આધુનિક દવાથી થતી આડ-અસરો થી બચી શકાય, આવા રોગમાં હોમિયોપેથિક દવા લાંબો સમય લેવાથી આધુનિક દવા બંધ થઇ શકે છે તેમજ આ રોગ માટી પણ શકે છે. હોમિયોપેથિક દવાને આધુનિક દવાઓ સાથે લેવાથી કોઈ નુકશાન થતું નથી.
૭. પર્યાવરણ અનુકૂલ : હોમિયોપેથિક દવાઓ બનાવવામાં પ્રાકૃતિક વસ્તુ/તત્વોનો ઉપયોગ થતો હોવાથી આ દવાઓ પર્યાવરણ ને અનુકૂળ છે. પ્રાકૃતિક વસ્તુ/તત્વો ના કારણે આ દવા બનાવવામાં કોઈપણ પ્રકારની હાનીકારક વસ્તુનો ઉપયોગ થતો નથી, એટલે એના બનાવવાની પ્રક્રિયાથી કોઈપણ પ્રકારનું પ્રદુષણ ફેલાતું નથી.
૮. સંપૂર્ણપણે સુરક્ષિત દવાઓ : આધુનિક દવાનું પરીક્ષણ પ્રાણીઓ પર કરવામાં આવે છે પછી રોગીને આપવામાં આવે છે, પરંતુ હોમિયોપેથીક દવાનું પરીક્ષણ સીધું મનુષ્યો પર જ કરવામાં આવે છે જેથી આ દવાઓ 100% સુરક્ષિત છે.
વધુ માહિતી માટે તેમજ સારવાર માટે સંપર્ક કરો - +૯૧-૯૫૮૬૮-૨૬૯૮૯