11/04/2026
હિપ્નોસિસ કોઈ જાદુ નથી,
પરંતુ મગજની એક વૈજ્ઞાનિક અવસ્થા છે.
જ્યારે વ્યક્તિ ઊંડા ધ્યાન અને આરામની સ્થિતિમાં જાય છે, ત્યારે મગજનું ક્રિટિકલ થિંકિંગ સંભાળતું Prefrontal Cortex ઓછું સક્રિય બને છે અને ધ્યાન વધારતું Anterior Cingulate Cortex વધુ સક્રિય થાય છે. સાથે સાથે self-awareness માટે જવાબદાર Default Mode Network પણ ધીમું પડે છે.
આ સમયે મગજ સૂચનાઓ (suggestions)ને સરળતાથી સ્વીકારી લે છે અને કલ્પનાને હકીકત જેવી અનુભવે છે. તેથી હિપ્નોસિસ દરમિયાન કહેલી વાતો માણસને સાચી લાગવા લાગે છે.
હકીકતમાં, આ બધું મગજની અંદર ચાલતી પ્રક્રિયાઓનું પરિણામ છે, જેમાં focus, belief અને imagination મળી ને real જેવી અનુભૂતિ બનાવે છે.
માહિતિ સંકલન Chintan Bhadani 😊👍💫