Radha Hospital & Medicare

Radha Hospital & Medicare "Radha Hospital & Medicare"
Our AIM of giving the best care to all the patients. "Passionate About Medicine. Compassionate About People."

29/07/2022
29/07/2022
 #રોગોસેઆઝાદી #📢  જી હા !  ભાઈઓ અને બહેનો  રાધા હોસ્પિટલ એન્ડ મેડિકેર  ની પહેલી  એનીવર્સરી  નિર્મિતે  તારીખ : 31/07/2022...
26/07/2022

#રોગોસેઆઝાદી #
📢 જી હા ! ભાઈઓ અને બહેનો રાધા હોસ્પિટલ એન્ડ મેડિકેર ની પહેલી એનીવર્સરી નિર્મિતે તારીખ : 31/07/2022 રવિવાર ના શુભ દિવસે સવારે 9 વાગ્યાથી ફ્રી મેડિકલ ચેકઅપ , ફ્રી ડેન્ટલ ચેકઅપ, વ્યંધત્વસબંધિત માર્ગદર્શન નિવારણ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તો આ કેમ્પમાં આપ સર્વો તથા મિત્રો - મંડળ સહિત પધારવા અમારુ ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ........
🙏 રજિસ્ટ્રેશન (અપોઇન્મેન્ટ) કરાવવું ફરજિયાત છે
☎️રજિસ્ટ્રેશન (અપોઇન્મેન્ટ) લેવા માટે આજે જ કોલ કરો - 70968 17114,99253 94276, 0261-2548096
📍 એડ્રેસ:- રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈ.વી.એફ સેન્ટર, જી.ઈ.બી પાવર હાઉસની બાજુમાં, કાપોદ્રા ચાર રસ્તા, વરાછા રોડ, સુરત - 395006
👉Location :- https://goo.gl/maps/b9PZScqwcBf98Txr5

May Guru’s blessings always keep you blessed. Wish you a very Happy Guru Purnima
13/07/2022

May Guru’s blessings always keep you blessed. Wish you a very Happy Guru Purnima

16/04/2022

⚜️ભગવાન હનુમાન તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે હનુમાન જયંતીની શુભકામનાઓ.

🌻 હેપી હનુમાન જયંતી 🌻

With the blessings of Lord Hanuman, may you shine bright in life and achieve all your goals and make all your dreams a r...
16/04/2022

With the blessings of Lord Hanuman, may you shine bright in life and achieve all your goals and make all your dreams a reality.

🌻 Wishing a very Happy Hanuman Jayanti to you🌻

14/04/2022

आज का दिन है बड़ा महान,

बनकर सूरज चमका इक इंसान,

कर गए सबके भले का ऐसा काम,

बना गए हमारे देश का संविधान,

हैप्पी आंबेडकर जयंती

⚜️आज का दिन है बड़ा महान,बनकर सूरज चमका इक इंसान,कर गए सबके भले का ऐसा काम,बना गए हमारे देश का संविधान,हैप्पी आंबेडकर जयं...
14/04/2022

⚜️आज का दिन है बड़ा महान,

बनकर सूरज चमका इक इंसान,

कर गए सबके भले का ऐसा काम,

बना गए हमारे देश का संविधान,

हैप्पी आंबेडकर जयंती

*༺꧁ 👑*SARGAM HOSPITAL & ICU* 👑꧂༻👉સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે *Radha Hospital & Medicare*  ની ભવ્ય સફળતા બાદ આપ સહુ ના ...
31/03/2022

*༺꧁ 👑*SARGAM HOSPITAL & ICU* 👑꧂༻
👉સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે *Radha Hospital & Medicare* ની ભવ્ય સફળતા બાદ આપ સહુ ના પ્રેમ , સાથ સહકાર અને આશીર્વાદ થી અમો આરોગ્યલક્ષી વધુ સારી સેવા આપવાના હેતુ થી અમારૂ નવું સોપાન *Sargam Hosipal & ICU* 🏥 નો શુભારંભ કરી રહ્યા છીએ, આ શુભ અવસરે આપનું આગમન અમારા માટે ઉત્સાહવર્ધક બની રહેશે અમારી નવી શાખાનાં ઉદ્ધઘાટનમાં આમંત્રણ આપતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
🗓️તારીખ:- 03-04-2022 , રવિવાર
🕙સમય:- સવારે 9:00 વાગ્યાથી 2:00 સુધી..
📍એડ્રેસ :- બીજો માળ, સરગમ ડોક્ટર હાઉસ, હીરાબાગ, વરાછારોડ, સુરત. મો. +91 9726975697

👉🏻આ આમંત્રણને રૂબરૂ🫂 મળ્યા તુલ્ય સમજી ઉદ્ધઘાટનમાં આપ સૌને પધારવા નમ્ર વિનંતી🙏

 #શહીદદિવસ આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વા...
23/03/2022

#શહીદદિવસ આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ હતી.......

28 સપ્ટેમ્બર 1907નાં રોજ બ્રિટીશ ઈન્ડિયાનાં પંજાબ પ્રાંતનાં લાયલપુર જિલ્લાનાં બંગા ગામે (હાલ પાકિસ્તાન) ભગતસિંહનો જન્મ થયો. જોગાનુજોગ તે જ દિવસે તેમના કાંતિકારી પિતા સરદાર કિશનસિંહ અને કાકા સરદાર અજિતસિંહ, સરદાર સ્વર્ણસિંહ જેલમાંથી મુક્ત થયા. નવજાત શિશુને ભાગ્યવંતુ માનીને દાદીમાએ તેનું નામકરણ ભગતસિંહ કર્યુ.

મોટા થઈને પોતે શું કરશે તેના જવાબમાં બાળ ભગતસિંહ સહજભાવે કહેતા : `મોટો થઈને હું અંગ્રેજોને આપણા દેશમાંથી તગેડી મૂકીશ’

ખેતરમાં અન્યોને કામ કરતા જોઈને બાળ ભગતસિંહે પણ જમીનમાં બિયારણ અને રોપાંઓ સાથે નાની લાકડીને રોપતા નિર્દોષભાવે કહયુ કે તે જમીનમાં બંદૂક રોપે છે જે આગળ જતા અંગ્રેજ સરકાર સામે જંગમાં કામ લાગશે.

13 એપ્રિલ 1919માં અમૃતસરનાં જલિયાંવાલા બાગ ખાતે શાંતિપૂર્ણ રીતે એકઠા થયેલા હજારો નિર્દોષ લોકો પર કોઈપણ પૂર્વ ચેતવણી વગર અંગ્રેજ ફૌજી અફસર જનરલ ડાયરનાં હુકમથી અંગ્રેજ ફૌજે કાયરતાપૂર્વક અને નિર્દયી રીતે આડેધડ ફાયરીંગ કરીને હજારોનાં જાન લીધા. આ કરૂણ બનાવે બાર વર્ષનાં ભગતસિંહનાં બાળમાનસ પર ભારે અસર કરી હતી. એક વાર કોઈને પણ કહ્યા વગર બાળ ભગતસિંહ લાહોરથી અમૃતસર ગયા અને જલિયાંવાલા બાગની રક્તરંજિત માટીને માથે લગાડીને મૃતાત્માઓને અંજલિ આપી. થોડી માટી એક શીશીમાં ભરીને સાથે ઘેર પણ લેતા આવ્યા અને રોજ તેને પુષ્પો અર્પણ કરતા.

1928માં લાહોર ખાતે સાયમન કમીશનનો વિરોધ કરતા અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની લાલા લજપત રાય પર અંગ્રેજ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જેમ્સ સ્કોટનાં હુકમથી પોલીસ નિર્દયી રીતે લાઠીઓ વડે ટૂટી પડી. ગંભીર રીતે ઘવાયેલા લાલાજીનું થોડા દિવસો પછી અવસાન થયુ. આસી. પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જહોન સૉન્ડર્સનો વધ કરીને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને સાથીઓએ લાલાજીની શહાદતનો બદલો લીધો. આ સમાચાર જાણીને ભગતસિંહના ચિંતિત પિતા સરદાર કિશનસિંહે તેમના પત્નીને કહયુ કે તેઓને સંદેહ છે કે પુત્ર ભગતસિંહ આ હત્યાકાંડમાં સંડોવાયો હશે. માતા વિદ્યાવતીએ ગર્વથી કહયુ કે તેઓને ખાત્રી છે કે લાલાજીની શહાદતનો બદલો ભગતસિંહ અને તેના સાથીઓએ જ લીધો હશે.

ભગતસિંહને ફિલ્મો જોવાનો અનહદ શોખ હતો. સાથીઓ મજાક કરતા કે ભગતસિંહ કોઈક વખત સીનેમા-ગૃહમાં ફિલ્મ જોતા જ પોલીસને હાથે પકડાય જાશે !

માતા વિદ્યાવતીને ફાંસી પછી પોતાનું મૃત શરીર લેવા ન આવવાની ભગતસિંહે વિનંતિ કરી હતી. તે વખતે પુત્રની શહાદત પર હૈયાફાટ રૂદન કરતી માતાનાં આંસુઓ લોકોની નજરે પડશે. શૂરવીર પુત્રની બહાદુર માતાને આઝાદી પછી પંજાબ સરકારે `પંજાબ માતા’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્યા હતા.
-----
શહીદ ભગતસિંહની અંતિમ પળો

ફાંસીનાં સમયે સંત્રી ભગતસિંહને લેવા આવ્યો ત્યારે તેઓ કોટડીમાં લેનિનની જીવન કથા વાંચી રહ્યા હતા. ભગતસિંહે તેને થોડી વાર થોભી જવા કહ્યુ : `એક કાંતિકારીનું બીજા કાંતિકારી સાથે મિલન થઈ રહ્યુ છે.’ છેલ્લા કેટલાંક ફકરા વાંચીને ભગતસિંહ સંત્રી સાથે નીકળી પડ્યા.

સુખદેવ અને રાજગુરુ પણ કોટડીમાંથી બહાર આવી ગયા હતા. તેઓને બેડીઓ પહેરાવવામાં ન આવે અને મોઢે કાળું કપડું ઢાકવામાં ન આવે તેવી ઈચ્છા ભગતસિંહ વ્યક્ત કરી જે માન્ય રાખવામાં આવી. ત્રણેય એકબીજાને ગળે મળ્યા અને એકબીજાના ખભા પર હાથ નાખીને ફાંસીનાં માંચડા તરફ ચાલવા લાગ્યા. ભગતસિંહે ગીત લલકાર્યુ : `મરકર ભી દિલસે ન નીકલેગી કભી વતન કી ઉલફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ-એ-વતન આયેગી’

ત્રણેય ફાંસીનાં ફંદાની નીચે ઉભા રહ્યા. અંતિમવાર `ઈન્કિલાબ જિંદાબાદ’ના ગગનભેદી નારા લગાવ્યા. ફાંસાને પકડીને ચૂમ્યા અને જાતે જ ગળામાં નાખીને, 23 માર્ચ 1931ની સાંજે 7 અને 33 મિનીટે, હસતે મુખે વતન માટે ફ્ના થઈ ગયા.

અમર વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની અનન્ય શહાદત આઝાદીની લડતની તવારીખમાં હમેશાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

Address

Kapodra Char Rasta, Varachha Main Road
Surat
395006

Telephone

+917096817114

Website

Alerts

Be the first to know and let us send you an email when Radha Hospital & Medicare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Radha Hospital & Medicare:

Share

Category